ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ રજૂ કરાશે, જાણો એક્ટની મહત્વની જોગવાઇઓ

મંત્રીએ જણાવ્યું હતું કે,યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલ છે તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે. આમ, યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ધોરણો પ્રમાણે કરવી આવશ્યક બને છે.

ગુજરાત વિધાનસભાના ચોમાસું સત્રમાં ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ રજૂ કરાશે, જાણો એક્ટની મહત્વની જોગવાઇઓ
Gujarat Univercity Acts Present In Assembly
Follow Us:
Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 25, 2023 | 7:58 PM

Gandhinagar: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયોની વિગતો આપતા ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ અને પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, NEP- 2020 હેઠળ તમામ યુનિવર્સિટીઓમાં એક સરખા માળખા અને કાર્યપદ્ધતિના સુચારુ અમલ માટે ગુજરાતમાં એક સમાન કાયદો અનિવાર્ય છે.

કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોવો અનિવાર્ય

રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020ની જરૂરીયાતોના સંદર્ભે એકસરખા માળખા પર અને કાર્યપદ્ધતિ પર આધારીત હોય તેવી પ્રણાલીગત તમામ યુનિવર્સિટીઓ માટે એક સમાન કાયદો બનાવીને અમલ કરવાનું સરળ, યોગ્ય, વ્યવહારૂ અને કાયદાકીય રીતે પણ વાજબી અને ન્યાયપૂર્ણ છે. જે માટે રાજ્યની યુનિવર્સિટીઓ માટે કોમન પબ્લિક યુનિવર્સિટી એક્ટ હોવો અનિવાર્ય અને જરૂરી પણ છે.હાલ દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, બિહાર, કર્ણાટક,આંધ્રપ્રદેશ રાજયોમાં યુનિવર્સિટી કોમન એકટ બનાવવામાં આવ્યો છે તેમ મંત્રી ઋષિકેશ પટેલ એ કહ્યું છે.

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 ના સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર

જેમાં મંત્રીએ કહ્યું હતું કે, ગુજરાત વિધાનસભાના આગામી ચોમાસું સત્રમાં ‘ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ (કોમન એક્ટ) રજૂ કરવામાં આવશે. પ્રવક્તા મંત્રી પટેલે ગુજરાત યુનિવર્સિટીઝ એક્ટ ડ્રાફ્ટ બીલની વિશેષ જોગવાઈઓ અંગે જાણકારી આપતાં કહ્યું હતું કે, નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ- 2020 ના સમગ્ર દેશમાં ગુજરાત અગ્રેસર રાજ્ય છે.

તમારા મગજને શાર્પ કરવાની 10 સરળ રીતો
132 કરોડ રૂપિયાનો માલિક છે અશ્વિન, ઘરની કિંમત જાણીને ચોંકી જશો
ડિનર પહેલાં અને ડિનર પછી દારૂ પીવામાં શું તફાવત છે, દરેકે જાણવું જોઈએ
પૂર્વ દિશામાં પગ રાખીને સૂવાથી શું થાય છે ?
ગુજરાતી સિંગર અરવિંદ વેગડાના ગીત વગર ખેલૈયાની નવરાત્રી અધુરી છે, જુઓ ફોટો
આ 5 લોકોના ઘરે ક્યારેય ન કરવુ જોઈએ ભોજન

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC) અને કેન્દ્ર સરકારની રેગ્યુલેટરી બોડીઝ જે પ્રમાણે નીતિઓ ઘડે છે તે પ્રમાણે સમયાંતરે રાજ્ય સરકાર દ્વારા ઘણા ઠરાવ અને નોટિફિકેશન્સ બનાવવામાં આવે છે. જેનો અમલ રાજ્યની યુનિવર્સિટીઓમાં સમયાંતરે થાય તે મુજબની જોગવાઈઓ કરવામાં આવી છે.રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના મુખ્ય મુદ્દાઓનું રાજ્યની યુનિવર્સિટીમાં અમલીકરણ થાય તે મુજબ યુનિવર્સિટી ઉદ્દેશ્યો, સત્તાઓ અને ફરજો માટે જોગવાઈ ઉપરાંત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જોડાણો, ઇનોવેશન, ઇન્ક્યુબેશન અને એન્ટરપ્રાઇઝ જેવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ૨૦૨૦ના મહત્વના મુદ્દાઓની કામગીરી કરવા માટે સત્તાધિશોની નિમણૂક માટેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે,યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)એ વાઈસ ચાન્સેલર તેમજ અન્ય ઓફિસર્સની નિમણૂક માટેના જે ધોરણો દર્શાવેલ છે તે રાજ્યની તમામ યુનિવર્સિટી માટે પણ સમાન છે. આમ, યુનિવર્સિટીના તમામ અધિકારી અને સ્ટાફની નિમણૂક યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (UGC)ના ધોરણો પ્રમાણે કરવી આવશ્યક બને છે.

યુનિવર્સિટીનું સંચાલન સુચારૂ રૂપે થાય તે માટે બોર્ડ ઓફ મેનેજમેન્ટની રચના કરવા અંગેની મહત્વની જોગવાઈ કરવામાં આવી છે. હાલમાં જે યુનિવર્સિટી ખાતે બોર્ડ ગવર્નન્સ કે બોર્ડ ઓફ મેનેજમેન્ટની જોગવાઈ નથી તે જ યુનિવર્સિટીઓનો જ આ એક્ટ અંતર્ગત સમાવેશ કરવામાં આવે છે.

રાજ્ય સરકારને કોઈપણ જોગવાઈઓના પાલન માટે જરૂરી હોય તેમ સમયાંતરે નિર્દેશો જારી કરવાની સત્તા પણ હશે તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે, જરૂરીયાત મુજબ વધુ સંખ્યામાં અધિકારીઓ/બોર્ડ/સમિતિ/કાઉન્સિલની જોગવાઈઓ ઉપરાંત અસરકારક નિયમો અને નિયમન સાથે નવી કાઉન્સિલ/કમિટીઓ પણ ઉમેરવામાં આવી છે. આ એકટના અમલથી સંશોધન- સઘન અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકાશે.

વધુમાં યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક, વહીવટી અને નાણાકીય ઓટોનોમી પૂરી પાડવામાં આવશે.

કોમન યુનિવર્સિટી એક્ટની મહત્વની જોગવાઈઓ

  • જરૂરિયાત મુજબ વધુ સંખ્યામાં અધિકારીઓ/ બોર્ડ /સમિતિ કાઉન્સિલની જોગવાઈઓ, અસરકારક નિયમો- નિયમન સાથે નવી કાઉન્સિલ/ કમિટીઓ ઉમેરવામાં આવી છે
  • યુજીસીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટી અને તેની સંલગ્ન શૈક્ષણિક સંસ્થાઓને તમામ શૈક્ષણિક વહીવટી અને નાણાકીય ઓટોનોમિ પૂરી પાડવામાં આવશે
  • દેશમાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ‘યુનિવર્સિટી કોમન એક્ટ’ બનાવવામાં આવ્યો છે

ગાંધીનગર સહિત ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
તરણેતરના મેળામાં ભોજપૂરી ડાન્સરના ડાન્સથી લજવાઈ સંસ્કૃતિ- Video
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
iPhone 16 ખરીદવા પડાપડી, શો રૂમ બહાર ખરીદારોની લાગી લાંબી લાઈનો
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
ક્ષત્રિય સંમેલનમાં કૃષ્ણકુમારસિંહજીના વારસદારની પ્રમુખ તરીકે વરણી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
વુુડામાં 11 જેટલી સોસાયટીમાં 9 મહિનાથી પાણી ન આવતા લોકોને હાલાકી
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
કડીના રાજપુરમાં બોરમાંથી લાલ પાણી આવતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
રેસિડેન્શિયલ ઝોનમાં ઈન્ડસ્ટ્રીયલ પ્લોટની ફાળવણી કરાતા લોકોમાં રોષ
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
જનતા પર ઝીંકાયો મોંઘવારીનો વધુ એક માર, ખાદ્યતેલના ભાવમાં ધરખમ વધારો
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
પોલીસને હવે ભાજપનો ખેસ પહેરવાનો બાકી છે
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
ST કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
દ્વારકાના દરિયાની વચ્ચેથી પસાર થતી ટ્રેનનો અદભૂદ નજારો, જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">