AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad: ગુજરાતની 55 યુનિવર્સિટી અને 1767 કોલેજો પાસે NAACની માન્યતા જ નથી, કોંગ્રેસે રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ

Ahmedabad: લોકસભામાં પૂછાયેલા એક સવાલના જવાબમાં ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ દર્શાવતા આંકડા રજૂ કરવામાં આવ્યા છે. જેમા જણાવાયુ છે કે રાજ્યની 55 યુનિવર્સિટી અને 1767 કોલેજો પાસે NAACની માન્યતા જ નથી. ત્યારે કોંગ્રેસે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા સામે સવાલ ઉઠાવ્યા છે અને જે કોલેજો પાસે નેકની માન્યતા નથી તેમને તાત્કાલિક નેક માન્યતા મેળવી લેવાની સરકાર ફરજ પાડે તેવી માગ કરી છે. 

Ahmedabad: ગુજરાતની 55 યુનિવર્સિટી અને 1767 કોલેજો પાસે NAACની માન્યતા જ નથી, કોંગ્રેસે રાજ્યની ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા સામે ઉઠાવ્યા સવાલ
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 25, 2023 | 10:40 PM
Share

Ahmedabad:  યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)ના નિર્દેશ મુજબ દેશની દરેક યુનિવર્સિટી અને કોલેજોએ નેશનલ એસેસમેન્ટ એન્ડ એક્રેડિટેશન કાઉન્સિલ (NAAC) ની માન્યતા મેળવવી જરૂરી છે. જોકે લોકસભામાં રજૂ થયેલ આંકડાઓ મુજબ  ગુજરાતની 55 યુનિવર્સિટીઓ અને 1767 કોલેજો પાસે NAAC ની માન્યતા નહીં હોવાનું સામે આવ્યું છે. જે તે કોલેજ કે યુનિવર્સિટીનું શિક્ષણ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર કયા પ્રકારનું છે, એ NAACના સ્કોર પરથી અંદાજ આવતો હોય છે.

ગુજરાતની 66% યુનિવર્સિટી અને 78% કોલેજ પાસે NAAC ની માન્યતા નથી

ગુજરાતને ગ્લોબલ એજ્યુકેશન ડેસ્ટિનેશન બનાવવાના દાવા થઈ રહ્યા છે. વિદેશી યુનિવર્સિટીઓ ગુજરાતમાં આવી રહી છે અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓને મંજૂરીઓ અપાઈ રહી છે. ત્યારે રાજ્યમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ કયા પ્રકારની છે, તેનો ચિતાર રજૂ કરતા આંકડાઓ લોકસભામાં રજૂ થયા છે. જે મુજબ ગુજરાતની 66% યુનિવર્સિટીઓ અને 78% કોલેજો પાસે નેશનલ એસેસમેન્ટેશન એન્ડ એક્રેડીટેશન કાઉન્સિલની માન્યતા ના હોવાનું સામે આવ્યું છે. રાજ્યની 83 પૈકી 55 યુનિવર્સિટીઓ અને 2267 પૈકી 1767 કોલેજોએ NAAC માન્યતા પ્રાપ્ત થયેલ ના હોવાનું લોકસભામાં એક સવાલના જવાબમાં રજૂ કરાયેલા આંકડાઓમાં સામે આવ્યું છે.

7  પ્રકારના કી ઈન્ડીકેટર્સ દ્વારા થાય છે મૂલ્યાંકન

NAAC ના મૂલ્યાંકનમાં સાત જેટલા મુખ્ય સુચકોનો સમાવેશ થાય છે. યુનિવર્સિટી અને કોલેજોમાં માળખાકીય સુવિધાઓ, અભ્યાસક્રમ, શિક્ષણ અને ભણતરનું મૂલ્યાંકન, રિસર્ચ અને ઇનોવેશન, વિદ્યાર્થીઓના સપોર્ટની વ્યવસ્થા, મેનેજમેન્ટ, સંસ્થાના મૂલ્યોના આધારે 1000 ગુણમાંથી મૂલ્યાંકન થાય છે. આ મૂલ્યાંકનમાં અભ્યાસક્રમની ડિઝાઈન, પૂરતા અને ગુણવત્તાવાળા અઘ્યાપકો, વિદ્યાર્થીઓનું પરફોર્મન્સ, રિસર્ચને પ્રાધાન્ય, લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓ માટેની વ્યવસ્થા જેવા મુદ્દાઓને આવરી લેવામાં આવે છે. આ મૂલ્યાંકન બાદ યુનિવર્સિટી અને કોલેજોને A, B, C અને D કેટેગરીમાં મૂકવામાં આવે છે.

કેટલીક કોલેજો દ્વારા NAACની માન્યતા પૂર્ણ થયા બાદ ફરી મેળવવાની તસ્દી જ ન લેવાઈ

લોકસભાના આંકડાઓને રજૂ કરતા કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા એ જણાવ્યું કે આ ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ દર્શાવી રહયું છે. કેટલીક કોલેજો અને યુનિવર્સિટીની NAAC મૂલ્યાંકનની સાઇકલ પૂર્ણ થઈ ગઈ હોવા છતાં તેઓ મૂલ્યાંકન મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા નથી.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં વરસાદે સર્જેલી તારાજી બાદ કોંગ્રેસની સહાયની માગ, જુનાગઢમાં 200 કરોડનું નુકસાન ભાજપ શાસનમાં દબાણના કારણે થયું: મોઢવાડિયા

ગુજરાતની યુનિવર્સિટીઓ અને કોલેજોમાં પૂરતી માળખાકીય વ્યવસ્થાઓનો અભાવ, પૂરતા અને યોગ્ય અધ્યાપકોની ઘટ, કથળતું શિક્ષણ જેવા મુદ્દાઓથી હાટડીઓ બનેલી શૈક્ષણિક સંસ્થાઓને નિમ્ન કક્ષાનું મૂલ્યાંકન મળે તેનો ડર સતાવી રહ્યો છે કે શું? તે સવાલ ઊભો થાય છે. ગુજરાત સરકાર જો સાચા અર્થમાં શિક્ષણના સુધારની દિશામાં વિચારતા હોય તો તાત્કાલિક દરેક યુનિવર્સિટી અને કોલેજોએ NAACનું ફરિજયાત મૂલ્યાંકન કરાવું જોઈએ. જો શૈક્ષણિક સંસ્થાઓ મૂલ્યાંકન ના કરાવડાવે તો માન્યતા રદ્દ થાય ત્યાં સુધીની કાર્યવાહી કરવી જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">