અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ધૂમ મચાવશે બોલિવુડ, ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ થશે સામેલ

અંબાણી પરિવારમાં અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ ગ્રાન્ડ લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. 1, 2 અને 3 માર્ચના રોજ બંનેનું પ્રી-વેડિંગ ફંક્શન જામનગરમાં થવાનું છે. જ્યાં બોલિવુડ સ્ટાર્સ સિવાય ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ પરફોર્મ કરતા જોવા મળશે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં ધૂમ મચાવશે બોલિવુડ, ઈન્ટરનેશનલ સ્ટાર્સ પણ થશે સામેલ
Anant Ambani - Radhika Merchant
Follow Us:
| Updated on: Feb 25, 2024 | 5:22 PM

બિઝનેસમેન મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. બંનેના લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. છેલ્લા કેટલાક સમયથી આ ગ્રાન્ડ લગ્નને લઈને ઘણી ચર્ચા ચાલી રહી છે. બંનેએ થોડા સમય પહેલા જ ધૂમધામથી સગાઈ કરી હતી. જે બાદ પ્રી-વેડિંગ કાર્ડ સામે આવ્યું હતું. ગુજરાતના જામનગરમાં આ ગ્રાન્ડ કાર્યક્રમ થવાનો છે. જે 1, 2 અને 3 માર્ચના રોજ યોજાશે. હવે આ સેલિબ્રેશન સાથે જોડાયેલી વિગતો સામે આવી છે. હાલમાં જ સમાચાર આવ્યા છે કે હોલીવુડની પોપ્યુલર સ્ટાર રિહાના પ્રી-વેડિંગ ફંક્શનમાં પરફોર્મ કરવા જઈ રહી છે.

થોડા સમય પહેલા પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનું પ્રી-વેન્ડિંગ કાર્ડ પણ વાયરલ થયું હતું. પરંતુ આ ફંક્શનમાં બોલિવુડ સિવાય વિદેશી મહેમાનો પણ સામેલ થશે. તેનું એક લિસ્ટ પણ સામે આવ્યું છે.

અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં રિહાનાનું પરફોર્મન્સ

પિંકવિલાના રિપોર્ટ મુજબ આ પ્રી-વેડિંગ ફંક્શનમાં સિંગર અરિજીત સિંહ, હરિહરન અને પ્રીતમ પરફોર્મ કરશે. આ સિવાય હોલિવુડ સ્ટાર રિહાના આ ખાસ અવસર પર પરફોર્મ કરવા જઈ રહી છે. જેની સાથે દુનિયાભરમાં પોપ્યુલર ઈલ્યૂજનિસ્ટ ડેવિડ બ્લેન પણ પરફોર્મ કરતા જોવા મળશે. આ સિવાય પંજાબી સિંગર દિલજીત દોસાંઝ પણ આ સેલિબ્રેશનમાં પરફોર્મ કરશે.

દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

આ પ્રી-વેડિંગ ફંક્શન અંબાણી પરિવારના જામનગરના ઘરમાં થશે. જ્યાં આ સ્ટાર્સના પરફોર્મન્સ સિવાય ડાન્સ, વિઝ્યુઅલ આર્ટ, કાર્નિવલ ફન અને સ્પેશિયલ સરપ્રાઈઝ પરફોર્મન્સ પણ હશે. આ ખાસ અવસર પર બોલિવુડના ઘણા સ્ટાર્સ પણ હાજર રહેશે.

આ બોલિવુડના સ્ટાર્સ ધૂમ મચાવશે

ટાઈમ્સ નાઉના રિપોર્ટ મુજબ શાહરૂખ ખાન, સલમાન ખાન, આમિર ખાન, અક્ષય કુમાર પણ પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં હાજરી આપશે. આ સિવાય બોલિવુડના ત્રણ પોપ્યુલર કપલ પણ ભાગ લેવાના છે. જેમાં દીપિકા પાદુકોણ-રણવીર સિંહ, આલિયા ભટ્ટ-રણબીર કપૂર અને કેટરીના કૈફ-વિકી કૌશલનો સમાવેશ થાય છે.

આ સિવાય ફિલ્મમેકર કરણ જોહર, સૈફ અલી ખાન, સિદ્ધાર્થ મલ્હોત્રા, શ્રદ્ધા કપૂર, વરુણ ધવન, અનિલ કપૂર, માધુરી દીક્ષિત, કરિશ્મા કપૂર સહિત ઘણા સ્ટાર્સ આ ફંક્શનમાં ભાગ લેશે. આ ખાસ પ્રસંગે બચ્ચન પરિવાર પણ પહોંચશે.

આ પણ વાંચો: કોટન સાડીમાં મૌની રોયનો કિલર લુક, તસવીરો જોઈને ફેન્સ થયા દિવાના

એન્ટરટેઇન્મેન્ટના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
સાબરકાઠાં: કાળઝાળ ગરમીથી લોકો બેહાલ, ઇડર બન્યું અગનગોળાની ભઠ્ઠી, જુઓ
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
અમદાવાદમાં હીટવેવના કારણે લૂ, ઝાડા ઉલ્ટીના કેસમાં થયો વધારો
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
ભાવનગરમાં ખનિજ માફિયાઓ બેફામ, ભૂસ્તર વિભાગના અધિકારીની કરી રેકી
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
રાજકોટ ખાતે TV9ના એજ્યુકેશન એક્સપોમાં બીજા દિવસે પણ વિદ્યાર્થીનો ધસારો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
કાળઝાળ ગરમીને લઈ હવામાન વિભાગનું હીટવેવ એલર્ટ, જાણો
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
મહેસાણાઃ કાળઝાળ ગરમીને લઈ વોટરપાર્કમાં લોકોની ભીડ ઉમટતા હાઉસફૂલ, જુઓ
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, વડોદરામાં 500થી વધુ લોકોને હીટવેવની અસર
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠાઃ કરોડો રુપિયાનો એજન્ટે રોકાણકારોને ચૂનો લગાવ્યાનો આક્ષેપ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
બનાસકાંઠામાં સતત વધી રહ્યો છે કાળઝાળ ગરમીનો પ્રકોપ, લોકો પરેશાન, જુઓ
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
તરસાલી રોડ પર વૃદ્ધ દંપતિને ઘરે લુંટ વીથ મર્ડરની ઘટના,આરોપી ફરાર
g clip-path="url(#clip0_868_265)">