Note Bundle scam video : આંખો બંધ કરીને લઈ લો છો 500 રુપિયાનું બંડલ ? Viral Video એ લોકોને આપ્યો ઝટકો
Shocking Viral Video : આ વીડિયો જોયા પછી તમે પણ સતર્ક થઈ જશો અને સમજી શકશો કે તે 10-20 રૂપિયાની નોટનું બંડલ હોય કે 500 રૂપિયાનું બંડલ, તેને ખોલીને તેને સારી રીતે તપાસવું જરૂરી છે.
Shocking Viral Video : લગ્નના પ્રસંગો હોય ત્યારે નવી નોટોના બંડલ ખૂબ કામ આવે છે. જો કે વ્યક્તિ 10-20 રૂપિયાની નોટના બંડલ લેતી વખતે આટલું ચેક કરતા નથી કે તેમાં કેટલી નોટો છે. જ્યારે 500 રૂપિયાની નોટની વાત આવે છે ત્યારે તેને ચેક કરવી જરૂરી છે. પરંતુ સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોએ લોકોને ચોંકાવી દીધા છે.
એવી રીતે બહાર કાઢે છે કે કોઈને ખબર પણ ના પડે
એક વ્યક્તિ એક બેન્ક માંથી 500 રુપિયાની નોટોનું બંડલ લઈને આવે છે. તેમાં એક ઢાંકણા વાળી પેન બંડલના પેકિંગ અંદર નાખે છે. એક નોટને એવી રીતે બહાર કાઢે છે કે આંખોને જોતા વિશ્વાસ જ ના આવે કે આવી રીતે પણ નોટ બહાર આવી શકે. પેનના ઢાંકણામાં એક નોટને ફસાવીને તેને ગોળ-ગોળ ફેરવે છે. આ નોટ ને આંખના પલકારામાં એવી રીતે બહાર કાઢે છે કે કોઈને ખબર પણ ના પડે.
આ વીડિયો પરથી જાણવા એ મળે છે કે જ્યારે પણ નવી નોટનું બંડલ લેવા જાવ ત્યારે નોટને ગણીને પછી જ બંડલ લેવું જોઈએ. આ વીડિયો ને એટલા લોકો સુધી પહોંચાડો કે દરેક લોકોને આવા સ્કેમની જાણ થાય અને કોઈ આવા સ્કેમનો શિકાર ના થાય.
ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી
આજે આ રાશિના લોકોની કિસ્મત ખુલશે, જીવનસાથી તરફથી મળશે ખાસ સરપ્રાઇઝ
અમિત શાહ વિશે આનંદીબેન પટેલે ઈશારા-ઈશારામાં કહી દીધી આ મોટી વાત- Video
ગ્લોબલ સ્પોર્ટ્સ હબ બનાવવાની દિશામાં અમદાવાદ, 2030 CWG માટે તૈયારીઓ

