Breaking News : સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું, CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો

Salman Khan : બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ બે અજાણ્યા લોકોએ સલમાન ખાનના ઘર એટલે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને ક્રાઈમ બ્રાંચની ટીમે પણ તપાસ શરૂ કરી છે.

Breaking News : સુપરસ્ટાર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું, CCTV ફુટેજ આવ્યા સામે, જુઓ વીડિયો
salman khans galaxy apartment firing
Follow Us:
| Updated on: Apr 14, 2024 | 12:02 PM

સુપરસ્ટાર સલમાન ખાન હંમેશા સમાચારોમાં રહે છે. પરંતુ આ દરમિયાન સુપરસ્ટાર સાથે જોડાયેલા એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. આજે સવારે 5 વાગ્યાની આસપાસ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ થયું હતું. એવું માનવામાં આવે છે કે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બે અજાણ્યા લોકોએ ગોળીબાર કર્યો હતો. જે બાદ પોલીસ સલમાનના ઘરે ગેલેક્સી એપાર્ટમેન્ટ પહોંચી ગઈ છે. પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મુંબઈ પોલીસની સાથે ક્રાઈમ બ્રાંચ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

બાંદ્રા પોલીસની ટીમ પણ લોકેશન પર પહોંચી

પ્રાપ્ત માહિતી અનુસાર અજાણ્યા લોકો બાઇક પર આવ્યા હતા. તેઓએ સલમાનના ઘરની બહાર 4 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે જ્યારે આ ફાયરિંગ થયું ત્યારે સલમાન ખાન ઘરે હાજર હતો. સામાન્ય રીતે સલમાન ખાનના ઘરની બહાર પોલીસ વાન હાજર હોય છે. પરંતુ હવે ફાયરિંગ બાદ વધુ બે પોલીસ વાન લોકેશન પર પહોંચી ગઈ છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની સાથે બાંદ્રા પોલીસની ટીમ પણ લોકેશન પર પહોંચી ગઈ છે. આ ઉપરાંત ફોરેન્સિક ટીમને પણ ઘટનાસ્થળે બોલાવવામાં આવી છે.

ઉનાળામાં 1 મિનિટથી ઓછા સમયમાં બનાવો લીંબુ શરબત, જાણી લો સરળ રીત
સો બ્યુટીફુલ.. દીપિકા પદુકોણે ફ્લોન્ટ કર્યો ક્યૂટ બેબી બમ્પ, જુઓ તસવીરો
જલદી વજન ઘટાડવા ઘઉંને બદલે ખાવ આ 5 અનાજમાંથી બનેલી રોટલી
તમારી દીકરીને આ સરકારી યોજના આપશે 70 લાખ રૂપિયા, જાણો કેવી રીતે?
અચાનક આગ લાગવાની ઘટના બને તો શું કરશો? જાણો આગથી બચવાની ટિપ્સ
અંબાણીથી લઈને ગોદરેજ સુધી દેશના અમીર લોકો પીવે છે આ બ્રાન્ડનું દૂધ

(Credit Source : @tv9gujarati)

ડીસીપી પણ ઘટના સ્થળે

આ મામલે તપાસ કરતી વખતે પોલીસે ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર રોડની બંને બાજુએ લગાવેલા સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરી રહી છે. સીસીટીવી ફૂટેજ દ્વારા આરોપીઓની ઓળખ કરવાનો પ્રયાસ કરવામાં આવશે. હજુ સુધી અજાણ્યા લોકો સંબંધિત કોઈ માહિતી મળી નથી. ડીસીપી પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર, આ ફાયરિંગને સલમાનની સુરક્ષા સાથે કોઈ સંબંધ છે કે નહીં તેવી કોઈ શક્યતાને નકારી શકાય નહીં.

(Credit Source : Viral bhayani)

ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી

જોઈન્ટ સીપી L&O અનુસાર, દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસ બાદ ગેલેક્સી એપાર્ટમેન્ટની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જોકે સલમાન ખાનને પહેલાથી જ સુરક્ષા આપવામાં આવી છે. તેની સાથે હંમેશા બે પોલીસકર્મી હોય છે. આ સિવાય તેની પોતાની પર્સનલ સિક્યોરિટી હંમેશા સલમાન સાથે હોય છે.

આ મુદ્દે શિવસેનાના પ્રવક્તા આનંદ દુબેનું નિવેદન સામે આવ્યું છે. તેમનું કહેવું છે કે સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગની ઘટના દુર્ભાગ્યપૂર્ણ છે, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નબળી પડી છે. સરકારે સંજ્ઞાન લેવું જોઈએ. ગુનેગારો નિર્ભયપણે ફરતા હોય છે.

Latest News Updates

રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
રાજકોટ અગ્નિકાંડનો વધુ એક આરોપી બનાસકાંઠા પોલીસના હાથે ઝડપાયો
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
અગ્નિકાંડમાં હોમયો આરોપી ! ગેમ ઝોનમાં 60% ના ભાગીદારને લઈ મોટા ખુલાસા
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
રાજકોટ અગ્નિકાંડનો પડઘો, શહેર પોલીસ કમિશનર અને મનપા કમિશનરની બદલી
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
અમદાવાદના 15 ગેમઝોન પાસે ફાયર NOC ન હોવાનુ તપાસમાં ખૂલ્યુ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
હિંમતનગરમાં ફાયર સેફટીનો અભાવ છતાં ચાલતા ગેમિંગ ઝોનને સીલ કરાયું, જુઓ
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
મોડાસામાં કથિત નકલી સિંચાઈ કચેરી મામલે કોંગ્રેસે CID તપાસની માંગ કરી
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
અરવલ્લીઃ મોડાસામાં વોટર પાર્કને સીલ, તંત્રએ હાથ ધરી કાર્યવાહી, જુઓ
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
ફાયર એનઓસી મુદ્દે કોણ સાચુ ? રાજકોટ પોલીસ કમિશનર કે ચીફ ફાયર ઓફિસર ?
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
સુઇગામ ખાતે ત્રણ દિવસનો BSF બૂટ કેમ્પ યોજાયો, યુવાનો માટે અનોખો અનુભવ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
FIR માં ઉચ્ચ અધિકારીઓના નામ પણ કરો દાખલ- શક્તિસિંહ ગોહિલ
g clip-path="url(#clip0_868_265)">