Freddy Review : તમારા મુડને રિફ્રેશ કરી દેશે ‘ફ્રેડી’, તો શું આ ફિલ્મ કાર્તિકની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે?

Freddy Movie Review : બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એક પછી એક ફિલ્મો દ્વારા લોકોના મન પર પોતાના કામની છાપ છોડતો જોવા મળે છે. આ દરમિયાન, કાર્તિકની ફિલ્મ ફ્રેડી પણ OTT પર રિલીઝ થઈ છે.

Freddy Review : તમારા મુડને રિફ્રેશ કરી દેશે 'ફ્રેડી', તો શું આ ફિલ્મ કાર્તિકની કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે?
Freddy Movie OTT release
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 02, 2022 | 9:53 AM

Freddy Movie Review : બોક્સ ઓફિસ પર રિલીઝ થયેલી છેલ્લી કેટલીક ફિલ્મોને સારો પ્રતિસાદ મળ્યો છે. દરમિયાન, આજે કાર્તિક આર્યનની ફિલ્મ ફ્રેડી ઓટીટી પર રિલીઝ થઈ છે. કાર્તિકની આ ફિલ્મની ચાહકો ખૂબ રાહ જોઈ રહ્યા હતા. ભૂલ ભૂલૈયા-2 બાદ હવે કાર્તિક આ ફિલ્મમાં જોવા મળશે. ભૂલ ભુલૈયા 2 બ્લોકબસ્ટર” થયા પછી કાર્તિક પાસેથી ચાહકોની અપેક્ષાઓ ઘણી વધી ગઈ છે. આવી સ્થિતિમાં દરેકની નજર ફ્રેડી પર ટકેલી છે.

શશાંક ઘોષ દ્વારા નિર્દેશિત આ ફિલ્મમાં કાર્તિક ઉપરાંત અલાયા એફ પણ મહત્વની ભૂમિકામાં છે. ફ્રેડીને આજે એટલે કે 2 ડિસેમ્બરે ડિઝની + હોસ્ટાર પર સીધું જ રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ફ્રેડી’ જોયા પછી, સિદ્ધાર્થ કન્નને ટ્વિટર પર ફિલ્મનો રિવ્યુ લખતાં કહ્યું, “કાર્તિક આર્યન એક એવી વ્યક્તિ છે જેને હું 10 વર્ષથી ઓળખું છું… તેની #BhoolBhulaiyaa2 એક મોટી સફળતા હતી અને #Freddy એ તક છે જે તેની કારકિર્દી માટે તરસી રહી છે. ધમાકેદાર!”

નિર્માતા રઘુવેન્દ્ર સિંહને પણ આ ફિલ્મ ઘણી પસંદ આવી છે. તેણે ટ્વીટ કરીને લખ્યું કે, ફ્રેડીમાં કાર્તિક આર્યનનો શ્રેષ્ઠ અભિનય અને આ તેની શ્રેષ્ઠ ફિલ્મ છે. તે ખરેખર તમને તમારા પાત્ર અને તમારી દુનિયામાં વિશ્વાસ કરાવશે. તે જોકર જેવું છે – જ્યાં તમે તેની પીડા, તેની કામને સમજો છો અને તેના જીવનને.

ફિલ્મ ક્રિટિક રોહિત જયસ્વાલનું માનવું છે કે, ‘ફ્રેડી’ કાર્તિકની કારકિર્દીનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે. તેણે ઉમેર્યું હતું કે, “ફ્રેડી કાર્તિકની અભિનય કારકિર્દી માટે એક ટર્નિંગ પોઈન્ટ સાબિત થશે.. તેણે સફળતાપૂર્વક તેની ચોકલેટી બોયની ઈમેજ ઉતારી છે… શું પરફોર્મન્સ છે… શું શાનદાર ભૂમિકા છે”. દરેક લોકો કાર્તિકના કામના વખાણ કરી રહ્યા છે. ખાતરી છે કે આ ટ્વિટ્સ વાંચનારા દરેક વ્યક્તિ તેની ફિલ્મ જોવામાં વધુ રસ લેશે.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">