ખ્યાતિ હોસ્પિટલના શારીરિક-આર્થિક રીતે ચીરી નાખવાના કૌંભાડમાં, 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર

ખ્યાતિ હોસ્પિટલના શારીરિક-આર્થિક રીતે ચીરી નાખવાના કૌંભાડમાં, 15 દર્દીઓએ ખખડાવ્યા હાઈકોર્ટના દ્વાર

Ronak Varma
| Edited By: | Updated on: Jan 01, 2025 | 5:37 PM

ગુજરાત સરકારના તમામ નીતિ નિયમો નેવે મૂકીને દર્દીને શારીરિક અને આર્થિક રીતે ચીરી નાખવાના ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડમાં ગુજરાત હાઈકોર્ટમાં 15 અરજી દાખલ થઈ છે. ખ્યાતિ હોસ્પિટલના કૌંભાડનો ભોગ બનેલા દર્દીના પરિવારજનોએ કરેલ અરજીમાં એવી દાદ માંગવામાં આવી છે કે, વ્યક્તિગત ફરિયાદ કરવા દેવાય.

અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના દર્દીને શારીરિક અને આર્થિક રીતે ચીરી નાખવાના કૌંભાડ સામે 15 દર્દીઓ ગુજરાત હાઈકોર્ટમાં પહોચ્યા છે. આ દર્દીઓએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને એવી દાદ માગી છે કે, ખ્યાતિ હોસ્પિટલ સામે અમને વ્યક્તિગત ફરિયાદ કરવા દેવામાં આવે. અત્યારે જે ફરિયાદ થઈ છે તે માત્ર એક જ ફરિયાદ થઈ છે.

ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરનારા દર્દીઓએ તેમની અરજીમાં એવુ પણ જણાવ્યું છે કે, ખ્યાતિ હોસ્પિટલનું કૌંભાડ સામે આવ્યા બાદથી લઈને આજદીન સુધી સરકારના કોઈ પણ વિભાગે કે અધિકારીએ તેમનુ સત્તાવાર નિવેદન લીધુ નથી કે નથી તેમનો કોઈ સંપર્ક કર્યો.

ભોગ બનનાર તમામ અરજદારોની અલગ અલગ ફરિયાદ નોંધવાની માંગ સાથે અરજી કરવામાં આવી છે. જે સમયે ખ્યાતિ હોસ્પિટલનું આખુ કૌંભાડ સામે આવ્યું તે સમયે હોસ્પિટલ દ્વારા 5 દર્દીઓની એન્જીઓગ્રાફિ અને એન્જીઓપ્લાસ્ટી કરાઈ હતી. અન્ય 10 દર્દીઓની પણ એન્જીઓપ્લાસ્ટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવી હતી. ઓપરેશન બાદ દર્દીઓને કોઈને કોઈ શારીરિક તકલીફ રહી જવા પામી છે. તમામ 15 ભોગ બનનાર હાલમાં ખાનગી હોસ્પિટલમાં લઈ રહ્યા છે. હજુ સુધી સરકાર તરફથી કોઈ સહાય મળી નથી.

g clip-path="url(#clip0_868_265)">