AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત ! બીજા વિશ્વયુદ્ધનો શિકાર બનેલો આ દેશ કેમ ખરીદી રહ્યો છે ટનબંધ Gold જ Gold?

સોનાના ભાવમાં ઘટાડો થતા જ સેન્ટ્રલ બેંકોએ ખરીદી વધારી. યુરોપના એક દેશે એકસાથે 20 ટન સોનું ખરીદીને દુનિયાને ચોંકાવી દીધી. સોનાના ભંડારમાં ભારતને ટક્કર આપશે આ દેશ? જાણો કેમ થઈ રહી છે આટલી મોટી ખરીદી

ત્રીજા વિશ્વયુદ્ધની દહેશત ! બીજા વિશ્વયુદ્ધનો શિકાર બનેલો આ દેશ કેમ ખરીદી રહ્યો છે ટનબંધ Gold જ Gold?
| Updated on: Apr 09, 2026 | 7:06 PM
Share

જ્યારે પણ સોનાના ભાવમાં થોડો ઘટાડો થાય છે ત્યારે સામાન્ય લોકોની સાથે દુનિયાભરના દેશોની સેન્ટ્રલ બેંકો પણ સક્રિય થઈ જાય છે. ફેબ્રુઆરી મહિનામાં જ્યારે સોનાના ભાવમાં નરમાશ આવી, ત્યારે વિશ્વની બેંકોએ માત્ર એક મહિનામાં 27 ટન સોનું ખરીદી લીધું. પરંતુ આ આખી દોડમાં સૌથી વધુ ચર્ચા પોલેન્ડ નામના દેશની થઈ રહી છે.

પોલેન્ડ આટલું બધું સોનું કેમ જમા કરી રહ્યું છે?

માત્ર 3.7 કરોડની વસ્તી ધરાવતા યુરોપિયન દેશ પોલેન્ડે ફેબ્રુઆરીમાં સૌથી વધુ 20 ટન સોનું ખરીદીને બધાને આશ્ચર્યમાં મૂકી દીધા છે. પોલેન્ડનો ટાર્ગેટ તેના ગોલ્ડ રિઝર્વને 700 ટન સુધી લઈ જવાનો છે. આ દેશ અત્યારે ભારતની નજીક પહોંચવાની તૈયારી કરી રહ્યો છે. ભારત પાસે હાલમાં આશરે 880 ટન સોનું છે, જે તેના કુલ રિઝર્વના 15 ટકા છે, જ્યારે પોલેન્ડ પાસે હવે 570 ટન સોનું થઈ ગયું છે, જે તેના કુલ રિઝર્વના 31 ટકા જેટલો મોટો હિસ્સો છે.

બીજા વિશ્વયુદ્ધના ઈતિહાસ અને વર્તમાનમાં પોલેન્ડ કે યુરોપિયન દેશો જે રીતે સોનું ખરીદી રહ્યા છે, તેની પાછળનું જોડાણ ખૂબ જ ઊંડું છે. રશિયા-યુક્રેન યુદ્ધ બાદ જે રીતે વર્લ્ડ વોર-3 (WW3) ની આશંકાઓ સેવાઈ રહી છે.

હિટલર, પોલેન્ડ અને બીજા વિશ્વયુદ્ધની યાદો

બીજા વિશ્વયુદ્ધની શરૂઆત 1 સપ્ટેમ્બર, 1939ના રોજ થઈ હતી જ્યારે એડોલ્ફ હિટલરે પોલેન્ડ પર હુમલો કર્યો હતો. હિટલરની નાઝી સેનાએ પોલેન્ડને તબાહ કરી નાખ્યું હતું અને તે સમયે પોલેન્ડે પોતાનું સોનું બચાવવા માટે તેને વિદેશોમાં છુપાવવું પડ્યું હતું. ઈતિહાસ સાક્ષી છે કે જ્યારે પણ યુરોપમાં યુદ્ધના વાદળો છવાય છે, ત્યારે પોલેન્ડ સૌથી પહેલા નિશાના પર આવે છે. આજે પણ, રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં પોલેન્ડ રશિયાની સરહદની ખૂબ નજીક હોવાથી ફરી એકવાર તે જ જૂનો ઈતિહાસ યાદ કરી રહ્યું છે.

યુરોપિયન દેશો અને પોલેન્ડ કેમ ખરીદી રહ્યા છે સોનું?

પોલેન્ડ જે રીતે અત્યારે ટનબંધ સોનું ખરીદી રહ્યું છે, તેની પાછળ સુરક્ષાની ભાવના છે. જ્યારે પણ કોઈ દેશને લાગે છે કે તેના પર હુમલો થઈ શકે છે અથવા તેની કરન્સી (ચલણ) નબળી પડી શકે છે, ત્યારે તે સોનામાં રોકાણ કરે છે. સોનું એ મુશ્કેલીના સમયની સૌથી સુરક્ષિત સંપત્તિ માનવામાં આવે છે. પોલેન્ડને ડર છે કે જો રશિયા-યુક્રેન યુદ્ધ આગળ વધશે અને નાટો (NATO) દેશો તેમાં સીધા સામેલ થશે, તો કાગળના નાણાં કે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કામ નહીં આવે, માત્ર સોનું જ અર્થતંત્રને ટકાવી રાખશે.

શું રશિયા વર્લ્ડ વોર-3ની તૈયારીમાં છે?

રશિયાના વલણને જોતા ઘણા સંરક્ષણ નિષ્ણાતો માને છે કે વ્લાદિમીર પુતિન લાંબા યુદ્ધની તૈયારી કરી રહ્યા છે. રશિયાએ તાજેતરમાં પોતાની પરમાણુ નીતિમાં પણ ફેરફારના સંકેતો આપ્યા છે. યુરોપિયન દેશો સોનું ખરીદી રહ્યા છે કારણ કે તેઓ પોતાની અર્થવ્યવસ્થાને “વોર મોડ” (War Mode) માં તૈયાર કરી રહ્યા છે. રશિયાની આક્રમકતા અને પશ્ચિમી દેશો દ્વારા યુક્રેનને મળતી મદદ જોતા, દુનિયા અત્યારે બીજા વિશ્વયુદ્ધ જેવી જ બે જૂથોમાં વહેંચાયેલી દેખાય છે. જો રશિયા કોઈ નાટો દેશ (જેમ કે પોલેન્ડ) પર ભૂલથી પણ હુમલો કરે, તો તે સીધું ત્રીજા વિશ્વયુદ્ધમાં પરિણમી શકે છે.

બીજા કયા દેશો છે સોનાના શોખીન?

પોલેન્ડ સિવાય ઉઝબેકિસ્તાન અને કઝાકિસ્તાને પણ 8-8 ટન સોનું ખરીદ્યું છે. ચીનની સેન્ટ્રલ બેંકે પણ સતત 16મા મહિને પોતાની ખરીદી ચાલુ રાખી છે અને તેમનો સ્ટોક હવે 2,308 ટન પર પહોંચી ગયો છે. નવાઈની વાત એ છે કે ઉઝબેકિસ્તાન જેવો દેશ તેના કુલ રિઝર્વના 88 ટકા હિસ્સો સોનામાં રાખે છે.

તુર્કી અને રશિયાએ કેમ વેચવું પડ્યું સોનું?

એકતરફ જ્યારે દુનિયા ખરીદી રહી છે, ત્યારે તુર્કી અને રશિયાએ સોનું વેચવાનો વારો આવ્યો છે. તુર્કીએ ફેબ્રુઆરીમાં 8 ટન અને રશિયાએ 6 ટન સોનું વેચ્યું છે. તુર્કીના ચલણ ‘લીરા’ માં આવેલા મોટા ઘટાડાને રોકવા માટે અને અર્થતંત્રને સંભાળવા માટે તુર્કીની બેંકે સોનું વેચવું અથવા તેના પર લોન લેવી પડી છે.

ફેબ્રુઆરીમાં સોનાના બજારનો ચિતાર:

  • સેન્ટ્રલ બેંકોએ કુલ 27 ટન સોનાની નેટ ખરીદી કરી.
  • પોલેન્ડ આ વર્ષનો સૌથી મોટો ખરીદદાર બન્યો.
  • ભારતનું ગોલ્ડ રિઝર્વ 880 ટન સાથે મજબૂત સ્થિતિમાં.
  • સતત 23 મહિનાથી વિશ્વની બેંકો સોનાની ખરીદી કરી રહી છે.

નિષ્ણાતો માને છે કે અનિશ્ચિત આર્થિક સ્થિતિમાં દેશો પોતાની સંપત્તિ સુરક્ષિત રાખવા માટે સોના પર વધુ ભરોસો કરી રહ્યા છે.

સોનું જ કેમ?

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન હિટલરે ઘણા દેશોની સંપત્તિ લૂંટી લીધી હતી. આથી જ આજે જર્મની, ફ્રાન્સ અને પોલેન્ડ જેવા દેશો પોતાનો ગોલ્ડ રિઝર્વ મજબૂત કરી રહ્યા છે. રશિયાની વર્લ્ડ વોર-3ની ગર્ભિત ધમકીઓ વચ્ચે, આ દેશો સોનાને એક કવચ તરીકે વાપરી રહ્યા છે જેથી યુદ્ધ જેવી સ્થિતિમાં પણ તેમની આર્થિક શક્તિ જળવાઈ રહે.

ધડાધડ તૂટ્યા સોના-ચાંદીના ભાવ : ચાંદીમાં 8000થી વધુ અને સોનામાં 1500 રૂપિયાનો મોટો ઘટાડો

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">