અનન્યા પાંડે અને સારા અલી ખાન બી-ટાઉનના ટોચના BFFમાંથી એક છે. આ બંનેએ પોતાના કરિયરની શરૂઆત સ્ટાર કિડ્સ તરીકે કરી હતી, પરંતુ હવે તેમની શાનદાર એક્ટિંગથી તેઓ લોકોની ફેવરિટ લિસ્ટમાં સામેલ થઈ ગયા છે. તમે તેમની બેસ્ટ મિત્ર વિશે ઘણી વાતો સાંભળી હશે. પરંતુ તેમની એકસાથે ફિલ્મ વિશે પહેલીવાર વાત સાંભળી હશે. તમે આ બંને મિત્રો પેહલીવાર સાથે જોવા મળશે.
અનન્યા પાંડે અને સારા અલી ખાનની બોલિવુડમાં બહુ ઓછા સમયમાં ફેન ફોલોઈંગ વધી ગયું છે. હવે તમને બંને એકસાથે ફિલ્મમાં જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો અનન્યા પાંડે અને સારા એક ફિલ્મમાં સાથે જોવા મળશે. આ બંને બેસ્ટ ફ્રેન્ડ દીપિકાની સુપરહિટ ફિલ્મની સિક્વલમાં કામ કરશે. હાલમાં જ બંને મેડોક ફિલ્મ્સના પ્રોડક્શન હાઉસની બહાર સાથે જોવા મળ્યા હતા.
રિપોર્ટ્સ મુજબ દીપિકા પાદુકોણની વર્ષ 2012માં રિલીઝ થયેલી ફિલ્મ કોકટેલની સિક્વલ બનવા જઈ રહી છે. જેમાં દીપિકા અને ડાયના પેન્ટીની જગ્યા અનન્યા અને સારા લઈ શકે છે. ખાસ વાત એ છે કે જે ફિલ્મ માટે સારાને પસંદ કરવામાં આવી છે તેની સિક્વલમાં તેના પિતા અને એક્ટર સૈફ અલી ખાન લીડ રોલમાં હતા. ફિલ્મને દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો.
સારા અલી ખાન અને અનન્યા પાંડે એકસાથે ફિલ્મ કરવા જઈ રહ્યા છે, આને લઈને ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. પરંતુ આ દરમિયાન, આ ચર્ચાઓ વધુ જોર પક્ડયું છે અને બંનેના નામ ‘કોકટેલ 2’ સાથે જોડાઈ ગયા. અક્ષય કુમાર અને જ્હોન અબ્રાહમની દેશી બોયઝની સિક્વલના પણ સમાચાર છે. જેમાં અક્ષય અને જ્હોનની જગ્યાએ વરુણ ધવન અને ટાઈગર શ્રોફને લેવામાં આવ્યા છે. આ ફિલ્મ માટે સૌથી પહેલા અનન્યા અને સારાના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પરંતુ હાલના રિપોર્ટ મુજબ આ બંને એક્ટ્રેસને ‘કોકટેલ 2’ માટે પસંદ કરવામાં આવી છે. પરંતુ આને લઈને ઓફિશિયલ જાહેરાત થવાની બાકી છે.
Published On - 4:02 pm, Thu, 1 February 24