Ahmedabad : ભરવાડ યુવા સંગઠન દ્વારા ‘યુવા રોજગાર યોજના 2023’ નું આયોજન, રોજગારી માટે યુવાનોને 200 વાહનોનું વિતરણ
ભરવાડ યુવા સંગઠન દ્વારા 200 ફોર વ્હિલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજના આગેવાનો, વડીલો, હોદ્દેદારો, લાભાર્થી ભાઈઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન પુરુષોત્તમ રૂપાલા વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા.
ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ આયોજિત ‘યુવા રોજગાર યોજના 2023’ અંતર્ગત 200 વાહનોના વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં સમાજના યુવાનોને રોજગારી મળી રહે એ હેતુથી ભરવાડ યુવા સંગઠન દ્વારા 200 ફોર વ્હિલરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ સમાજના આગેવાનો, વડીલો, હોદ્દેદારો, લાભાર્થી ભાઈઓની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો. જેમાં કેન્દ્રીય પ્રધાન પરુષોત્તમ રૂપાલા વર્ચ્યુઅલી રીતે જોડાયા હતા.
ગાડી ચલાવીને ગુજરાન ચલાવી શકે છે યુવાનો
ભરવાડ યુવા સંગઠન પ્રમુખે કહ્યું કે ‘યુવા રોજગાર યોજના 2023’ અંતર્ગત યુવાઓને જે ગાડી આપવામાં આવી છે તેનો મુખ્ય હેતુ તેમને રોજગારી મળી રહે અને તેના લીધે તેમના ઘર-પરિવાર નું ગુજરાન સારી રીતે કરી શકે અને મહેનત કરીને સમગ્ર સમાજનું ગૌરવ વધારે.
તેમણે આ સૌ યુવાઓને આશીર્વાદ આપતા કહ્યું હતું કે, ખૂબ કમાઓ તેમણે એ પણ કહ્યું હતું કે ક્યારેય પણ હપ્તા ભરવામાં મુશ્કેલી લાગે તો અમને જણાવજો અમે તમારી મદદ કરીશું પણ હપ્તા બાકી ના રાખતા . આ યોજનાનો આશય સમાજને આત્મનિર્ભર બનાવવાનો છે. જો સમાજ આત્મનિર્ભર બનશે તો આખો દેશ આત્મનિર્ભર બનશે.
યુવાનોને આત્મનિર્ભર બનાવવાનો પ્રયત્ન
આ ‘યુવા રોજગાર યોજના 2023 માટે ભરવાડ યુવા સંગઠન ગુજરાત પ્રદેશ દ્વારા રજિસ્ટ્રેશન બહાર પાડ્યું હતું. જેના અંતર્ગત 1023 જેટલી અરજીઓ સામે આવી હતી. તેના પછી તેમના ડોક્યુમેન્ટ્સ તપાસવામાં આવ્યા હતા જેના માટે આઠ જિલ્લાઓમાં સેન્ટર્સ બનાવ્યા હતા. અને એ બધા ડોક્યુમેન્ટ્સ ફાઇનાન્સ કંપનીમાં જમા કરાવ્યા હતા અને લોન કરાવી આપી હતી અને બલ્ક ડીલ કરવામાં આવી હતી એટલે ગાડી બજાર કિંમત કરતા ઓછા ભાવે મળી રહી હતી.
આ કુલ 1023 માંથી 450 જેટલી ગાડી આપવામાં આવશે. જેમાંથી પ્રથમ તબક્કે 200 ગાડીઓનું વિતરણ કર્યું હતું. અને ટૂંક જ સમયમાં બાકીની ગાડીઓનું વિતરણ કરવામાં આવશે. તો સાથે જેઓને ગાડી આપવામાં આવી તેમાં 70 ટકા લોકો ઓછું ભણેલા અને 30 ટકા જેટલા લોકો શિક્ષિત હોવાનો અંદાજ છે.
આયોજકોએ સમાજ શિક્ષિત બન્યો હોવાનું જણાવી જેઓ પાસે નાણાં નથી કે સાહસ કરી શકતા નથી તેવા લોકોને શોધીને આ પ્રક્રિયા કરવામાં આવતી હોવાનું જણાવ્યું જેથી સમાજ નો દરેક યુવા આગળ આવી શકે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…