ફરીથી ચાલ્યો માધુરી દીક્ષિત અને જેકી શ્રોફની કેમેસ્ટ્રીનો જાદુ, સાથે રોમેન્ટિક ડાન્સ કરતા જોવા મળ્યા એક્ટર્સ
આ વીડિયોમાં 'જગ્ગુ દાદા'ની જૂની સ્ટાઈલ જોવા મળી રહી છે સાથે જ માધુરી તેની ફ્લેક્સિબિલિટી સાથે ડાન્સ કરતી જોવા મળે છે. થોડા દિવસો પહેલાં તેણે ઈશાન ખટ્ટર સાથે પણ આવી રીલ કરી હતી.
માધુરી દીક્ષિત (Madhuri Dixit) અને જેકી શ્રોફે (Jackie Shroff) 90ના દાયકામાં ફિલ્મ ‘100 ડેઝ’ (100 Days Movie) દ્વારા દર્શકોને પોતાની કેમેસ્ટ્રી બતાવી હતી. હવે ફરી એકવાર માધુરી દીક્ષિત અને જેકી શ્રોફ એ જ અંદાજમાં ડાન્સ કરતા જોવા મળ્યા. વાસ્તવમાં માધુરી દીક્ષિતે તેના ઈન્સ્ટાગ્રામ પરથી એક વીડિયો શેયર કર્યો છે. જેમાં અભિનેત્રી તેની ફિલ્મ 100 ડેઝના ગીત ‘સન બેલિયા’ (Sun Beliya) પર જેકી શ્રોફ સાથે રોમેન્ટિક અંદાજમાં ડાન્સ કરતી જોવા મળી રહી છે. વીડિયોમાં ‘જગ્ગુ દાદા’ની જૂની સ્ટાઈલ જોવા મળી રહી છે. તે જ સમયે, માધુરી તેની ફ્લેક્સિબિલિટી સાથે ડાન્સ કરતી જોવા મળે છે.
શું કહ્યું માધુરી દીક્ષિતે?
માધુરી અને જેકી શ્રોફનો આ ઈન્સ્ટા રીલ વીડિયો ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. આ વીડિયોને શેયર કરતાં માધુરી દીક્ષિતે કેપ્શનમાં લખ્યું છે – ‘100 ડેઝ’ના આ પૈપી નંબર પર આ રીલ બનાવતી વખતે ઘણો સમય પસાર કર્યો. જેકી શ્રોફે સેટ પર આગ લગાવી દીધી હતી. વાહ.’ માધુરી આ દિવસોમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે.
થોડા દિવસો પહેલાં તેણે ઈશાન ખટ્ટર સાથે પણ આવી રીલ કરી હતી. ઈશાન સાથે બનાવેલા વીડિયોમાં અભિનેત્રી ફિલ્મ યે જવાની હૈ દીવાનીના સુપરહિટ ગીત ‘ઘાગરા’ પર ડાન્સ કરતી જોવા મળી હતી. વીડિયોમાં ઈશાન પણ માધુરી સાથે તાલ મેળવતો જોવા મળ્યો હતો. ચાહકોને પણ આ વીડિયો ઘણો પસંદ આવ્યો છે.
અહીં માધુરી અને જેકીનો રોમેન્ટિક ડાન્સ જુઓ
View this post on Instagram
ચાહકોને આ જોડી પહેલા પણ પસંદ આવી હતી. હવે પણ જેકી-માધુરીને સાથે જોઈને ચાહકો ખુશ થયા. માધુરી દીક્ષિતના આ વીડિયોને જોઈને ફેન્સ રિએક્શન આપતા જોવા મળ્યા હતા. કોઈએ કહ્યું- એ જ જૂની શૈલી, પછી જેકી શ્રોફને રોમેન્ટિક ગીત પર ડાન્સ કરતા જોઈને આનંદ થયો. એક ચાહકે માધુરી અને જેકીની કેમેસ્ટ્રીના વખાણ કર્યા, તો કોઈએ કહ્યું- ‘100 ડેઝ’ ના દિવસો કેવા હતા.
ઈશાન સાથે ડાન્સ કરતી જોવા મળી માધુરી
View this post on Instagram
તાજેતરમાં માધુરી દીક્ષિતે પણ OTTની દુનિયામાં પગ મૂક્યો છે. માધુરી દીક્ષિત નેટફ્લિક્સની વેબ સિરીઝ ‘ધ ફેમ ગેમ’માં જોવા મળી હતી. આ સિરીઝને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. આ સીરિઝને અત્યાર સુધી સૌથી વધુ વ્યુઝ મળ્યા છે. માધુરી દીક્ષિતે પોતે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે આ સીરિઝને એક અઠવાડિયામાં 11.6 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ શ્રેણી હાલમાં 16 દેશોમાં ટ્રેન્ડ કરી રહી છે.
આ પણ વાંચો: Bollywood News: પૂજા હેગડેએ કબૂલ્યું કે રાધેશ્યામ બની ગઈ ફ્લોપ, કહ્યું- દરેક ફિલ્મનું હોય છે નસીબ
આ પણ વાંચો: Bollywood News: સ્વરાએ પોતાના પાત્રો અને ફિલ્મો વિશે કરી વાત, ફિલ્મ ‘તનુ વેડ્સ મનુ’થી મળી લોકપ્રિયતા