Vikrant Massey Birthday : ટીવીથી લઈને ફિલ્મો અને OTT સુધી, વિક્રાંત મેસ્સી આજના સમયમાં એક પરિચિત ચહેરો બની ગયો છે. ટીવી સિટકોમ સીરિઝ ‘ધૂમ મચાઓ ધૂમ’ દ્વારા વર્ષ 2007માં તેની ટીવી સફર શરૂ કર્યા બાદ તેણે ઘણી સીરીયલ, ફિલ્મો અને વેબ સીરીઝમાં કામ કર્યું છે પરંતુ શું તમે જાણો છો કે તેને વોશરૂમ લાઈનમાં એક્ટિંગમાં બ્રેક મળ્યો હતો.
આ પણ વાંચો : વિક્રાંત મેસ્સીએ મંગેતર શીતલ સાથે ફોટો શેર કર્યો તો ફેન્સે પાઠવી દીધી લગ્નની શુભેચ્છા
આજે એટલે કે 3જી એપ્રિલે વિક્રાંતનો જન્મદિવસ છે. તેની ઉંમર 36 વર્ષ છે. આવી સ્થિતિમાં આજે આ અવસર પર અમે તમને જણાવીએ છીએ કે તેમની અભિનય યાત્રા કેવી રીતે શરૂ થઈ અને વૉશરૂમ લાઇનમાં એક્ટિંગ બ્રેક મળવાની સ્ટોરી શું છે?
પોતાના એક ઈન્ટરવ્યુમાં વિક્રાંત મેસ્સીએ કહ્યું હતું કે, તે વોશરૂમની લાઈનમાં ઉભો હતો. ત્યારે એક ટેલિવિઝન એક્ઝિક્યુટિવે અભિનય માટે તેનો સંપર્ક કર્યો અને તેને પૂછ્યું કે શું તે અભિનય કરશે. વિક્રાંતે તેની સાથે વાત કરી ત્યારબાદ તેણે વિક્રાંતને તેની ઓફિસમાં બોલાવ્યો.
જ્યારે વિક્રાંત તેની ઓફિસે પહોંચ્યો ત્યારે તેને કહેવામાં આવ્યું કે, તેણે એક મહિનામાં ચાર એપિસોડ શૂટ કરવાના છે અને તેને દરેક એપિસોડ માટે 6,000 રૂપિયા આપવામાં આવશે. વિક્રાંતે કહ્યું હતું કે, તેણે તરત જ હિસાબ કર્યો અને દર મહિને 24,000 રૂપિયા, તેણે તે ઓફર માટે હા પાડી.
વિક્રાંતે કહ્યું હતું કે, તેણે આ ઓફર પૈસા માટે નહીં, પરંતુ શીખવાની ઈચ્છા સાથે સ્વીકારી છે, કારણ કે તે હંમેશા અભિનેતા બનવા માંગતો હતો. આ સાથે જ તેઓ આજે જાણીતા કલાકાર બની ગયા છે. તેણે ધરમ વીર, બાલિકા વધૂ જેવા ઘણા ટીવી શોમાં કામ કર્યું. જ્યારે મિર્ઝાપુર, ધ ક્રિમિનલ જસ્ટિસ તેમની લોકપ્રિય OTT સિરીઝ રહી છે. તમને જણાવી દઈએ કે, વર્ષ 2013માં તેણે રણવીર સિંહ અને સોનાક્ષી સિંહા સાથે ફિલ્મ લૂંટેરાથી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું.
મનોરંજન જગતના તાજા સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતી સિનેમા, ટેલિવિઝન, બોલિવૂડ, મૂવી રિવ્યુ, વેબ સિરીઝ સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે જોડાયેલા રહો…
Published On - 9:20 am, Mon, 3 April 23