વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા, 50થી વધુ લોકરો સિઝ કરાયા, જુઓ Video
દિવાળીના તહેવાર પૂર્વે વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા પાડ્યાં છે. વડોદરાના નામાંકીત બિલ્ડરોને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે. બીજા દિવસે 50થી વધુ લોકરો સિઝ કરવામાં આવ્યા છે.
દિવાળીના તહેવાર પૂર્વે વડોદરામાં સતત બીજા દિવસે ITના દરોડા પાડ્યાં છે. વડોદરાના નામાંકીત બિલ્ડરોને ત્યાં તવાઈ બોલાવવામાં આવી છે. બીજા દિવસે 50થી વધુ લોકરો સિઝ કરવામાં આવ્યા છે. આ સાથે જ બેંકમાં થયેલા વ્યવહારો અંગે પણ તપાસ શરુ કરાઈ હતી. કોમ્પ્યુટર અને અન્ય દસ્તાવેજોની પણ ચકાસણી શરૂ કરાઇ હતી.
ગઈકાલે પણ વડોદરાના 4 નામાંકિત બિલ્ડર ગ્રુપ પર તવાઇ બોલાવવામાં આવી હતી. નિલેશ શેઠ અને સોનક શાહ સહિતના ભાગીદારોને ત્યાં દરોડા પાડ્યાં હતા. સિદ્ધેશ્વર ગૃપની ઓફિસો પર પણ IT વિભાગે કાર્યવાહી હાથ ધરી હતી.
સમા સાવલી રોડ પર આવેલી ઓફિસમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ચાર બિલ્ડર ગ્રુપ અને તેના ભાગીદારોને ત્યાં 20 જગ્યાએ દરોડા IT વિભાગે દરોડા પાડવામાં આવ્યા હતા. અમદાવાદ, સુરતના 150થી વધુ અધિકારીઓ જોડાયા હતા. રત્નમ ગ્રુપ સાથે સંકળાયેલા આર્કિટેક સહિત સ્થળે સર્ચઓપરેશન કરાયું હતું.