Ahmedabad : નારાયણી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીથી દર્દીના મોતનો આક્ષેપ, સગાએ ઉતારેલો વિડીયો સામે આવ્યો

અમદાવાદમાં (Ahmedabad)  રખિયાલ વિસ્તારમાં આવેલી નારાયણી હોસ્પિટલ (Narayani Hospital) દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી ત્યારે ત્યાં આજુબાજુ ઉભેલા સ્ટાફ દ્વારા કોઈ સારવાર શરૂ કરવામાં આવી ન હતી અને સૌ કોઈની નજર સામે દર્દીનું મોત નિપજ્યું હતું.

Ahmedabad : નારાયણી હોસ્પિટલમાં સ્ટાફની બેદરકારીથી દર્દીના મોતનો આક્ષેપ, સગાએ ઉતારેલો વિડીયો સામે આવ્યો
Ahmedabad Narayani HospitalImage Credit source: File Image
Follow Us:
Harin Matravadia
| Edited By: | Updated on: Jun 09, 2022 | 10:17 PM

અમદાવાદમાં (Ahmedabad)  રખિયાલ વિસ્તારમાં આવેલી નારાયણી હોસ્પિટલ (Narayani Hospital)  પર સ્ટાફની બેદરકારીના આરોપ લાગ્યા છે જેમાં દર્દીના(Patient)  મોત પૂર્વે પરિવારજનો દ્વારા બનાવવામાં આવેલો વીડિયો પણ સામે આવ્યો છે. જેના આધારે પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે ઘટનાની તપાસ શરૂ કરી છે. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ શહેરની રખિયાલ વિસ્તારમાં આવેલી નારાયણી હોસ્પિટલમાં એક દર્દીની સારવાર ચાલી રહી હતી, ત્યારે તેને અચાનક તબિયત બગડી હતી. પરિવારજનો એ ત્યાં હાજર સ્ટાફને સારવાર માટે જણાવ્યું હતું. જોકે પરિવારજનોના કહેવા બાદ પણ ત્યાંનો સ્ટાફ દર્દીની સારવાર કરવાને બદલે ઊભા ઊભા પરિસ્થિતિ નિહાળી રહ્યા હતા અને આ સમગ્ર ઘટનાનો વીડિયો દર્દીના પરિવારજનો દ્વારા મોબાઈલમાં કેદ કરવામાં આવ્યો હતો.

પોલીસે મૃતકની પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કામગીરી હાથ ધરી

જેમાં દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી ત્યારે ત્યાં આજુબાજુ ઉભેલા સ્ટાફ દ્વારા કોઈ સારવાર શરૂ કરવામાં આવી ન હતી અને સૌ કોઈની નજર સામે દર્દીનું મોત નિપજ્યું હતું અને આખરે તમામ સ્ટાફ દર્દીને બચાવવામાં પ્રયત્નો કરતો હોય તેવું વીડિયોમાં સામે આવ્યું છે.જોકે સમગ્ર મામલે દર્દીના પરીવારજનોએ રખિયાલ પોલીસને જાણ કરી હતી. હાલ રખિયાલ પોલીસે મૃતકની પેનલ પોસ્ટમોર્ટમ કરાવવાની કામગીરી હાથ ધરી છે અને અકસ્માતે મોતની નોંધ દાખલ કરી છે. પીએમ રિપોર્ટ બાદ પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જે રીતે દર્દીના પરિવારજનો જણાવે છે કે દર્દીનું થોડા સમય પહેલા ઓપરેશન કરાવવામાં આવ્યું હતું.

હોસ્પિટલ સ્ટાફ સારવાર આપવાને બદલે જોઈ રહ્યા હતા

જેમાં લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હતો છતાં પણ સ્ટાફ અને ડોકટર દ્વારા યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું હતું નહિ. જે ઓપરેશન સરકારી યોજના મુજબ થતું હતું તે પણ દર્દીની પરિસ્થિતિ યોગ્ય નહિ હોવાનું જણાવી ડોકટરો દ્વારા પેકેજ દ્વારા કરાવવામાં આવ્યું આમ છતાં દર્દીને યોગ્ય સારવાર મળતી નહોતી.જોકે આખરે સારવાર લઈ રહેલા દર્દીની તબિયત બગડી રહી હતી તે સમયે દર્દીના પરિવારજન દ્વારા મોબાઈલ વીડિયો શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પરિવારજનો દર્દીને સારવાર આપવા જણાવી રહ્યા હતા અને ત્યાં ઉભેલા હોસ્પિટલ સ્ટાફ સારવાર આપવાને બદલે જોઈ રહ્યા હતા તો અમુક સ્ટાફ મોબાઈલમાં વ્યસ્ત હોવાનું વીડિયો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.

દિવાળી પહેલા નારંગીની છાલથી બનાવો આ ખાસ ફેસપેક, ચહેરા પર આવશે નિખાર
આજનું રાશિફળ તારીખ : 25-10-2024
ચણા કે મગ, કઈ ફણગાવેલી દાળ વધુ શક્તિશાળી છે?
ભારતની સ્ટાર ખેલાડીએ અચાનક લીધો સંન્યાસ
ભૂખ્યા પેટે આ 5 વસ્તુ ખાવાની ભૂલ ક્યારેય ન કરતાં, નિષ્ણાતોએ જણાવ્યા કારણ
ભારતથી કેનેડા કાર વડે જવું સંભવ છે ? જાણો

આ સમગ્ર મામલે પરિવાર દ્વારા રખિયાલ પોલીસને જાણ કરી જણાવ્યું હતું કે હોસ્પિટલ સ્ટાફ ની બેદરકારીને કારણે દર્દીનું મોત નિપજ્યું છે. પોલીસે મૃતક નું પેનલ પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે અને પીએમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે. હાલતો સમગ્ર મામલે અકસ્માતે મોતની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
વાવ બેઠક પર કોંગ્રેસે ગુલાબસિંહ રાજપુતને આપી ટિકિટ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
અમીરગઢ પાસેની માવલ ચેકપોસ્ટ પરથી 7 કરોડથી વધુ રોકડ ઝડપાઇ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
દિવાળી દરમિયાન ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે છે પાછોતરો વરસાદ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓ અને શત્રુઓથી રહે સાવધાન
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
સુરતના માંગરોળ ગેંગરેપ કેસમાં પોલીસે રજૂ કરી 3000 પાનાની ચાર્જશીટ
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો વધુ એક ગુનો
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં કોંગ્રેસ-AAP વચ્ચે થશે ગઠબંધન
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ? Video એ લોકોને આપ્યો ઝટકો
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં બાઈક અને રીક્ષા જોવા મળી
g clip-path="url(#clip0_868_265)">