Covaxin : દેશમાં 12થી 18 વર્ષના બાળકોની રસીની મંજૂરી, DCGIએ કોવેક્સીન રસીને આપી ઇમરજન્સી મંજૂરી

Covaxin : દેશમાં 12થી 18 વર્ષના બાળકોની રસીની મંજૂરી, DCGIએ કોવેક્સીન રસીને આપી ઇમરજન્સી મંજૂરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 9:47 PM

vaccine for childrens : દેશમાં હવે 12થી 18 વર્ષના બાળકોના રસીકરણની પ્રક્રિયા પણ શરૂ થશે. દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યારે તમામ નિષ્ણાતો બાળકોના રસીકરણ પર ભાર આપી રહ્યા છે.

Bharat Biotech’s Covaxin : દેશમાં હવે 12થી 18 વર્ષના બાળકોના રસીકરણની પ્રક્રિયા પણ શરૂ થશે. આ અંગે મોટા સમાચાર સામે આવ્યાં છે. કોરોનાના નવા વેરિઅન્ટ Omicronના વધતા ગભરાટ વચ્ચે એક રાહતના સમાચાર આવ્યા છે. DCGIએ બાળકો માટે Covaxin રસીને ઇમરજન્સી મંજૂરી આપી છે. આ રસી 12થી 18 વર્ષના બાળકને ઈમરજન્સીની સ્થિતિમાં આપી શકાય છે. આ નિર્ણય એવા સમયે લેવામાં આવ્યો છે જ્યારે દેશમાં ઓમિક્રોનના કેસ ઝડપથી વધી રહ્યા છે, જ્યારે તમામ નિષ્ણાતો બાળકોના રસીકરણ પર ભાર આપી રહ્યા છે. બાળકોને ક્યારે રસી આપવાનું શરૂ થશે તે સ્પષ્ટ નથી, પરંતુ ટૂંક સમયમાં આ અંગે પણ નિર્ણય લેવામાં આવશે.

ભારતના ડ્રગ કંટ્રોલર જનરલ (DGCI)એ આજે 25 ડીસેમ્બરને શનિવારે ભારત બાયોટેકને 12-18 વર્ષની વયના બાળકો માટે કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી આપી દીધી છે. ઑક્ટોબરમાં સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી (SEC) એ ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને બાળકો માટે કોવેક્સિનના ઇમરજન્સી ઉપયોગની મંજૂરી આપવા ભલામણ કરી હતી. Covaxin હવે ભારતમાં બાળકોમાં ઉપયોગ માટે મંજૂર કરાયેલી બીજી રસી છે.

આ વર્ષે ઑગસ્ટમાં, Zydus Cadilaના ત્રણ-ડોઝ DNA બેઝ્ડ વેક્સિનને 12 વર્ષથી વધુ ઉંમરના પુખ્તો અને બાળકો પર ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી હતી.

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વિસ્ફોટ, રાજ્યમાં નવા 179 કેસ નોંધાયા, અમદાવાદમાં સૌથી વધુ 61 કેસ

આ પણ વાંચો : ગુજરાતમાં કોરોના વેક્સિનના Booster Dose અંગે અગ્ર આરોગ્ય સચિવનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

Published on: Dec 25, 2021 09:30 PM
g clip-path="url(#clip0_868_265)">