AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ફેમસ યુટ્યુબર ગૌરવ તનેજાને મળ્યા જામીન, મેટ્રો સ્ટેશન પર ફેન્સને ભેગા કરીને બર્થ ડે સિલેબ્રેટ કરવા બદલ કરવામાં આવી હતી ધરપકડ

ગૌરવ તનેજાએ (Gaurav Taneja) મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ તેના પરિવાર સાથે કરી હતી અને જન્મદિવસની શુભેચ્છાઓ બદલ ફેન્સનો આભાર માન્યો. ગૌરવ તનેજા ફિટનેસને લગતા વીડિયો અને બ્લોગ બનાવે છે.

ફેમસ યુટ્યુબર ગૌરવ તનેજાને મળ્યા જામીન, મેટ્રો સ્ટેશન પર ફેન્સને ભેગા કરીને બર્થ ડે સિલેબ્રેટ કરવા બદલ કરવામાં આવી હતી ધરપકડ
Gaurav-TanejaImage Credit source: Instagram
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 8:05 PM
Share

ગૌરવ તનેજા (Gaurav Taneja) આજે ભારતના સૌથી પ્રખ્યાત યુટ્યુબર (Youtuber) તરીકે ઓળખાય છે. ગૌરવની ત્રણ યુટ્યુબ ચેનલો છે – ફ્લાઈંગ બીસ્ટ, ફીટ મસલ ટીવી અને રાસભરી કે પાપા. આ ત્રણેય યુટ્યુબ ચેનલના લાખો સબ્સ્ક્રાઇબર્સ છે. ગૌરવ તનેજાની પોલીસે શનિવારે નોઈડાથી ધરપકડ કરી હતી. તેમના ફેન્સ તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે મોટી સંખ્યામાં મેટ્રો સ્ટેશન પર એકઠા થયા હતા, જેના કારણે વહીવટીતંત્ર માટે મુશ્કેલી ઉભી થઈ હતી. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ હવે તેને જામીન મળી ગયા છે.

ગૌરવ તનેજાને મળ્યા જામીન

રિપોર્ટ મુજબ ગૌરવ તનેજાએ નોઈડાના સેક્ટર 51 મેટ્રો સ્ટેશન પર પોતાનો જન્મદિવસ સિલેબ્રેટ કરવાનું આયોજન કર્યું હતું. ગૌરવ તનેજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેયર કરી જેમાં તેણે તેના ફેન્સને મેટ્રો સ્ટેશન પર ભેગા થવા કહ્યું. તેમની વાત સાંભળીને ફેન્સ મેટ્રો સ્ટેશન પર હજારોની સંખ્યામાં એકઠા થઈ ગયા હતા, જેના કારણે ભાગદોડ થઈ ગઈ હતી.

આ પણ વાંચો

મેટ્રો સ્ટેશન પર પોતાનો જન્મદિવસ મનાવી રહ્યો હતો ગૌરવ તનેજા

ગૌરવ તનેજાની પત્ની રિતુ રાઠીએ આગલા દિવસે કહ્યું હતું કે તેણે આખી મેટ્રો બુક કરાવી છે, જેમાં તે ગૌરવનો બર્થ ડે સેલિબ્રેટ કરશે અને કેક પણ કાપશે. શનિવારે સવારે જ રિતુએ પોસ્ટ કરી હતી જેમાં તેણે કહ્યું હતું કે, ‘અમે એનએમઆરસી દ્વારા આપવામાં આવેલી મેટ્રોની મહત્તમ ક્ષમતા સુધી મર્યાદિત રહીશું, પરંતુ મોટા ભાગના લોકો ચોક્કસપણે મળશે.’

નોઈડા પોલીસે ગૌરવ તનેજાની કરી હતી ધરપકડ

ગૌરવ તનેજાની નોઈડામાં વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને પ્રતિબંધિત આદેશોનું ઉલ્લંઘન કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી પબ્લિક સર્વન્ટ દ્વારા ડ્યુઅલ કમ્યુનિકેટેડ ઓર્ડરને અવગણવા બદલ નોઇડા પોલીસે તેની ધરપકડ કરી હતી. ગૌરવ તનેજાની ધરપકડના થોડા સમય બાદ તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરવા લાગ્યો હતો.

ગઈકાલે રાત્રે પોસ્ટ કર્યો એક વીડિયો

ગૌરવ તનેજાએ મોડી રાત્રે તેના પરિવાર સાથે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને જન્મદિવસની શુભેચ્છાઓ માટે ફેન્સનો આભાર માન્યો. ગૌરવ તનેજા ફિટનેસને લગતા વીડિયો અને બ્લોગ બનાવે છે.

મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
મહાશિવરાત્રીના મેળામાં પરંપરા તૂટતા 4 સમિતિઓએ સરકારને લખ્યો પત્ર
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
હોર્મુઝ સ્ટ્રેટ મારફતે ભારતીય ક્રૂડ ઓઇલ ટેન્કર મુંબઈ પહોંચ્યું
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
ગેસ સંગ્રહખોરી પર એક્શન, ખાતર અંગે આપી મોટી ખાતરી
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
કિંજલ રબારીના લવ મેરેજથી સમાજમાં હોબાળો, પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
ગિરનારના અંબાજી મંદિરના ભંડારામાં નોનવેજ અને દારૂપાર્ટીનો વીડિયો વાયરલ
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
સ્ટ્રીટ ફૂડના વેપારીઓ સામે ગેસ કટોકટીનો પડકાર
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
2 ડોક્ટર 1 એન્જિનિયર દારૂ પીઘેલી હાલતમાં પકડાયા, જુઓ વીડિયો
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારતના હોસ્પિટલ અને દવાઓ પર શું પડી શકે છે અસર?
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
અમદાવાદ સહિત શહેરોમાં LPG સિલિન્ડર માટે લાંબી કતારો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
આધ્યાત્મિક વ્યક્તિ આશીર્વાદ વરસાવશે, નિયમિત કસરત પર નિયંત્રણ રાખો
g clip-path="url(#clip0_868_265)">