મળી ગયો જવાબ…. ભૂલ ભુલૈયા 2નો ભાગ કેમ ન હતી વિદ્યા બાલન? ડાયરેક્ટરે પોતે જ કારણ આપ્યું
વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2માં જોવા મળી નહોતી, પરંતુ આનંદના સમાચાર એ છે કે હવે તે ત્રીજા ભાગમાં જોવા મળશે. એક્ટર કાર્તિક આર્યને આ વિશે માહિતી આપી છે. પરંતુ શું તમે જાણતા નહીં હોય કે ક્યાં કારણોસર વિદ્યા બાલન બીજા ભાગમાં કેમ જોવા મળી ન હતી. ફિલ્મના નિર્દેશક અનીસ બઝમીએ એકવાર આ વિશે જણાવ્યું હતું.
કાર્તિક આર્યન ફરી એકવાર આવતી દિવાળી 2024 પર ‘રુહ બાબા’ના નવા અવતારમાં જોવા મળશે. આ મુવીની મંજુલિકા એટલે કે વિદ્યા બાલન પણ ભૂલ ભુલૈયા 3માં પાછી નજરે પડશે. 12 ફેબ્રુઆરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરતી વખતે કાર્તિકે માહિતી આપી હતી કે, વિદ્યા બાલન પાછી ફરી રહી છે. જ્યારથી આ સમાચાર આવ્યા છે ત્યારથી ફેન્સ સોશિયલ મીડિયા પર ઉત્સાહિત છે.
અનીસ બઝમીએ જણાવી વાત
વર્ષ 2007માં જ્યારે ‘ભૂલ ભુલૈયા’ રીલિઝ થઈ ત્યારે લોકોએ તેમાં વિદ્યાને ખૂબ પસંદ કરી હતી. જો કે 2022માં રિલીઝ થયેલી ‘ભૂલ ભૂલૈયા 2’માંથી વિદ્યા ફિલ્મમાં જોવા મળી નહોતી. પરંતુ શું તમને ખબર નહીં હોય કે આવું કેમ થયું? હવે જવાબ મળી ગયો છે કે વિદ્યા બાલન ‘ભૂલ ભુલૈયા 2’નો ભાગ કેમ ન હતી. ફિલ્મના નિર્દેશક અનીસ બઝમીએ એકવાર આ વિશે જણાવ્યું હતું.
વિદ્યા બાલન ભૂલ ભુલૈયા 2 નો ભાગ કેમ ન હતી?
અહીંયા નોંધનીય વાત એ છે કે અક્ષય કુમાર પણ ‘ભૂલ ભુલૈયા 2’માં જોવા મળ્યો નહોતો. તેની જગ્યાએ કાર્તિક જોવા મળ્યો હતો. તેથી જ્યારે આ ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવી રહ્યું હતું, ત્યારે તે ઇવેન્ટમાં તેના વિશે વાત કરતી વખતે અનીસ બઝમીએ કહ્યું હતું કે, અક્ષય અને વિદ્યા સ્ક્રિપ્ટ અનુસાર ફિટ નહોતા બેસતા.
(Credit Source : t-series)
તેથી તે બંને તેનો ભાગ નહોતા. તેણે કહ્યું હતું કે, “કાશ એવું થયું હોત કે જો અમે તેને ફિલ્મમાં થોડીવાર પણ લાવી શક્યા હોત તો તેનો સ્વાભાવિક ફાયદો હોત. પરંતુ સ્ક્રિપ્ટે તે તક આપી ન હતી.
ભૂલ ભુલૈયા 2 એ કેટલા પૈસા કમાયા?
જો કે ‘ભૂલ ભૂલૈયા 2’માં લોકોએ કાર્તિક આર્યનને ખૂબ પસંદ કર્યો હતો. આ ફિલ્મે બોક્સઓફિસ પર પણ ખૂબ સારી એવી કમાણી કરી હતી. રિપોર્ટ અનુસાર તેનું બજેટ લગભગ 90 કરોડ રૂપિયા હતું અને તેણે વિશ્વભરમાં 266 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ મુવી બોક્સ ઓફિસ પર એકદમ હટકે સાબિત થઈ હતી. તેની સફળતા પછી બધા ફિલ્મનો ત્રીજો ભાગ આવે તેની રાહ જોઈ રહ્યા છે. આ રાહ આવતી દિવાળી 2024 પર પૂર્ણ થવા જઈ રહ્યો છે.