Bade Miyan Chhote Miyan Trailer : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની જોડી ધૂમ મચાવશે, BMCMનું ટ્રેલર છે બ્લોકબસ્ટર

|

Mar 26, 2024 | 2:14 PM

Bade Miyan Chhote Miyan Trailer Release : નિર્માતાઓએ મંગળવારે અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ, માનુષી છિલ્લર અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ટ્રેલર રિલીઝ કર્યું છે.

Bade Miyan Chhote Miyan Trailer : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફની જોડી ધૂમ મચાવશે, BMCMનું ટ્રેલર છે બ્લોકબસ્ટર
Bade Miyan Chhote Miyan Trailer

Follow us on

Bade Miyan Chhote Miyan Trailer Release : અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ તેમની આગામી ફિલ્મ બડે મિયાં છોટે મિયાંને લઈને ચર્ચામાં છે. બંને એક્શન સ્ટાર આ ફિલ્મમાં પહેલીવાર સાથે કામ કરી રહ્યા છે. આ ફિલ્મનું ટીઝર લગભગ 2 મહિના પહેલા રિલીઝ થયું હતું. જેમાં બંને એક્શન અવતારમાં જોવા મળ્યા હતા. હવે બડે મિયાં અને છોટે મિયાં ટ્રેલરમાં પણ ધૂમ મચાવતા જોવા મળે છે.

સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મનું ટ્રેલર શેર

નિર્માતાઓએ મંગળવારે અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ, પૃથ્વીરાજ સુકુમારન, અલાયા એફ, માનુષી છિલ્લર અને સોનાક્ષી સિન્હા અભિનીત ફિલ્મ બડે મિયાં છોટે મિયાંનું ટ્રેલર રિલીઝ કર્યું છે. નિર્માતાઓએ 12.42 વાગ્યે યુટ્યુબ પર ટ્રેલર રિલીઝ કર્યું. આ સિવાય અક્ષય અને ટાઈગર સહિત ફિલ્મની સ્ટારકાસ્ટે પણ પોતપોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર ફિલ્મનું ટ્રેલર શેર કર્યું છે.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

ફેન્સને ટ્રેલરના રૂપમાં મોટી ભેટ મળી

બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. ફેન્સ તેના ટ્રેલરને સોશિયલ મીડિયા પર શેર કરવાની માંગ કરી રહ્યા હતા. હવે હોળીના એક દિવસ પછી ચાહકોને બડે મિયાં છોટે મિયાંના નિર્માતાઓ તરફથી ટ્રેલરના રૂપમાં મોટી ભેટ મળી છે. ટ્રેલર એક્શનથી ભરપૂર છે. આમાં ટાઈગર અને અક્ષયની જોડી ધૂમ મચાવતી જોવા મળી રહી છે. ટ્રેલરને જોઈને સ્પષ્ટ થાય છે કે ઈદના અવસર પર જ્યારે ફિલ્મ સ્ક્રીન પર આવશે ત્યારે બોક્સ ઓફિસ પર ઘણા રેકોર્ડ બનાવશે.

શું છે બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરમાં?

બડે મિયાં છોટે મિયાંના ટ્રેલરમાં બે બાબતો મિક્સ કરવામાં આવી છે. પહેલું છે દેશભક્તિ અને બીજું એક્શન. તમને દરેક સીનમાં વાહનોમાં બ્લાસ્ટ, કૂદમકૂદ અને ધમાકા જ જોવા મળશે. આ સિવાય તેમાં કેટલાક સારા ડાયલોગ્સ પણ સાંભળવા મળી રહ્યા છે, જેના કારણે તમારી અંદર પણ દેશ માટે કંઈક કરવાનો જુસ્સો ઉકળવા લાગશે.

અક્ષય અને ટાઈગર એકબીજા સાથે લડતા જોવા મળશે

ટ્રેલરમાં સંવાદ દ્વારા પહેલાથી જ કહેવામાં આવ્યું છે કે, ફિલ્મમાં પૃથ્વીરાજ સુકુમારનનો વિલન અવતાર ઘણો ખતરનાક સાબિત થવાનો છે. તેનું કોઈ નામ નથી, કોઈ ઓળખ નથી અને કોઈએ તેનો ચહેરો જોયો નથી. ટ્રેલરમાં તેની ઝલક બતાવવામાં આવી નથી. દરેક જગ્યાએ વિલનને તેના ચહેરા પર માસ્ક પહેરેલો બતાવવામાં આવ્યો છે. ટ્રેલર પરથી સ્ટોરીનો અંદાજો લગાવી શકાય છે.

અક્ષય અને ટાઇગરનું એક જ મિશન

ટ્રેલર અનુસાર વિલન દેશના સૌથી ખતરનાક હથિયારની ચોરી કરીને બદલો લેવાની ધમકી આપે છે. આ સાથે તે અધિકારીઓને દેશ બચાવવા માટે ત્રણ દિવસનો સમય આપે છે. આટલા મોટા સાયકોપેથ વિલનને પકડવા માટે રોનિત રોય બે એનાથી પણ મોટા સાયકોપેથની જરૂરિયાત વિશે વાત કરે છે અને પછી અક્ષય અને ટાઇગરનો પ્રવેશ થાય છે. બંને એક મિશન પર નીકળ્યા હોય છે પરંતુ અંતે એક ટ્વિસ્ટ બતાવવામાં આવ્યો છે. ટ્રેલરના અંતમાં અક્ષય અને ટાઈગર એકબીજા સાથે લડતા જોવા મળે છે.

 

Next Article