ભારતના સૌથી મોટા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણીના લગ્નની ઉજવણીઓ ચાલુ છે. અનંત આજે રાધિકા મર્ચન્ટ સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે. આવી સ્થિતિમાં આ બિગ વેડિંગનો ભાગ બનવા માટે ઘણી મોટી હસ્તીઓ આવી છે. ખાસ કરીને બોલિવૂડના તમામ સ્ટાર્સ અનંત-રાધિકાના વેડિંગ ફંક્શનમાં હાજરી આપતા જોવા મળે છે. આ દરમિયાન બી-ટાઉનની ચિકની ચમેલી એટલે કે કેટરીના કૈફ ચર્ચામાં આવી છે.
કેટરિના તેના પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે લગ્નના ફંક્શનમાં આવી હતી. આ દરમિયાન અભિનેત્રી સાદી લાલ રંગની સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. કેટરિનાએ અનકટ ડાયમંડ સેટ પહેર્યો હતો, જે તેના લુકમાં ચાર્મ ઉમેરી રહ્યો હતો. જ્યારે વિકી કોસલ ક્રીમ રંગની શેરવાની પહેરીને જોવા મળ્યો હતો.
જો કે આ કપલની વેડિંગ એન્ટ્રી સાથે જોડાયેલા વીડિયો જોઈને કેટરીના કૈફની પ્રેગ્નન્સીની ચર્ચાઓ ફરી એકવાર તેજ થઈ ગઈ છે. આટલું જ નહીં વીડિયો જોયા બાદ નેટીઝન્સનું કહેવું છે કે હવે એક્ટ્રેસનું બેબી બમ્પ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું, ‘કેટનું બેબી બમ્પ દેખાઈ રહ્યું છે, ટૂંક સમયમાં સારા સમાચાર મળવાના છે.’, જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘કેટરિના ચોક્કસપણે પ્રેગ્નન્ટ છે, તે તેના ચહેરા પર દેખાઈ રહી છે.’ આ અંગે એક અન્ય યુઝરે લખ્યું, ‘મારું ધ્યાન સીધું કેટરીનાના બેબી બમ્પ પર ગયું છે, વિકી કૌશલ પિતા બનવા જઈ રહ્યો છે.’ એટલે કે ફેન્સ તેમની ફેવરિટ એક્ટ્રેસના સમાચારની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જો કે આ સમાચાર અંગે હજુ સુધી કપલ દ્વારા કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.
તમને જણાવી દઈએ કે વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્ન ડિસેમ્બર 2021માં થયા હતા. રાજસ્થાનના ઉમેદ ભવન પેલેસમાં આ કપલે ભવ્ય લગ્ન કર્યા હતા. લગ્ન બાદ અભિનેત્રીની પ્રેગ્નન્સીને લઈને ઘણા અહેવાલો સામે આવ્યા છે. જો કે આ વખતે આ વાતોમાં કેટલી સત્યતા છે તે અંગે કંઈ કહેવું મુશ્કેલ છે.