Mission Raniganj Trailer : 65 મજૂરોને બચાવવાની સ્ટોરી અક્ષય કુમારની ‘મિશન રાણીગંજ’નું ટ્રેલર રિલીઝ
અક્ષય કુમાર 1989ની સત્ય ઘટના પર આધારિત ફિલ્મ લઈને આવી રહ્યો છે. જેનું નામ છે મિશન રાણીગંજ (Mission Raniganj ) ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ. થોડા દિવસો પહેલા આ ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ થયું હતું. હવે 25 સપ્ટેમ્બરે મેકર્સે આ ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કર્યું છે.

બોલિવૂડનો ખિલાડી અક્ષય કુમાર છેલ્લા કેટલાક સમયથી તેની આગામી નવી ફિલ્મ મિશનગંજ રાણીગંજઃ (Mission Raniganj Trailer)ધ ગ્રેટ ભારતને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માઈનિંગ એન્જિનિયર જસવંત સિંહ ગિલ પર આધારિત છે. સોમવારે, નિર્માતાઓએ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ કર્યું. ટ્રેલરમાં અક્ષય જસવંત સિંહના રોલમાં જોવા મળી રહ્યો છે.ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક વ્યક્તિએ કોલસાની ખાણમાં ફસાયેલા ઘણા લોકોના જીવ બચાવ્યા.
આ પણ વાંચો : 18 દિવસ બાદ પણ બોક્સ ઓફિસ પર Jawanની ધમાલ, શાહરૂખ ખાનની ફિલ્મે અત્યાર સુધી કેટલી કમાણી કરી જાણો
7 સપ્ટેમ્બરના રોજ મેકર્સે આ ફિલ્મનું દમદાર ટીઝર રિલીઝ કર્યું હતુ. જેની સ્ટોરીએ લોકોના મનમાં ઉત્સુક્તા જગાવી છે.સામે આવેલા ટ્રેલરથી ફિલ્મની સ્ટોરીને લઈ લોકો ચર્ચા કરી રહ્યા છે. જસવંત સિંહ ગિલના રોલમાં અક્ષય કુમાર ખુબ સુંદર લાગી રહ્યો છે.
પરિણીતી ચોપરા પણ આ ફિલ્મનો ભાગ છે
ટ્રેલરમાં બતાવવામાં આવ્યું હતું કે ખાણમાં પાણી ભરાઈ જવાને કારણે કામદારો અંદર ફસાઈ જાય છે. તેમની સંખ્યા 65 છે. શ્રમિકોના પરિવારજનો ચિંતિત છે. દરેક વ્યક્તિ તેમને બચાવવા માટે તેમના શ્રેષ્ઠ પ્રયાસો કરે છે. ત્યારે અક્ષય કુમાર પોતાનો પ્લાન રજૂ કરે છે. આ ટ્રેલર એકદમ પાવરફુલ લાગે છે. આ ફિલ્મમાં રવિ કિશન પણ છે. બોલિવૂડ અભિનેત્રી પરિણીતી ચોપરા પણ આ ફિલ્મનો ભાગ છે. તે જસવંત સિંહ ગિલની પત્નીનો રોલ કરી રહી છે.
View this post on Instagram
શું છે ફિલ્મની સ્ટોરી ?
ફિલ્મની સ્ટોરી વર્ષ 1989ની છે. પશ્ચિમ બંગાળના રાનીગંજની એક ખાણમાં રાતના સમયે અંદાજે 220 મજુરો કામ કરી રહ્યા છે. તે દરમિયાન દિવાલમાં બ્લાસ્ટ થાય છે. ત્યારબાદ ખાણમાં પાણી ભરાવવાનું શરુ થાય છે. આ ઘટનામાં જસવંત સિંહ ગિલ અનેક મજુરોના જીવ બચાવે છે.
ક્યારે રિલીઝ થઈ રહી છે ફિલ્મ ?
મિશન રાનીગંજ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ 6 ઓક્ટોમ્બરના રોજ રિલીઝ થશે. પહેલા આ ફિલ્મ કેપ્સૂલ ગિલના નામથી આવવાની હતી. પરંતુ ત્યારબાદ નામ બદલીને ધ ગ્રેટ ઈન્ડિયા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતુ. પરંતુ ટ્રીઝર રિલીઝ થતા પહેલા ફરી એક વાર નામ બદલવામાં આવ્યું અને મિશન રાનીગંજ ધ ગ્રેટ ભારત રેસ્ક્યુ રાખવામાં આવ્યું છે.