BAPS મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચ્યા ‘જેઠાલાલ’, કહ્યું- આ ભગવાનનો ચમત્કાર છે, જુઓ વીડિયો
પ્રખ્યાત ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકા ભજવનારા અભિનેતા દિલીપ જોશીએ અબુ ધાબીમાં BAPS મંદિરના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ ખાસ અવસર પર તેમણે UAEમાં બનેલા પહેલા હિંદુ મંદિર વિશે પોતાની ખુશી વ્યક્ત કરી છે અને દિલીપ જોષીએ પણ UAEના શાસક અને વહીવટની પ્રશંસા કરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત આરબ અમીરાત (UAE)ના અબુ ધાબીમાં BAPSના પ્રથમ હિન્દુ મંદિરનું ઉદ્ઘાટન કર્યું છે. 27 એકરમાં બનેલા આ સુંદર મંદિર માટે લગભગ 7000 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ઉદ્ઘાટન સમારોહમાં દેશના ઘણા પ્રખ્યાત ચહેરાઓએ ભાગ લીધો હતો.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ દિલીપ જોશી એટલે કે જેઠાલાલ પણ અબુ ધાબીમાં આયોજિત ભવ્ય ઉદઘાટન સમારોહનો ભાગ બન્યા હતા. આ ખાસ પ્રસંગે તેમણે મંદિરના નિર્માણ માટે પરવાનગી આપવા બદલ દુબઈના શાસક (દુબઈના રાજા)ની પ્રશંસા કરી.
દિલીપ જોશીએ કર્યા વખાણ
ANI સાથે વાત કરતાં દિલીપ જોશીએ શેર કર્યું કે, “આજે આ મંદિર જોયા પછી પણ વિશ્વાસ કરવો મુશ્કેલ છે કે આ જગ્યાએ આટલું સુંદર BAPS મંદિર બનાવવામાં આવ્યું છે. જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ મંદિરનો શિલાન્યાસ કર્યો ત્યારે હું પણ અહીં હાજર હતો. હું ચોક્કસપણે કહેવા માંગુ છું કે દુબઈના શાસક (રાજા) ખૂબ જ દયાળુ છે. તેમણે આ મંદિરના નિર્માણ માટે માત્ર મંજુરી જ નથી આપી પરંતુ એક સારી જગ્યા પણ આપી હતી. આ ખરેખર ભગવાનનો ચમત્કાર છે.”
#WATCH | Abu Dhabi: On BAPS temple, Actor Dilip Joshi says “Even after seeing this, it is difficult to believe that such a beautiful BAPS temple has been constructed. I was present here when the foundation stone of this temple was laid by PM Modi. The Ruler of Dubai has a big… pic.twitter.com/4PIQJ2SMIQ
— ANI (@ANI) February 14, 2024
(Credit Source : @ANI)
ઉદ્ઘાટનમાં અનેક મોટા ચહેરાઓએ હાજરી આપી
દિલીપ જોશીએ વધુમાં કહ્યું કે, “મારી પ્રાર્થના છે કે આ મંદિરમાંથી સૌહાર્દનો સંદેશ આખી દુનિયામાં ફેલાય.” 14 ફેબ્રુઆરી 2024 બુધવારના રોજ અબુ ધાબીમાં આયોજિત કાર્યક્રમમાં માત્ર દિલીપ જોશી જ નહીં, અભિનેતા અક્ષય કુમારથી લઈને વિવેક ઓબેરોય અને ગાયક-સંગીતકાર શંકર મહાદેવન સુધીની ઘણી બોલીવુડ હસ્તીઓ હાજર રહી હતી. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS) દ્વારા આ પ્રથમ હિન્દુ મંદિર અબુધાબીમાં બનાવવામાં આવ્યું છે.
ભવિષ્યમાં હજારો પ્રવાસીઓ આવશે
આ મંદિરના ઉદ્ઘાટન પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ મંદિર વિશ્વ માટે એકતા અને સંવાદિતાનું પ્રતિક બની રહેશે. તેમણે આ મંદિરના નિર્માણમાં UAE સરકારની ભૂમિકાની પણ પ્રશંસા કરી હતી. આ દરમિયાન પીએમ મોદીએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, આવનારા ભવિષ્યમાં હજારો યાત્રીઓ આ મંદિરને જોવા માટે અબુ ધાબી આવશે.