An Action Hero Review: એક્શનથી ભરપૂર છે આયુષ્માનની ફિલ્મ, ભૂરાની એક્શન સામે બધું ફિક્કુ

|

Dec 02, 2022 | 8:41 PM

એક્ટર આયુષ્માન ખુરાનાએ પોતાની ચોકલેટી હિરોની ઈમેજથી અલગ ફિલ્મ 'એન એક્શન હીરો'માં (An Action Hero Movie) જોરદાર રોલ પ્લે કર્યો છે. આયુષ્માને ફિલ્મમાં માનવ ખુરાનાનો રોલ પ્લે કર્યો છે. ફિલ્મમાં ઘણા બધા એક્શન સીન્સ છે.

An Action Hero Review: એક્શનથી ભરપૂર છે આયુષ્માનની ફિલ્મ, ભૂરાની એક્શન સામે બધું ફિક્કુ
An Action Hero

Follow us on

ફિલ્મના નામ પરથી જ ક્લિયર થાય છે કે ‘એન એક્શન હીરો‘માં તે એવો જ જોવા મળશે. ફિલ્મમાં આયુષ્માન ખુરાનાનો રોલ દર્શકોને પસંદ આવ્યો છે. આયુષ્માન ખુરાના પહેલીવાર એક્શન હીરોનો રોલ પ્લે કરી રહ્યો છે, પરંતુ તેણે પોતાની શાનદાર એક્ટિંગથી મોટા એક્શન હીરોને પાછળ છોડી દીધા છે. ફિલ્મમાં હીરોને માત્ર ફાઈટની જ ચિંતા હોય છે. તેની આંખોમાં ગુસ્સો છે અને તે આ સિવાય બીજું કંઈ જ વિચારતો નથી. એવું લાગે છે કે આયુષ્માન વિચારી રહ્યો છે કે બહુ મુશ્કેલીથી આવી ઈમેજ બનાવી છે, હવે તેના પર મક્કમ રહેવાનું છે.

ફિલ્મની સ્ટોરી છે જોરદાર

ફિલ્મની સ્ટોરી શરૂ થાય છે જેમાં આયુષ્માન ખુરાના એટલે કે માનવ ખુરાના કોઈને મારવા માંગે છે પરંતુ ગોળી તેના મોટા ભાઈને વાગી જાય છે. અહીંથી શરૂ થાય છે ફિલ્મની સ્ટોરી અને ટ્વિસ્ટ. શરૂમાં આ સ્ટોરી બદલાની સ્ટોરી જેવી લાગે છે, પરંતુ આગળ જતાં તેમાં ઘણા ટ્વિસ્ટ આપવામાં આવ્યા છે. આ એક્સિડેન્ટ પછી માનવ લંડન ભાગી જવાનું નક્કી કરે છે અને ભૂરા (જયદીપ અહલાવત) તેની પાછળ આવે છે. ભૂરા તેના ભાઈના મોતનો બદલો લેવા માંગે છે.

એક્શન અને ડ્રામાનો ડબલ ડોઝ

ફિલ્મ ખૂબ જ શાનદાર રીતે બનાવવામાં આવી છે. તેનું નિર્દેશન અનિરુદ્ધ અય્યરે કર્યું છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ નીરજ યાદવે લખી છે. તેને ખૂબ જ પ્રભાવિત રીતે બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં એક્શન ડ્રામાને શાનદાર રંગ આપવામાં આવ્યો છે. આ ફિલ્મ રાજકીય અને સામાજિક સ્તરે ઘણી વખત કટાક્ષ પણ કરે છે. ફિલ્મમાં ઘણી વખત કેટલીક ઘટનાઓ અનપ્રિડિક્ટેબલ હોય છે, જે દર્શકોને ફિલ્મ સાથે ક્નેક્ટેડ રાખે છે.

ફિલ્મને જોરદાર બનાવે છે કોમેડી પંચ

ફિલ્મમાં કેટલાક કોમેડી પંચ પણ સામેલ કરવામાં આવ્યા છે. ફિલ્મ એક્શન કોમેડી અને એક્શનની સાથે શરૂ થાય છે. ફિલ્મમાં આયુષ્માને પોતાનો રોલ શાનદાર રીતે પ્લે કર્યો છે, પરંતુ જયદીપ અહલાવત એટલે કે ભૂરાના એક્શન અને સીન્સ સામે બધું ફિક્કુ લાગે છે. ઓવરઓલ ફિલ્મની વાત કરીયે તો તમને આ ફિલ્મ ખૂબ ગમશે. ફિલ્મમાં એક્શન, કોમેડી અને ડાયલોગ્સ, કોન્સેપ્ટ સહિત બધું જ શાનદાર છે. કૌશલ શાહે જોરદાર સિનેમેટોગ્રાફી કરી છે.

Next Article