Sooryavanshi BO Collection Day 2: રજાનો નથી મળ્યો ‘સૂર્યવંશી’ને લાભ, જાણો અક્ષયની ફિલ્મે બીજા દિવસે કેટલી કરી કમાણી?

તમને જણાવી દઈએ કે ઘણી રિલીઝ ડેટ મોકૂફ કર્યા બાદ અક્ષય કુમારની આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતાની સાથે જ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો.

Sooryavanshi BO Collection Day 2: રજાનો નથી મળ્યો 'સૂર્યવંશી'ને લાભ, જાણો અક્ષયની ફિલ્મે બીજા દિવસે કેટલી કરી કમાણી?
Sooryavanshi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 07, 2021 | 7:59 PM

અક્ષય કુમાર (Akshay Kumar) અને કેટરિના કૈફ (Katrina Kaif) સ્ટારર ફિલ્મ ‘સૂર્યવંશી’ (Sooryavanshi) 5 નવેમ્બરે દેશ અને દુનિયાના ઘણા સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મે રિલીઝના બીજા દિવસે એટલે કે શનિવારે મર્યાદિત રકમની કમાણી કરી હતી. ફિલ્મે રિલીઝના બીજા દિવસે 24.50 કરોડનો બિઝનેસ કર્યો હતો. જો કે એવી ધારણા હતી કે શનિવારે ફિલ્મની કમાણી વધી શકે છે, પરંતુ ભાઈ બીજના તહેવારને કારણે શુક્રવારની સરખામણીમાં ફિલ્મની કમાણીમાં વધુ ઉછાળો જોવા મળ્યો નથી.

રોહિત શેટ્ટી (Rohit Shetty) દ્વારા નિર્દેશિત ફિલ્મ ‘સૂર્યવંશી’એ શુક્રવારે એટલે કે રિલીઝના પહેલા દિવસે 26.29 કરોડ રૂપિયાનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. અક્ષય કુમારની ફિલ્મ બોક્સ ઓફિસ પર માર્વેલની ‘એટર્નલ્સ’ સાથે ટકરાઈ હતી. એવું માનવામાં આવે છે કે બંને ફિલ્મો એક જ દિવસે રિલીઝ થવાને કારણે ‘સૂર્યવંશી’ની કમાણી પર અસર પડી છે.

ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ

‘સૂર્યવંશી’ ટૂંક સમયમાં 100 કરોડની ક્લબમાં સામેલ થઈ શકે છે

એક અહેવાલ મુજબ સૂર્યવંશીએ રિલીઝના બીજા દિવસે કમાણીના સંદર્ભમાં સારું પ્રદર્શન કર્યું છે, કારણ કે બાકીની ફિલ્મોની તુલનામાં આ કલેક્શન ખૂબ જ અદભૂત અને રેકોર્ડ બ્રેકિંગ છે. જો ફિલ્મની કમાણી પર કોઈ અસર થશે તો તે માત્ર 5થી 10 ટકા જ રહેશે. બીજા દિવસની કમાણી સાથે ફિલ્મનું અત્યાર સુધીનું કલેક્શન 50 કરોડને પાર કરી ગયું છે. ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ્સનું કહેવું છે કે એક અઠવાડિયું પૂરું થાય એ પહેલા આ ફિલ્મ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ જશે.

ફિલ્મની કમાણી પર અસર થવાનું એક કારણ તેનું ઓનલાઈન લીક પણ છે. ફિલ્મ રિલીઝ થયાના થોડા કલાકો પછી તે TamilRockers, Filmyzilla, Torrents જેવા ઘણા ઓનલાઈન પ્લેટફોર્મ પર લીક થઈ ગઈ. આ ફિલ્મ આ પ્લેટફોર્મ પર HD ફોર્મેટમાં ઉપલબ્ધ છે. ફિલ્મ લીક થવાથી મેકર્સને ઘણું નુકસાન થયું છે.

તમને જણાવી દઈએ કે ઘણી રીલિઝ ડેટ સ્થગિત કર્યા બાદ અક્ષય કુમારની આ ફિલ્મ 5 નવેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મ રિલીઝ થતાંની સાથે જ તેને સારો પ્રતિસાદ મળ્યો હતો. દેશના ઘણા ભાગોમાં સિનેમા હોલની બહાર લાંબી કતારો જોવા મળી હતી. દેશના ઘણા ભાગોમાં 50 ટકા બેઠક ક્ષમતા છે, પરંતુ તેમ છતાં ફિલ્મે સારું પ્રદર્શન કર્યું છે. એવી આશા રાખવામાં આવે છે કે રવિવારે ફિલ્મ વધુ સારું પ્રદર્શન કરી શકે છે.

આ પણ વાંચો :- દિવાળી પાર્ટીમાં Hrithik Roshan એ માતા સાથે કર્યોં ડાન્સ, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો

આ પણ વાંચો :- અક્ષયની સૂર્યવંશી હિટ થતાં જ મુંબઈના થિયેટરો ઉભરાઈ ગયા, રાત્રે આટલા વાગ્યાનો રાખવો પડ્યો શો

Latest News Updates

ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
PM મોદીની સાબરકાંઠામાં સભાને લઈ તડામાર તૈયારીઓ, 4 હેલિપૅડ નિર્માણ કરા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
કોંગ્રેસના ઉમેદવાર ધાનાણીએ પાટીદાર અને ક્ષત્રિયોને કહ્યા હરખ પદુડા
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
રાહુલ ગાંધી માફી માંગે, ભાજપ ઉપાધ્યક્ષ ભરત બોઘરાના કોંગ્રેસ પર પ્રહાર
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
સુરતમાં અટવાઈ વંદે ભારત, ના ખુલ્યા ટ્રેનના દરવાજા, જુઓ VIDEO
g clip-path="url(#clip0_868_265)">