‘અનુપમા’ના લીડ કેરેક્ટર માટે રુપાલીએ લીધી PM મોદી પાસેથી મદદ, જાણો કેવી રીતે

ફેમસ એક્ટ્રેસ રૂપાલી ગાંગુલી સિરિયલ 'અનુપમા'માં લીડ રોલ કરી રહી છે. સિરિયલમાં અનુપમાનું પાત્ર ગુજરાતી તરીકે બતાવવામાં આવ્યું છે. રૂપાલી ગાંગુલી તેની કરિયરમાં બીજી વખત ગુજરાતી વહુની ભૂમિકા ભજવી રહી છે. અગાઉ રૂપાલીએ લોકપ્રિય સિટકોમ 'સારાભાઈ Vs સારાભાઈ'માં મોનિશા સારાભાઈનું પાત્ર ભજવ્યું હતું.

'અનુપમા'ના લીડ કેરેક્ટર માટે રુપાલીએ લીધી PM મોદી પાસેથી મદદ, જાણો કેવી રીતે
Rupali Ganguly has a special connection with PM Modi
Follow Us:
| Updated on: Apr 04, 2024 | 2:03 PM

સિરિયલ ‘અનુપમા’થી TRP ચાર્ટ પર ધૂમ મચાવનારી અભિનેત્રી રૂપાલી ગાંગુલી દેશની સૌથી ફેવરિટ વહુ છે. આ જ કારણ છે કે IPL ચાલે છે તો પણ રૂપાલીનો શો સારો TRP રેટિંગ જાળવી રાખે છે. દરરોજ રૂપાલી સાથે જોડાયેલા સમાચાર સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ બનતા જાય છે અને ભૂલથી પણ જો સિરિયલ ‘અનુપમા’માં રૂપાલીના પાત્ર સાથે અન્યાય થાય તો દર્શકો X (Twitter) પર સીરીયલનો ‘બહિષ્કાર’ કરવાની સીધી ધમકી આપે છે. હાલમાં જ શાહ પરિવારની આ દીકરીએ મોટો ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે, તેના પાત્રનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે કનેક્શન છે.

ગુજરાતી મહિલાનું પાત્ર ભજવી રહી છે

રૂપાલી ગાંગુલી સિરિયલ ‘અનુપમા’માં એક ગુજરાતી મહિલાનું પાત્ર ભજવી રહી છે. શોમાં જોડાતા પહેલા બંગાળી-મરાઠી સંસ્કૃતિમાં ઉછરેલી રૂપાલી ગુજરાતી સંસ્કૃતિ અને ભાષાથી સાવ અજાણ હતી. તાજેતરમાં એક ઈન્ટરવ્યુમાં રૂપાલી ગાંગુલીએ કહ્યું હતું કે, અનુપમાના પાત્ર પર કામ કરતી વખતે તેણે વડાપ્રધાન મોદીની મદદ લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 27-07-2024
રેલવેએ 5 વંદે ભારત ટ્રેન આપી ભેટ, ટૂંક સમયમાં પાટા પર દોડશે
પાકિસ્તાની મહિલાએ મનાવ્યો તલાકનો જશ્ન, ખુલ્લેઆમ કર્યું આ કામ, જુઓ
સરકારી કંપનીનો શેર એક મહિનામાં 120% વધ્યો... હવે BSE-NSE એ જવાબો માંગ્યા
સવારે ખાલી પેટે 1 ચમચી ઘી પીવાથી થાય છે ગજબનો ફાયદો
શું તમને પણ કરોડરજ્જુમાં દુખાવો થાય છે ? તો અજમાવો આ ઉપાય

આગળ જણાવતા રુપાલી કહે છે કે, તેણે PM નરેન્દ્ર મોદીની ગુજરાતી ભાષામાંથી અનુપમાના કેરેક્ટર માટેનો લહેકો શીખ્યો હતો. વડા પ્રધાન નરેન્દ્ર મોદી જે રીતે હિન્દી ભાષામાં ભાષણ આપતા હતા ત્યારે ગુજરાતી ઢબ ધરાવતા કેટલાક શબ્દોનો ઉપયોગ કરે છે. એ જ રીતે અનુપમા પણ ગુજરાતી લહેકા સાથે હિન્દી બોલવાનો પ્રયત્ન કરે છે.

(Credit Source : @Annalise7231995)

રૂપાલી ગાંગુલી મળી હતી વડાપ્રધાનને

રૂપાલીએ કહ્યું કે, માત્ર પીએમ મોદી જ નહીં પરંતુ તેણે ગુજરાતી એક્સેન્ટ શીખવા માટે તેના પાડોશીની પણ મદદ લીધી હતી. તમને જણાવી દઈએ કે, દર્શકોની પ્રિય અનુપમા પીએમ મોદીને વાસ્તવિક જીવનમાં પણ મળી ચૂકી છે. તાજેતરમાં જ રૂપાલીને દિલ્હીમાં યોજાયેલા કન્ટેન્ટ ક્રિએટર્સ એવોર્ડમાં પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.

રૂપાલીએ આ એવોર્ડ ફંક્શનમાં જ્યુરી તરીકે ભાગ લીધો હતો. આ દરમિયાન તેઓ પીએમ નરેન્દ્ર મોદીને મળ્યા અને તેમણે આ માહિતી તેમના લાખો ફેન્સ સાથે શેર કરી છે. પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મોટી પોસ્ટ લખતી વખતે તેણે પીએમ નરેન્દ્ર મોદીના પણ ખૂબ વખાણ કર્યા હતા.

Latest News Updates

વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">