Ahmedabad: પોલીસ કર્મચારી જ બન્યો ઠગબાજ, વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા

અમદાવાદના વાસણાના વેપારી દિનેશ ઠક્કરને લક્ઝુરિયસ ગાડી ખરીદવી ભારે પડી છે. કારણકે એક પોલીસ કર્મચારીએ તેની પાસેથી લાખોની ઠગાઇ કરી નાખી.

Ahmedabad: પોલીસ કર્મચારી જ બન્યો ઠગબાજ, વેપારી પાસેથી લાખો રૂપિયા પડાવ્યા
ઠગાઇ કરનાર પોલીસ કર્મચારી
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Jun 09, 2022 | 8:28 PM

અમદાવાદમાં (Ahmedabad) ઠગો લોકો સાથે ઠગાઇ કરવાના હવે નવા નવા હથકંડા અપનાવી રહ્યા છે. આવો જ એક ઠગાઇનો બનાવ સામે આવ્યો છે. જો કે આ ઘટનામાં ઠગબાજ બીજુ કોઇ નહીં પણ પોલીસ કર્મચારી (Police) જ હોવાનું સામે આવ્યુ છે. એક પોલીસ કર્મચારીએ સેલ્ફ ડ્રાઇવ કંપની પાસેથી ભાડે કાર મેળવી એક વેપારીને લક્ઝુરિયસ કાર સસ્તા ભાવે આપવાનું કહી લાખો રૂપિયા પડાવ્યા. જોકે સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસ કર્મચારી ભાંડો ફૂટી ગયો. અમદાવાદના વાસણાના વેપારી દિનેશ ઠક્કરને લક્ઝુરિયસ ગાડી ખરીદવી ભારે પડી છે. કારણકે એક પોલીસ કર્મચારીએ તેની પાસેથી લાખોની ઠગાઇ કરી નાખી.

ઘટના એવી છે કે વેપારી દિનેશ ઠક્કર ગાડી લે વેચનો ધંધો કરે છે. આ દરમિયાન સાબરમતી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા આકાશ પટેલે રૂપિયા 37 લાખની લક્ઝુરિયસ કાર રૂપિયા 25 લાખમાં વેચવાની લાલચ આપી. વેપારીએ લાલચમાં રૂપિયા 12 લાખ રોકડા આપી દીધા, પરતું જસ્ટ ડ્રાઇવ કંપનીના સંચાલકોએ ગાડીના એન્જીન લોક મારી દેતા પોલીસ કર્મચારીની ઠગાઇનો ભાંડો ફૂટ્યો. જે બાદ વેપારીએ આનંદ નગર પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી ફરિયાદ નોંધાવી.

પોલીસ કોન્સ્ટેબલ તરીકે આકાશ પટેલ છેલ્લા પાંચ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજા બજાવે છે. અગાઉ પાલડી પોલીસ સ્ટેશનમાં આકાશ ફરજ બજાવતો હતો તે દરમિયાન દિનેશ ઠક્કર પરિચયમાં આવ્યો હતો. દૂધના વેપાર બાદ દિનેશ ઠક્કરે ગાડી લે વેચનો ધંધો શરૂ કરતાં જ આકાશ પટેલે ઠગાઈનું ષડયંત્ર રચ્યું. પછી જસ્ટ ડ્રાઇવ કંપનીમાંથી સેલ્ફ ડ્રાઇવ માટે કાર ભાડે રાખી અને આ કાર દિનેશ ભાઈને વેચાણ કરી.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

દિનેશ ઠક્કરે 12 લાખ ખર્ચી ગાડી ખરીદી ત્યારબાદ ગાડીના ડોક્યુમેન્ટ નહિ આપીને આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરાર થઈ ગયો. વેપારી ગાડીની તપાસ કરતા સામે આવ્યું કે, ગાડી અન્ય કોઈ વ્યક્તિના નામે હતી. જોકે વેપારી દિનેશ ઠક્કરને પહેલા પોલીસ કર્મી આકાશના પિતાના નામે ગાડી હોવાનું કહીને ઠગાઇ આચરી છે.

આનંદ નગર પોલીસે તપાસ કરતા પોલીસકર્મી આકાશ પટેલ છેલ્લા પાંચ મહિનાથી ફરજ પર હાજર ન થતો હોવાથી સાબરમતી પોલીસ મથકના પીઆઈએ ઉચ્ચ અધિકારીઓને રિપોર્ટ કર્યો હતો. જો કે હવે આકાશ વિરુદ્ધ છેતરપીંડી ફરિયાદ નોંધાતા ઉચ્ચ અધિકારીએ આકાશને સસ્પેન્ડ કરી દીધો છે. ત્યારે પોલીસકર્મી આકાશએ અન્ય કોઈ લોકો સાથે ઠગાઇ કરી છે કે કેમ તે દિશામાં તપાસ શરૂ કરી છે.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">