Gujarati video : ટેન્કર ચાલકે જલદ પ્રવાહી એસિડ તળાવમાં ઠાલવ્યું, પાણી દુષિત થતા પશુ પક્ષી માટે સર્જાયું જોખમ, જુઓ Video
આ એવું જલદ પ્રવાહી છે જેના સંપર્કમાં આવતા પશુપક્ષીઓને તેમજ માણસોને નુકસાન થઈ શકે છે. આવા પ્રદૂષિત પાણીના કારણે કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે તેમજ કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે . આ ઘટનામાં ટેન્કર ચાલકે જાહેરમાં જ આ રીતે પાણી ઠાલવતા પોલીસે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે.
મહેસાણાના વિસનગરમાં ટેન્કર ચાલકે જઘન્ય કૃત્ય આચર્યું છે. મહેસાણાના કમાણા રોડ પર ડીલક્ષ એગ્રો પાસેના તળાવમાં એસિડ જેવું જલદ પ્રવાહી ખાલી કરી ટેન્કર સ્થળ પર છોડી ચાલક ફરાર થઇ ગયો છે. જલદ પ્રવાહી એસિડ ખાલી કરાતા તળાવનું પાણી પ્રદૂષિત થઈ ગયું છે.
માનવ સહિત તળાવમાં વસતા જીવને થઈ શકે છે નુકસાન
તળવામાં પ્રદૂષિત પાણી ઠલવાતા તળાવમાં રહેતા માછલી કે નાના જીવને પણ નુકસાન થઈ શકે છે. તેમજ આ પાણીનો ઉપયોગ રોજિંદી જરૂરિયાતમાં આસપાસના લોકો કરતા હોવાથી હવે આરોગ્યને નુકસાન અંગે પણ સ્થાનિકોમાં ફફડાટ અનુભવાઈ રહ્યો છે. ત્યારે આ પ્રકારનું જઘન્ય કૃત્ય થતા સ્થાનિમાં ભારે આક્રોશ છે. સમગ્ર મામલે જાણ થતા FSL અધિકારીઓએ સ્થળ તપાસ કરી હતી. FSL અધિકારી દ્વારા પરીક્ષણ બાદ વિસનગર શહેર પોલીસ સ્ટેશને ગુનો નોંધાયો છે.
પ્રાથમિક માહિતી પ્રમાણે આ એવું જલદ પ્રવાહી છે જેના સંપર્કમાં આવતા પશુ પક્ષીઓને તેમજ માણસોને નુકસાન થઈ શકે છે. આવા પ્રદૂષિત પાણીના કારણે કેન્સર જેવા રોગ પણ થઈ શકે છે તેમજ કોઈનું મૃત્યુ પણ થઈ શકે છે . આ ઘટનામાં ટેન્કર ચાલકે જાહેરમાં જ આ રીતે પાણી ઠાલવતા પોલીસે જ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે. હાલમાં ફરાર ટેન્કર ચાલકની શોધખોળ પણ શરૂ કરવામાં આવી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…