Shaktimaan: ‘શક્તિમાન’માં જોવા મળશે રણવીર સિંહ, ઓમ રાઉત કરશે આ ફિલ્મનું નિર્દેશન

હાલમાં રણવીર સિંહ (Ranveer Singh) કરણ જોહરના ફેમસ ટોક શો 'કોફી વિથ કરણ'ની સાતમી સીઝનમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે અને આલિયાએ લગ્ન પછી બદલાયેલી જિંદગી વિશે ઘણી વાતો શેર કરી હતી.

Shaktimaan: 'શક્તિમાન'માં જોવા મળશે રણવીર સિંહ, ઓમ રાઉત કરશે આ ફિલ્મનું નિર્દેશન
Ranveer Singh Image Credit source: Instagram
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 5:53 PM

હાલમાં જ રણવીર સિંહનું (Ranveer Singh) નામ ભારતના પ્રતિષ્ઠિત સુપરહીરો ‘શક્તિમાન’ (Shaktimaan) પર આધારિત ફિલ્મ સાથે જોડવામાં આવ્યું હતું અને હવે એવી માહિતી મળી રહી છે કે ઓમ રાઉત (Om Raut) આ ફિલ્મનું નિર્દેશન કરવા જઈ રહ્યા છે અને તે ટૂંક સમયમાં તેનું શૂટિંગ પણ શરૂ કરી શકે છે. કોઈપણ રીતે રણવીર સિંહ કથિત રીતે મુકેશ ખન્ના દ્વારા ભજવવામાં આવેલ મહાન ભૂમિકા મોટા પડદા પર ભજવવા માટે ખૂબ જ ઉત્સાહિત છે. પરંતુ એવી વાત સામે આવી રહી છે કે અત્યાર સુધી તેણે આ ફિલ્મ સાઈન કરી નથી. હાલમાં આ માટે રણવીર સિંહનો સંપર્ક કરવામાં આવ્યો છે.

રણવીર સિંહ ‘શક્તિમાન’ના રોલમાં જોવા મળશે!

એક ન્યૂઝ પોર્ટલ મુજબ રણવીર સિંહને પંડિત ગંગાધર વિદ્યાધર માયાધર ઓમકારનાથ શાસ્ત્રી ઉર્ફે ‘શક્તિમાન’ તરીકે ડિરેક્ટ કરવા માટે ડાયરેક્ટર ઓમ રાઉતને સંપર્ક કરવામાં આવ્યો છે. ઓમ રાઉતે અગાઉ અજય દેવગનની હિસ્ટોરિકલ ફિલ્મ ‘તાનાજીઃ ધ અનસંગ વોરિયર’નું ડાયરેક્શન કર્યું હતું. આ સિવાય આ દિવસોમાં તે ભગવાન રામ પર આધારિત એક ફિલ્મ ‘આદિપુરુષ’માં કામ કરી રહ્યો છે. રિપોર્ટસ જણાવે છે કે ઓમ રાઉત ‘આદિપુરુષ’ પછી હેવી વીએફએક્સ વાળી ફિલ્મ ‘શક્તિમાન’ પર કામ શરૂ કરશે.

‘કોફી વિથ કરણ 7’માં જોવા મળ્યા હતા રણવીર-આલિયા

રણવીર સિંહ કરણ જોહરના ફેમસ ટોક શો ‘કોફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં આલિયા ભટ્ટ સાથે જોવા મળ્યો હતો. આ દરમિયાન તેણે અને આલિયાએ લગ્ન પછી બદલાયેલી જિંદગી વિશે ઘણી વાતો શેર કરી હતી. રણવીરે તો ત્યાં સુધી કહ્યું કે લગ્ન પછી તેનું વોર્ડરોબ પણ ચેન્જ થઈ ગયું છે.

આ પણ વાંચો

‘આદિપુરુષ’નું ડાયરેક્શન કરી રહ્યા છે ઓમ રાઉત

ઓમ રાઉતના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘આદિપુરુષ’માં પ્રભા, સૈફ અલી ખાન, કૃતિ સેનન અને સની સિંહ લીડ રોલમાં જોવા મળશે. હાલમાં આ ફિલ્મને લઈને તેમની વાતચીતમાં ડાયરેક્ટર ઓમ રાઉતે ઈટાઈમ્સને જાણકારી આપી હતી કે, ‘સૈફ અલી ખાન અને પ્રભાસે શાનદાર ફિજિકલ ટ્રાન્સફોર્મેશન કર્યું છે અને તેમાં મોટા પાયે એક્શન પણ છે. એક કલાકાર તરીકે પ્રભાસે ઘણા બધા ફિજિકલ ટ્રાન્સફોર્મેશન કર્યા છે અને તે હવે તેના પર વધુ કામ કરી રહ્યો છે. જ્યારે સૈફ અલી ખાન સાથે માત્ર તસવીરોમાં જ સ્પષ્ટ છે, હું તેના પર વધુ ખુલાસો કરી શકતો નથી.’ ફિલ્મ મેકર્સ આ ફિલ્મને 12 જાન્યુઆરી, 2023ના રોજ રિલીઝ કરવાની પ્લાનિંગ બનાવી રહ્યા છે.

Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
Richest People : અમદાવાદ સિવાય ગુજરાતના અમીર લોકોનું લિસ્ટ, જુઓ વીડિયો
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
રાસાયણિક ખાતરના ભાવમાં વધારો થતા ખેડૂતોમાં જોવા મળ્યો રોષ
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
દીપડાએ વાડી વિસ્તારના ઘરમાં ઘૂસીને આધેડને મોતને ઘાટ ઉતાર્યા
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
PM મોદીના ભત્રીજાએ કુંભમેળામાં એકતારો લઈને ગાયુ ભજન, જુઓ વીડિયો
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
સરકારી જમીન પચાવી પાડનારા માફિયા પર ચાલ્યું દાદાનુ બુલડોઝર
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટની ટિકિટની કાળાબજારી !
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
આ 4 રાશિના જાતકોને આજે શત્રુઓથી સાવધાન રહે
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
વડોદરાના હરણીકાંડની પ્રથમ વરસીએ પરિવારજનોએ કરી ન્યાયની માગ-
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
સાંઢિયા પુલ પાસે અને નસુમરા વાડી પ્રાથમિક શાળાનું દબાણ મનપાએ દૂર કર્યુ
g clip-path="url(#clip0_868_265)">