AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સૌરાષ્ટ્રમાં વરસાદે સર્જેલી તારાજી બાદ કોંગ્રેસની સહાયની માગ, જુનાગઢમાં 200 કરોડનું નુકસાન ભાજપ શાસનમાં દબાણના કારણે થયું: મોઢવાડિયા

Ahmedabad: સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ બાદ ભારે તારાજી સર્જાઈ છે. વરસાદે વેરેલા વિનાશ બાદ લોકોના જાનમાલનું પારાવાર નુકસાન થયુ છે. જુનાગઢમાં લીલા દુષ્કાળની સ્થિતિ છે, ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માગ કરી છે.

સૌરાષ્ટ્રમાં વરસાદે સર્જેલી તારાજી બાદ કોંગ્રેસની સહાયની માગ, જુનાગઢમાં 200 કરોડનું નુકસાન ભાજપ શાસનમાં દબાણના કારણે થયું: મોઢવાડિયા
Narendra Rathod
| Edited By: | Updated on: Jul 24, 2023 | 11:13 PM
Share

Ahmedabad: સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડેલ ભારે વરસાદને કારણે જાનમાલને નુકસાન થયું છે, ત્યારે કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી સહાયની માંગ કરી છે. સાથે જ ઘેડ વિસ્તારમાં વર્ષોની માંગણી છતાં પણ તળાવ અને નદીના બાકી રહેલ કામ પૂર્ણ ના થતા દર વર્ષની જેમ આ વર્ષે પણ ઘેડપંથકમાં પાણી ભરાયા હોવાનો આક્ષેપ મોઢવાડિયાએ કર્યો છે. સાથે જ દાવો કર્યો છે કે જુનાગઢ મહાનગરપાલિકામાં ભાજપ શાસનમાં થયેલ દબાણના કારણે પાણીનો કુદરતી નિકાલ ના થયો અને 200 કરોડનું નુકસાન થયું.

ઘેડ પંથકમાં તાકીદે સૂકો ઘાસચારો રાહત દરે પુરો પાડવામાં આવે- મોઢવાડિયા

બિપરજોય વાવાઝોડા અને ત્યારબાદ અતિ ભારે વરસાદને કારણે ગીર સોમનાથ, જુનાગઢ, પોરબંદર, જામનગર, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં નુકસાની જોવા મળી રહી છે. અનેક જગ્યાઓ પર ખેતરોમાં પાણી ભરેયલા છે તો ખેડૂતોએ વાવણી કર્યા બાદ વરસાદથી પુનઃ વાવણી કરવી પડે એવી સ્થિતિ છે. કોંગ્રેસ નેતાઓએ પૂરગ્રસ્ત અને અતિવૃષ્ટિવાળા વિસ્તારોની મુલાકાત કરી હતી.

મુલાકાત બાદ કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાએ મુખ્યમંત્રીને પત્ર લખી અનુરોધ કર્યો છે કે ઘેડ વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પાણી ભરાયેલા છે. ત્યાંનાં ગામડાઓમાં NDRFની ટીમો મોકલીને તાકીદે મેડિકલ સહિતની સેવાઓ પૂરી પાડવામાં આવે. છેલ્લા 10-15 દિવસથી પાણી ભરાયેલા હોવાના કારણે પશુઓ ઘાસચારા વિનાના છે, ત્યાં તાકીદે સૂકો ઘાસચારો રાહત દરે વન વિભાગ મારફતે પૂરો પાડવામાં આવે.

વરસાદને કારણે રોજીરોટી ગુમાવનારને 1 મહિનાનું કેશડોલ્સ આપવા કોંગ્રેસની માગ

મોઢવાડિયાએ વધુમાં જણાવ્યુ કે ઘેડ સહિત રાજ્યના સમગ્ર પુરગ્રસ્ત વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રોજીરોટી ગુમાવનારને 1 મહિનાનું કેશ ડોલ્સ તથા ઘરવખરીને થયેલ નુકસાન પેટે વળતર આપવામાં આવે. ઘેડ વિસ્તારની નદીઓ, કેનાલો અને તળાવો ઊંડા અને પહોળા કરવામાં આવે. જે જિલ્લાઓમાં વાવેતર નિષ્ફળ ગયું છે તે તમામ ખેડૂતોને કપાસ, મગફળી, સોયાબીન, જુવાર સહિતના બિયારણ વિનામૂલ્યે પૂરા પાડવામાં આવે અને બને એટલી જલ્દી સર્વે કામગીરી પૂર્ણ કરવામાં આવે.

આ પણ વાંચો : Ahmedabad ISKCON Car Accident: તથ્યના ચહેરા પર 9 લોકોને માર્યા હોવાનું દર્દ નહીં, શું કહ્યું DCPએ, જુઓ Video

જુનાગઢને 200 કરોડનું નુકસાન: મોઢવાડિયા

જુનાગઢ શહેરમાં ભારે વરસાદ બાદ જે તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે એ બાબતને લઈ મોઢવાડિયાએ દાવો કર્યો છે કે મહાનગરપાલિકાના ભ્રષ્ટાચારને કારણે વોંકળા અને નાળાઓ પર દબાણ થવાને કારણે જુનાગઢ જળબંબાકાર થયું છે. ત્યાં વોંકળા અને નાળા સાફ કરવામાં આવે. ભાજપ શાસનમાં જુનાગઢ શહેરમાં આડેધડ દબાણ થતા પાણીનો કુદરતી નિકાલ નથી થઈ શક્યો અને એના જ કારણે જુનાગઢમાં વરસાદી તારાજી સર્જાઈ. ભાજપના ભ્રષ્ટાચારના કારણે જુનાગઢને 200 કરોડનું નુકસાન થયું હોવાનું દાવો મોઢવાડિયાએ કર્યો અને માગ કરી કે જે પણ શહેરમાં કુદરતી રીતે પાણીનો નિકાલ નથી થતો અને વહેણ પાસે દબાણો થયા છે એના અભ્યાસ માટે સ્પેશિયલ ટેક્નિકલ ટીમ બનાવી અભ્યાસ થવો જોઈએ.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">