સુરતમાં દબાણ ખાતાની ટીમે શાકભાજીની લારી ઉપાડી લેતા વિક્રેતાઓ સાથે ઘર્ષણ, ગાડીની આડે સૂઈ જઈ રોકવાનો પ્રયાસ- Video
સુરતના વરાછા વિસ્તારમાં દબાણ ખાતાની ટીમે શાકભાજીની લારીઓ ઉઠાવી લેતા શાકભાજી વિક્રેતાઓ સાથે ઉગ્ર ઘર્ષણ થયું. વિક્રેતાઓએ લારી પરત માંગીને રોષ વ્યક્ત કર્યો અને ગાડીની આડે સૂઈ ગયા. પોલીસે બંને પક્ષો વચ્ચે સમાધાન કરાવ્યું. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
સુરતના વરાછાથી ઘર્ષણના દૃશ્યો સામે આવ્યા છે. વરાછાના ધરમનગર વિસ્તારમાં દબાણ હટાવવા માટે ગયેલી પાલિકાની ટીમ અને શાકભાજી વિક્રેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દબાણ હટાવ ટીમે લારી ઉપાડીને ગાડીમાં લઈ જતા વિક્રેતાઓ રોષે ભરાયા હતા અને લારી પરત દેવાની માગ કરતા જોવા મળ્યા. દબાણ શાખાની ટીમે કોઈ મચક ન આપતા વેપારીઓએ તેમનો રસ્તો રોકવાનો પ્રયાસ કર્યો, આ દરમિયાન પોલીસે વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. જ
સમગ્ર ઘટનાક્રમ એવો હતો કે શાકભાજી વિક્રેતાઓનો તમામ માલ દબાણ હટાવ ટીમે તેમની ગાડીમાં ભરી દીધો હતો અને અંતે લારી પણ ઉપાડી લીધી હતી. જેને લઈને વિક્રેતાઓએ ઉગ્ર બોલાચાલી કરી હતી. કેટલાક વિક્રેતા દબાણ શાખાની ગાડી ઉપર ચડી ગયા હતા અને લારી ઉતારવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા. જો કે તેમા સફળતા ન મળતા રસ્તા વચ્ચે સૂઈ જઈ દબાણ શાખાની ગાડીને પ્રયાસ કરતા જોવા મળ્યા હતા. જો કે પોલીસે આવી તમામ દેખાવ કરી રહેલા વિક્રેતાઓને દૂર ખસેડવાનો પ્રયત્ન કર્યો અને દબાણ શાખાની ટીમ માટે રસ્તો ખૂલ્લો કર્યો હતો.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો