AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો અપ્રમાણસર મિલ્કતનો ગુનો, જુઓ Video

Ahmedabad : લાખો રુપિયાની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDO સામે નોંધાયો અપ્રમાણસર મિલ્કતનો ગુનો, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2024 | 2:51 PM

રાજ્યમાં અવારનવાર લાંચિયા અધિકારીઓ ઝડપાતા રહે છે. ત્યારે 20 લાખની લાંચ લેતા ઝડપાયેલા AMCના ATDOનો કેસમાં પણ દિવસે દિવસે નવા ખુલાસા થઈ રહ્યાં છે. આસિસ્ટન્ટ ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર હર્ષદ ભોજક વિરુદ્ધ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

સસ્પેન્ડ ATDO વિરુદ્ધ આવક કરતાં વધુ સંપત્તિનો ગુનો દાખલ કરાયો છે. ACBના સર્ચ દરમિયાન ATDO ભોજકના ઘરેથી રોકડા ₹73 લાખ મળ્યા હતા. 4 લાખની કિંમતની સોનાની લગડીઓ પણ મળી આવી હતી. પૂછપરછમાં સંતોષકારક જવાબ ન મળતા અપ્રમાણસર મિલ્કતનો ગુનો નોંધાયો છે.

AMCના સસ્પેન્ડ ATDO વિરુદ્ધ વધુ એક ગુનો

ઉલ્લેખનીય છે કે AMCના ATDO હર્ષદ ભોજક વિરુદ્ધ તારીખ 1 ઓગસ્ટ, 2024ના રોજ રૂપિયા 20 લાખની લાંચ લેવા અંગેનો ગુનો દાખલ કરાયો હતો. ACBએ જ્યારે ભોજકના બેંક લોકરની તપાસ કરી હતી. ત્યારે લોકરમાંથી પણ 30 લાખની કિંમતના સોનાના બિસ્કીટ તેમજ 40 લાખના ઘરેણાં મલી આવ્યા હતા. SBIની વાડજ બ્રાન્ચનું ભોજકનું લોકર સીલ કરીને વધુ તપાસ હાથ ધરાઈ હતી.આ પછી ATDO હર્ષદ ભોજકના ઘરે તપાસ કરતાં ત્યાંથી પણ રોકડ મળી આવી હતી.

g clip-path="url(#clip0_868_265)">