રણબીર કપૂરની કેપ પર દીકરી રાહાનું નામ, ગણપતિ દર્શનનો Video થયો વાયરલ
Ranbir Kapoor Video: રણબીર કપૂરે (Ranbir Kapoor) બ્લેક પેન્ટ સાથે નેવી બ્લુ કલરનો ઓવરસાઈઝ શર્ટ પહેર્યો હતો. તેને ટ્રાન્સપરન્ટ ગોગ્લસ પહેર્યા હતા. રણબીર કપૂરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. રણબીર કપૂર સામાન્ય રીતે તેની બ્લેક આરકે કેપ સાથે જોવા મળે છે પરંતુ આ વખતે તેની કેપમાં કંઈક ખાસ હતું. ઘણી વખત આલિયા ભટ્ટ પણ રણબીર કપૂરનું શર્ટ અથવા તેની કેપ પહેરીને પેપ્સની સામે જોવા મળી છે.

Ranbir Kapoor Video: બોલિવુડ એક્ટર રણબીર કપૂર (Ranbir Kapoor) રવિવારે ગણપતિ દર્શન માટે ટી-સીરીઝની ઓફિસે પહોંચ્યો હતો. આ સમય દરમિયાન તેની ઘણી બધી તસવીરો અને વીડિયો કેપ્ચર કરવામાં આવ્યા હતા અને તેની કેપએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું. રણબીર કપૂર સામાન્ય રીતે તેની બ્લેક આરકે કેપ સાથે જોવા મળે છે પરંતુ આ વખતે તેની કેપમાં કંઈક ખાસ હતું. રણબીર કપૂરની કેપ પર તેને પિંક કલરના ટેડી બેર સાથે પુત્રી રાહાનું નામ લખ્યું હતું.
અહીં જુઓ વીડિયો
View this post on Instagram
View this post on Instagram
(VC: instant bollywood instagram)
રણબીરની કેપ પર રાહાનું નામ
રણબીર કપૂરે બ્લેક પેન્ટ સાથે નેવી બ્લુ કલરનો ઓવરસાઈઝ શર્ટ પહેર્યો હતો. તેને ટ્રાન્સપરન્ટ ગોગ્લસ પહેર્યા હતા. રણબીર કપૂરના આ વીડિયો પર એક યુઝરે કોમેન્ટ કરી કે ડેડી ગોલ્સ. બીજા યુઝરે કોમેન્ટ કરી કે કેટલું ક્યૂટ. તમને જણાવી દઈએ કે ઘણી વખત આલિયા ભટ્ટ પણ રણબીર કપૂરનું શર્ટ અથવા તેની કેપ પહેરીને પેપ્સની સામે જોવા મળી છે.
આ પણ વાંચો: Mission Raniganj Trailer : 65 મજૂરોને બચાવવાની સ્ટોરી અક્ષય કુમારની ‘મિશન રાણીગંજ’નું ટ્રેલર રિલીઝ
ફેન્સ રાહાની તસવીરોની જોઈ રહ્યા છે રાહ
આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની પુત્રી રાહાની તસવીરો હજુ સુધી સોશિયલ મીડિયા પર સામે આવી નથી. આ કપલ પોતાની દીકરીની તસવીરો શેર કરવાનું ટાળી રહ્યું છે. પરંતુ ફેન્સ હંમેશા રણબીર આલિયાની પુત્રીની તસવીરોની રાહ જોતા હોય છે. એક્ટર રણબીર કપૂર અને આલિયા ભટ્ટે પ્રેમ લગ્ન કર્યા હતા. લાંબા સમય સુધી રિલેશનશીપમાં રહ્યા બાદ આ કપલે એપ્રિલ 2022માં લગ્ન કર્યા હતા.
6 નવેમ્બરે થયો હતો રાહાનો જન્મ
રણબીરે ગયા વર્ષે 14 એપ્રિલ 2022ના રોજ આલિયા ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. 6 નવેમ્બર, 2022 ના રોજ, આલિયા માતા બની અને તેણે એક પુત્રીને જન્મ આપ્યો જેનું નામ રાહા રાખ્યું. રણબીર અને આલિયાએ હજુ સુધી દીકરી રાહાનો ફેસ જાહેર કર્યો નથી. તેઓ તેને લાઈમલાઈટથી દૂર રાખવા માંગે છે. રાહાની ઉંમર 10 મહિના છે. આલિયા તેના જન્મ પછી તરત જ કામમાં પરત ફરી છે. તે ફિલ્મ રોકી ઔર રાની કી પ્રેમ કહાનીમાં પણ જોવા મળી હતી. આ સિવાય આલિયા તેના વર્ક કમિટમેન્ટ્સ પૂરા કરવામાં બિઝી છે.