Free Gift અને કૂપનની લાલચ તમને બનાવી શકે છે કંગાળ, લોભામણી ઓનલાઈન ઑફર્સથી સાવધાન!

જો તમે ઓનલાઈન કંપનીઓ પાસેથી ખરીદી કરો છો તો તમને ઘણી ખાસ ડીલ્સ પણ મળે છે, સાથે જ નવા વર્ષ (New Year) નિમિત્તે ગ્રાહકોને ખુશ કરવા માટે સારું કેશબેક જીતવાની તક પણ મળે છે.

Free Gift અને કૂપનની લાલચ તમને બનાવી શકે છે કંગાળ, લોભામણી ઓનલાઈન ઑફર્સથી સાવધાન!
પ્રતિકાત્મક ફોટો
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 25, 2021 | 8:59 PM

Fraud Alert: નવા વર્ષની શરૂઆત થવામાં માત્ર થોડા દિવસો બાકી છે, પરંતુ ડિસ્કાઉન્ટ મેળવવાની પ્રક્રિયા ગ્રાહકોને આકર્ષવા માટે ચાલુ છે. હકીકતમાં તહેવારો દરમિયાન મોટાભાગની જાણીતી ઓનલાઈન કંપનીઓ ગિફ્ટ વાઉચર્સ અને કૂપન (Gift Vouchers and Coupons) સહિત શોપિંગ પર કેશબેક ઓફર (cashback offers) કરે છે. કોઈપણ રીતે કોને મફત ભેટો (Free Gift), કૂપન્સ અને કેશબેક કોને પસંદ ન હોય? જેથી ગ્રાહકો વધુને વધુ ખરીદી કરે અને સાયબર ગુનેગારો આનો ફાયદો ઉઠાવીને લોકોને છેતરે છે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

જો તમે ઓનલાઈન કંપનીઓ પાસેથી ખરીદી કરો છો તો તમને ઘણી ખાસ ડીલ્સ પણ મળે છે, સાથે જ નવા વર્ષ (New Year) નિમિત્તે ગ્રાહકોને ખુશ કરવા માટે સારું કેશબેક જીતવાની તક પણ મળે છે, જ્યારે મોંઘી ભેટો જીતવાના લોભમાં તમે તમારી મહેનતથી કમાયેલા પૈસા ખોઈ બેસો છો. જેથી આવી લોભામણી સ્કીમથી સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે.

સાયબર વિંગ એલર્ટ!

ગૃહ મંત્રાલયની સાયબર વિંગ સાયબર દોસ્તે (cyber dost) લોકોને સાવચેત રહેવાની સૂચના આપી છે. પોતાના ઓફિશિયલ ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરતા તેણે લખ્યું છે કે ફ્રી ગિફ્ટની આવી ઓફર આકર્ષક લાગે છે, પરંતુ આવી લોભામણી ઓફરથી દૂર રહો. હકીકતમાં સમયાંતરે બેંકો તેમના ગ્રાહકોને આવી ઑફર્સથી સાવચેત રહેવાની ચેતવણી પણ આપે છે.

આ બાબતો ધ્યાનમાં રાખો

આકર્ષક ઑફર્સથી દૂર રહોઃ જો તમને ફ્રી ગિફ્ટ્સ, કૂપન અને કેશબેક મેળવવા માટે લલચાવનારા મેસેજ પણ મોકલવામાં આવે છે તો ભૂલથી પણ આ મેસેજ પર ક્લિક ન કરો અને જવાબ આપવાનું ટાળો. ઉપરાંત, કેશબેક મેળવવા માટે તમારી બેંક સાથે સંબંધિત કોઈપણ માહિતી શેર કરશો નહીં, આના કારણે તમે તમારી મહેનતની કમાણી ગુમાવી શકો છો. આવા સંદેશાઓને અવગણવાનો પ્રયાસ કરો.

– કોઈપણ અનવેરિફાઈડ લિંક પર ક્લિક કરશો નહીંઃ લોકોને લલચાવનારી ઑફર્સ આપવા ઉપરાંત મેસેજમાં એક લિંક પણ મોકલવામાં આવે છે, જેના પર ક્લિક કરવાથી તમારી તમામ અંગત માહિતી છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચી શકે છે, તેથી ક્યારેય ચેક કર્યા વિના કોઈપણ અનવેરિફાઈડ લિંક પર ક્લિક કરશો નહીં. તેનાથી તમારી બેંકની વિગતો સહિતની તમામ માહિતી સાયબર ઠગ સુધી પહોંચી જશે.

– છેતરપિંડીનો ભોગ બનેલી ફરિયાદ નોંધો: જો તમે કોઈ નાણાકીય છેતરપિંડીનો ભોગ બન્યા હોવ તો તરત જ 155260 પર કૉલ કરો અને cybercrime.gov.in પર તમારી ફરિયાદ નોંધાવો. આનાથી તમે તમારા પૈસા સમયસર પાછા મેળવી શકો છો.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વેક્સિનના Booster Dose અંગે અગ્ર આરોગ્ય સચિવનું મહત્વપૂર્ણ નિવેદન, જાણો શું કહ્યું

આ પણ વાંચો: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સરકારી યોજનાના લાભાર્થીઓને સોગંદનામું નહિ કરવું પડે

g clip-path="url(#clip0_868_265)">