Gaurav Taneja Arrested: યુટ્યુબર ગૌરવ તનેજાએ મેટ્રો સ્ટેશન પર ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, પોલીસે કરી ધરપકડ

ફેમસ યુટ્યુબર ગૌરવ તનેજાને (Gaurav Taneja) ફેન્સ સાથે મેટ્રો સ્ટેશન પર પોતાનો જન્મદિવસ સિલેબ્રેટ કરવા પહોંચ્યો હતો અને આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી હતી.

Gaurav Taneja Arrested: યુટ્યુબર ગૌરવ તનેજાએ મેટ્રો સ્ટેશન પર ફેન્સ સાથે ઉજવ્યો જન્મદિવસ, પોલીસે કરી ધરપકડ
garava-tanaja
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 2:12 PM

ફેમસ યુટ્યુબર ગૌરવ તનેજાને (Gaurav Taneja) ફેન્સ સાથે પોતાનો જન્મદિવસ સિલેબ્રેટ કરવો ભારે પડ્યો છે. ગૌરવ તનેજા નોઈડાના 51 મેટ્રો સ્ટેશન પર પોતાનો જન્મદિવસ સિલેબ્રેટ કરવા પહોંચ્યો હતો અને આ જાણકારી સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સ સાથે શેર કરી હતી. આ પછી મેટ્રો સ્ટેશન પર તેના ફેન્સની ભીડ એકઠી થઈ હતી, તેના લીધે ટ્રાફિક જામ પણ થયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી હતી. આ પછી પોલીસે યુટ્યુબર ગૌરવ તનેજાની (YouTuber Gaurav Taneja) અટકાયત કરી અને પછી તેની ધરપકડ કરી હતી.

ગૌરવ તનેજાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી અને કહ્યું કે મેટ્રો સ્ટેશન પર ફેન્સ સાથે તે તેનો જન્મદિવસ સિલેબ્રેટ કરશે. આ પછી મેટ્રો સ્ટેશનની બહાર ફેન્સની ભારે ભીડ જોવા મળી હતી. ગૌરવના આવતાની સાથે જ ભીડ બેકાબૂ બની ગઈ, જેના કારણે મેટ્રોના સ્ટાફ પેસેન્જરોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ પછી નોઈડા સેક્ટર 49ની પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને ભીડને શાંત કરી અને ગૌરવ તનેજાને કસ્ટડીમાં લીધો હતો. ગૌરવ તનેજા પર કલમ ​​144નું ઉલ્લંઘન કરવાનો આરોપ છે અને કલમ 188 હેઠળ આ કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો

પત્ની ઋતુ રાઠીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી આપી માહિતી

ગૌરવ તનેજાની પત્ની ઋતુ રાઠીએ એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પોસ્ટ કરી હતી અને કહ્યું હતું કે તે પોતાનો જન્મદિવસ સિલેબ્રેટ કરવા માટે 1:30 વાગ્યે ફેન્સને મળશે. આ સાથે તેણે લખ્યું કે મેટ્રોની ગાઈડલાઈન મુજબ ઘણા લોકો એકઠા થઈ શકતા નથી, પરંતુ મોટાભાગના લોકોને ચોક્કસ મળશે. હું બધું એકલી જ કરી રહી છું, જો મારાથી કોઈ ભૂલ થાય તો મને માફ કરજો દોસ્તો અને તમારો પ્રેમ આપતા રહો. આ પછી બીજી સ્ટોરીમાં કહ્યું કે અંગત કારણોસર ગૌરવના બર્થ ડેનું સિલેબ્રેશન કેન્સલ કરવું પડ્યું હતું.

ગૌરવ તનેજાનું સોશિયલ મીડિયા પર ફ્લાઈંગ બીસ્ટ નામનું એકાઉન્ટ છે અને તેને ઈન્સ્ટાગ્રામ પર 3.3 મિલિયન લોકો ફોલો કરે છે. એટલું જ નહીં, લાખો લોકો તેને યુટ્યુબ પર ફોલો કરે છે અને તે ભારતના સૌથી ફેમસ યુટ્યુબર છે. ગૌરવ પાસે ત્રણ યુટ્યુબ ચેનલ છે, ફ્લાઈંગ બીસ્ટ, ફીટ મસલ્સ ટીવી અને રાસભરી કે પાપા. આવામાં ગૌરવની ફેન ફોલોઈંગ પણ ઘણી વધારે છે.

અગાઉ યુટ્યુબર ગૌરવ શર્માની પણ પોલીસે ધરપકડ કરી હતી. તે પોતાની ચેનલ પર લાઈફ, ટ્રાવેલ અને અન્ય વીડિયો મૂકે છે. એક વીડિયોમાં તેણે કૂતરા સાથે ખરાબ વ્યવહાર કર્યો હતો. ત્યારે એનિમલ લવર્સના વાંધા બાદ ગૌરવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો અને તેની ધરપકડ કરવામાં આવી હતી. આ સિવાય કીર્તિ પટેલ, કેરી મિનાતી પર કેસ થયા છે.

g clip-path="url(#clip0_868_265)">