Gujarat Election 2022 : વડોદરામાં ભાજપને વધુ એક ઝટકો, પાદરા APMC ના પ્રમુખ સહિત 12 ડિરેક્ટરોએ રાજીનામા આપ્યા

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો ટિકિટને લઈને હજુ વિવાદ શમ્યો નથી. જેમાં વડોદરામાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં પાદરામાં ભાજપના સંગઠનના હોદેદારોએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. જેમાં પાદરા વિધાનસભાના અપક્ષના ઉમેદવાર દિનેશ પટેલના સમર્થનમાં રાજીનામા આપ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 19, 2022 | 7:28 PM

Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો ટિકિટને લઈને હજુ વિવાદ શમ્યો નથી. જેમાં વડોદરામાં ભાજપને વધુ એક ઝટકો લાગ્યો છે. જેમાં પાદરામાં ભાજપના સંગઠનના હોદેદારોએ પ્રાથમિક સભ્યપદેથી રાજીનામા આપ્યા છે. જેમાં પાદરા વિધાનસભાના અપક્ષના ઉમેદવાર દિનેશ પટેલના સમર્થનમાં રાજીનામા આપ્યા છે. પાદરામાં સાંજે પરુષોત્તમ રૂપાલાની જાહેરસભા પૂર્વે ભાજપમાં ભડકો થયો છે. વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ મનીષાબેન ભાવસાર અને જિલ્લા ભાજપના કિસાન મોરચાના પ્રમુખ જીતેન્દ્ર સિંહ વાઘેલાએ પણ રાજીનામાં આપ્યા છે. જેમાં પાદરા તાલુકા ભાજપના મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન પુરાણી તથા મહામંત્રી તુપ્તિબેન પટેલ સહિતના હોદેદારોએ ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામુ આપ્યા છે.

પાદરા બજાર સમિતિના પ્રમુખ સહિતના 12 ડિરેક્ટરોએ પણ ભાજપને રામ રામ કર્યા

આ ઉપરાંત પાદરા તાલુકા ભાજપ સંગઠનના મહામંત્રી મેહુલ અમીન, મંત્રી સંદીપ પટેલ, મંત્રી કિરણ મહંત, મંત્રી રાકેશ પટેલ અને કોશધ્યક્ષ મનોજ પટેલ અને તાલુકા ભાજપના હોદેદારોએ પણ રાજીનામા આપ્યા છે. જેમાં પાદરા શહેર બક્ષીપંચ મોરચા પ્રમુખ, મહામંત્રી અને ઉપપ્રમુખ સહિત હોદેદારો તથા પાદરા નગર યુવા મોરચાના ઉપપ્રમુખ, મંત્રી અને કોશઅધ્યક્ષ એ પણ રાજીનામા આપ્યા છે. તેમજ પાદરા તાલુકા ભાજપ અનુસૂચિત મોરચા ના પ્રમુખ ઉપપ્રમુખ સહિતના મોટાભાગના હોદેદારોએ રાજીનામાં આપ્યા છે. આ ઉપરાંત પાદરા બજાર સમિતિના પ્રમુખ સહિતના 12 ડિરેક્ટરોએ પણ ભાજપને રામ રામ કર્યા છે.

જ્યારે પાદરા નગરપાલિકાના ભાજપના ચૂંટાયેલા 10 સભ્યોએ દિનેશ પટેલને સમર્થન આપ્યું છે. તેમજ નગરપાલિકાના 4 આર.એસ.પી અને 1 અપક્ષ સભ્યએ પણ દિનેશ પટેલને સમર્થન આપ્યું છે. નગરપાલિકાના કુલ 15 સભ્યોએ દીનુ મામાને સમર્થન આપ્યું છે. આ તમામ લોકોએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી પણ રાજીનામું આપ્યું છે.

Follow Us:
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
g clip-path="url(#clip0_868_265)">