Amaal Malik: બોલિવૂડ ઈન્ડસ્ટ્રી (Bollywood industry)માં જાણીતા સંગીતકાર અને ગાયક અમાલ મલિક 16 જૂને પોતાનો જન્મદિવસ (Birthday)સેલિબ્રેટ કરી રહ્યો છો અમાલ (Amaal Malik)અત્યારસુધી 100થી વધુ ગીતોમાં કામ કરી ચૂક્યો છો. જેમાં કોમેડી ગીતથી લઈ દિલને સ્પર્શી જનાર,પાર્ટીમાં ધુમમચાવનાર ગીતો પણ સામેલ છે. તો ચાલો આપણે આજે જોઈએ અમાલ મલિકના ટોપ ગીતો જેને તેમ તમારા પ્લે લિસ્ટમાં સામેલ કરી શકો છો.
અભિનેતા વરુણ ધવનનું ગીત આશિક સરેન્ડર હુઆ કોઈ પણ લગ્ન કે ફંક્શનમાં ચાર ચાંદ લગાવી દે છે, આ ગીતને અમાલ મલિકે સંગીતની સાથે પોતાનો અવાજ પણ આપ્યો છે.
આ લવ સ્ટોરી સોન્ગ અરમાન મલિક અને પલક મુછાલે પોતાનો અવાજ આપ્યો છે અમાલ મલિકે આ ગીતના સંગીતમાં શાનદાર કામ કર્યું છે
અમાલ મલિકનું સંગીત અને અરમાન મલિકનો અવાજમાં આ ગીત એક હાર્ટ ટચિંગ ગીત છે, આ ગીતને તમારા પ્લેલિસ્ટમાં જરુર સામેલ કરી શકાય છે
લડકી બ્યુટી ફુલ કર ગઈ ચુલ અમાલ મલિક દ્વારા પ્રોડ્યુસ અને કંપોઝ કરવામાં આવેલ ગીત કોઈ પણ પાર્ટીમાં ધમાલ મચાવી દે છે. આ ગીતને તમારા પ્લેલિસ્ટમાં સામેલ કરી પાર્ટીને શાનદાર બનાવી શકો છો,
લોકો ક્યારેક તેમના જીવનમાં પ્રેમની ફ્લિંગ્સ જરુર મહેસુસ કરે છે. ક્યારેક પ્રેમમાં સફળ થઈ જાય છે. તો ક્યારેક નિષ્ફળ જાય છે, જો તમે ક્યારે કોઈને એકતરફી પ્રેમ કર્યો છે તો અમાલ મલિક અને શ્રેયા ધોષાલની અવાજમાં પ્યાર એક તરફા ગીત જરુર પસંદ આવશે.
અમાલ મલિકની અવાજમાં ગાવામાં આવેલું ગીત તેરે મેરે પ્યાર કી ઉંમર સલામત રહે હાર્ટ ટકિંગ ગીત છે.
ઈમરાન હાશ્મી અને ઈશા ગુપ્તાનું આ ગીત દિલને સ્પર્શી જાય છે આ ગીતને અત્યારસુધીમાં યુટ્યુબ પર 320 મિલિયન વ્યુઝ મળી ચૂક્યા છે.
ફિલ્મ જય હો બાદ સલમાન ખાન ફરી એક વખત અમાલ મલિકને તક આપી હતી તેમણે મે હું હીરો તેરા માં શાનદાર અવાજ આપ્યો હતો.
Published On - 12:29 pm, Thu, 16 June 22