Bharuch : દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર પ્રતિબંધ છતાં ટુ -વ્હીલર અને થ્રી – વ્હીલર ફરતા દેખાયા, જુઓ Video
કાયદાના ધજાગરા ઉડાડતી કેટલીક ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર નિયમનો ભંગ કરતી ઘટના સામે આવી છે. દિલ્હી - મુંબઈ એક્સપ્રેસ હાઈવે ફરી ટુ -વ્હીલર અને થ્રી - વ્હીલર ફરતા દેખાયા છે.
કાયદાના ધજાગરા ઉડાડતી કેટલીક ઘટનાઓ વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આવી જ એક ઘટના દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર નિયમનો ભંગ કરતી ઘટના સામે આવી છે. દિલ્હી – મુંબઈ એક્સપ્રેસ હાઈવે ફરી ટુ -વ્હીલર અને થ્રી – વ્હીલર ફરતા દેખાયા છે.
એક્સપ્રેસ હાઈવે પર બાઈક અને રીક્ષા ક્યાંથી પ્રવેશે છે તે મોટો એક પ્રશ્ન છે. પુરપાટ આવતા વાહનોની અડફેટે ટુ – વ્હીલર અને થ્રી – વ્હીલર આવે તો જવાબદાર કોણ ? આ રીતે એક્સપ્રેસ હાઈવે પર ગેરકાયદે પ્રવેશતા વાહનો સામે થશે કાર્યવાહી ? આ પ્રકારના અનેક પ્રશ્નો થઈ રહ્યાં છે.
SG હાઈવે પર અકસ્માતમાં એકનું મોત
બીજી તરફ અમદાવાદના SG હાઈવે પર અકસ્માતમાં એકનું મોત થયુ છે. YMCA ચાર રસ્તા પર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાઈપ ભરેલી ટ્રક રેતી ભરેલી ટ્રક સાથે ટકરાતા ડ્રાઈવરનું મોત નિપજ્યું છે. દરવાજો કાપીને ટ્રક ડ્રાઈવરનો મૃતદેહ બહાર કઢાયો છે. ફાયર વિભાગની ટીમને દરવાજો કાપી બહાર કાઢવામાં આવ્યો છે. મૃતદેહને સોલા સિવિલ પોસ્ટમોર્ટમ માટે ખસેડાયો છે.