Sa Re Ga Ma Pa: નેહા કક્કરે પૂરુ કર્યુ સંજનાનું સપનું, ‘સા રે ગા મા પા’ ના સ્ટેજ પર કરાવ્યા લગ્ન

સિંગિંગ શો 'સા રે ગા મા પા'ના ચાહકોએ માત્ર સ્પર્ધકોનું શાનદાર પ્રદર્શન જ નથી જોયું પણ સિંગિંગ શોના સ્ટેજ પર લગ્નની વિધિઓ પણ જોઈ.

Sa Re Ga Ma Pa: નેહા કક્કરે પૂરુ કર્યુ સંજનાનું સપનું, 'સા રે ગા મા પા' ના સ્ટેજ પર કરાવ્યા લગ્ન
Neha Kakkar fulfills Sanjana's wish
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 11:07 PM

સિંગિંગ સેન્સેશન નેહા કક્કર (Neha Kakkar) તેના પતિ રોહનપ્રીત (Rohanpreet Singh) સાથે ઝી ટીવીના સિંગિંગ રિયાલિટી શો સા રે ગા મા પા 2021ના ​​હાલના એપિસોડમાં જોડાઈ હતી. આજના રોમાંચક એપિસોડ્સમાં શોના ટોચના 12 સ્પર્ધકો સંગીતની જબરદસ્ત સ્પર્ધા આપતા જોવા મળ્યા હતા. પરંતુ શોની પ્રખ્યાત સ્પર્ધક સંજના માટે આજનો એપિસોડ ખૂબ જ ખાસ હતો. આજે સંજનાએ ‘કાલા ચશ્મા’ અને ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ જેવા ગીતો ગાઈને બધાનું દિલ જીતી લીધું હતું.

મોનાલિસાનો હોટ લુક જોઈને ફેન્સ થયા ફિદા, જુઓ ફોટો
ક્યારેય વિચાર્યુ છે કે નેઇલ પેઇન્ટ કાચની શીશીમાં જ કેમ રાખવામાં આવે છે ?
જમ્યા બાદ આ કામ ક્યારેય ન કરતા, સ્વાસ્થ્ય પર પડશે તેની ગંભીર અસરો
અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં પરફોર્મ કરવા રિહાના એ કેટલો ચાર્જ લીધો?
જાણો કેટલુ ભણેલા છે મુકેશ અંબાણીના નાના દિકરા અનંત અંબાણી?
આજનું રાશિફળ તારીખ : 01-03-2024

નેહા કક્કર તેના ગીતથી એટલી પ્રભાવિત થઈ ગઈ કે તેણે સંજનાને તેની બહેન પણ કહી અને તેને સંજના કક્કર કહેવા લાગી. જો કે તે પછી જે થયું તે સંજના તેના જીવનમાં ક્યારેય ભૂલી શકશે નહીં. નેહાએ સંજનાને તેના લગ્નનો સ્પેશિયલ વીડિયો બતાવીને ચોંકાવી દીધી હતી. નેહાએ કહ્યું કે તેણે સાંભળ્યું છે કે સંજના અને તેના પતિ કેટલાક કારણોસર તેમના લગ્નની વીડિયો સીડી બનાવી શક્યા નથી અને આવી સ્થિતિમાં તે બંને માટે કંઈક ખાસ કરવા માંગે છે.

નેહાના કહેવા પર ટીમે તેના માટે એક ખાસ વીડિયો પ્લે કર્યો, જેને જોઈને સંજના ખૂબ જ ભાવુક થઈ ગઈ. એટલું જ નહીં નેહાએ એમ પણ કહ્યું કે “હું જાણું છું કે અમે તે સમયે તમારા લગ્નમાં હાજરી આપી શક્યા ન હતા પણ હવે તમે અમારા પરિવારનો એક ભાગ છો અને અહીં સારેગામાપા ખાતે તમારા પુનઃલગ્ન કરાવીને અમે બધા તમારા લગ્નમાં હાજરી આપી શકીશું.”

આ અવસર પર નેહા અને રોહનપ્રીત સાથે સારેગામાપાની આખી ટીમે સેટ પર તમામ વ્યવસ્થા કરી અને સંજનાના તેના પતિ સાથે ફરીથી લગ્ન કરાવ્યા. આ સુંદર સમારોહમાં દંપતીએ લગ્નની સાત પ્રતિજ્ઞાઓ સાથે સાત ફેરા પણ લીધા અને આ રીતે સંજનાનું આ સ્વપ્ન સાકાર થયું. આ પ્રસંગે સંજનાના ચહેરા પર એક ખાસ સ્મિત ખીલ્યું.

આ પણ વાંચો –Christmas 2021: ભોજપુરી એક્ટ્રેસ અક્ષરા સિંહે કોરિયોગ્રાફર ગીતા સાથે મનાવી ક્રિસમસ, જુઓ પાર્ટીની તસવીરો

આ પણ વાંચો – Covaxin : દેશમાં 12થી 18 વર્ષના બાળકોની રસીની મંજૂરી, DCGIએ કોવેક્સીન રસીને આપી ઇમરજન્સી મંજૂરી

આ પણ વાંચો – Free Gift અને કૂપનની લાલચ તમને બનાવી શકે છે કંગાળ, લોભામણી ઓનલાઈન ઑફર્સથી સાવધાન!

Latest News Updates

કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
કપરાડા તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
ત્રિશુળ ચોકમાં સર્જ્યો અકસ્માત, એકનું મોત, કાર ચાલક પોલીસ સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
નવાપુરા પથ્થરમારા કેસમાં વધુ 5 આરોપીની ધરપકડ, કુલ 34 આરોપી સકંજામાં
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
ડભોઇના કરાલીપુરા ગામમાં મકાનની દિવાલ ધરાશાયી,એક વ્યક્તિનું મોત
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
સાબરમતી નદીનું પ્રદૂષણ અટકાવવા AMCનો નિર્ણય
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
ધોરાજી પંથકમાં છવાયું ગાઢ ધુમ્મસ, ખેડૂતોના પાકને નુકસાન જવાની ભીંતિ
અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ
અમદાવાદના 130 વર્ષ જુના એલિસબ્રીજનું થશે રિડેવલપમેન્ટ
મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો
મોડાસાની ચાંદટેકરીમાં વીજ ક્નેક્શન કાપવા ગયેલા UGVCL કર્મચારી પર હુમલો
અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા
અરવલ્લીઃ અપહરણ કરી યુવતીની હત્યા કરવા મામલે આજીવન કેદની સજા
અરવલ્લીઃ માલપુર નજીક પાઈપલાઈનમાં ભંગાણ, પાણીનો વેડફાટ, જુઓ
અરવલ્લીઃ માલપુર નજીક પાઈપલાઈનમાં ભંગાણ, પાણીનો વેડફાટ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">