Ponniyin Selvan: ઐશ્વર્યા રાય બચ્ચનને ‘Queen’ બનાવવામાં લાગ્યા 6 મહિના, જાણો ક્યા કિંમતી રત્નોનો થયો ઉપયોગ

બચ્ચન પરિવારની વહુ ઐશ્વર્યા રાય બચ્ચનની (Aishwarya Rai Bachchan) નવી ફિલ્મ પોનીયિન સેલ્વનનો (Ponniyin Selvan) ક્વીન લૂક સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ આભૂષણોને બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો છે.

Ponniyin Selvan: ઐશ્વર્યા રાય બચ્ચનને 'Queen' બનાવવામાં લાગ્યા 6 મહિના, જાણો ક્યા કિંમતી રત્નોનો થયો ઉપયોગ
ashwariya rai bachchan Queen look
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 10, 2022 | 3:01 PM

Aishwarya Rai in Ponniyin Selvan: ઐશ્વર્યા રાય બચ્ચનની 500 કરોડની ફિલ્મ ‘પોનીયિન સેલવાન’ (Ponniyin Selvan) સતત ચર્ચામાં છે. જ્યાં એક તરફ આ ફિલ્મના જબરદસ્ત ટીઝરની ચર્ચા થઈ રહી છે તો બીજી તરફ ફિલ્મમાં ઐશ્વર્યાના લુકની પણ જોરશોરથી ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મમાં અભિનેત્રી ભારે અને મોંઘા દાગીના પહેરેલી જોવા મળી હતી. જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યાની સુંદરતામાં ચાર ચાંદ લગાવવા માટે એક-બે નહીં પરંતુ અનેક કારીગરોએ મહેનત કરી હતી. જાણો કેવી રીતે અને કેટલા દિવસોમાં ઐશ્વર્યાનો આ લુક તૈયાર થયો.

આજનું રાશિફળ તારીખ : 29-11-2024
Pakistan PAN Card : ભારત છોડો, જાણો કેવું છે પાકિસ્તાનનું PAN કાર્ડ
કથાકાર જયા કિશોરીના આ શબ્દોથી જીવનમાં હાર પણ લાગશે જીત જેવી, જાણો
આદર જૈનની રોકા સેરેમનીના જુઓ ફોટો
Curd Benefits in Winter : ઠંડીમાં દહીં ખાવાથી શરીર પર શું અસર થાય ? જાણી લો
લસણને ઘીમાં શેકીને ખાવાથી જાણો શું થાય છે?
View this post on Instagram

A post shared by Filmforher (@filmforher_us)

ચોલ યુગને ધ્યાનમાં રાખીને તૈયાર કર્યા ઘરેણાં

સમાચાર એજન્સી IANS અનુસાર, આ ઘરેણાં બનાવવા માટે 3 ડિઝાઇનરો દ્વારા 18 કારીગરોને રાખવામાં આવ્યા હતા તેમજ ફિલ્મમાં નંદિનીની ભૂમિકા ભજવતી વખતે જે ઘરેણાં ઐશ્વર્યા રાય બચ્ચને (Aishwarya Rai Bachchan) પહેરવાના હતા તે ઘરેણાં આ કારીગરોએ બનાવવાના હતા. આ આભૂષણોની ડિઝાઇન અને પસંદગી કરતી વખતે ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું કે, આ તમામ ઘરેણાં ફિલ્મ અનુસાર હોવા જોઈએ. કારણ કે ફિલ્મમાં ચોલ યુગ બતાવવામાં આવ્યો છે, અને ભારતની સંસ્કૃતિ દર્શાવી છે, તેથી આ યુગને ધ્યાનમાં રાખીને દાગીનાની પસંદગી કરવામાં આવી છે.

તૈયાર થતાં 6 મહિના લાગ્યા

આ ખૂબ જ સુંદર ઘરેણાં હૈદરાબાદ સ્થિત કંપની દ્વારા બનાવવામાં આવ્યા છે. કંપની દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી જ્વેલરીમાં 3 કારીગરો સામેલ હતા. સાથે જ ઈતિહાસને ધ્યાનમાં રાખીને અને આભૂષણો બનાવવામાં લગભગ 6 મહિનાનો સમય લાગ્યો હતો. જેના પર 18 જેટલા કારીગરોએ કામ કર્યું છે.

ઐશ્વર્યાની જ્વેલરી ખૂબ જ મોંઘી અને લક્ઝુરિયસ

ફિલ્મમાં નંદિનીની ભૂમિકા ભજવતી ઐશ્વર્યા રાય બચ્ચને ઓન-સ્ક્રીન જે જ્વેલરી પહેરી છે, તેમાં પરંપરાગત કુંદન નેકલેસ, વીંટી અને કાનની બુટ્ટીથી સામેલ છે. જેમાં માણેક, નીલમ, પન્ના અને પીળા નીલમ જેવા કિંમતી રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જેના કારણે આ ઘરેણાં ખૂબ મોંઘા છે.

g clip-path="url(#clip0_868_265)">