ડ્રગ્સના કેસમાં અભિનેત્રીના ભાઈની ધરપકડ, પોલીસે 35 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું

હાલમાં જ એવા સમાચાર સામે આવ્યા હતા કે, બોલિવુડની ફેમસ અભિનેત્રીના ભાઈનું નામ ડ્રગ્સના રેકેટમાં સામે આવ્યું છે. તો ચાલો જાણીએ કઈ બોલિવુડ અભિનેત્રીનો ભાઈ પોલીસની ઝપટમાં આવ્યો છે.

ડ્રગ્સના કેસમાં અભિનેત્રીના ભાઈની ધરપકડ, પોલીસે 35 લાખનું ડ્રગ્સ જપ્ત કર્યું
Follow Us:
| Updated on: Jul 16, 2024 | 2:38 PM

બોલિવુડની એક ફેમસ અભિનેત્રીના ભાઈની પોલિસે ધરપકડ કરી હતી. આ મામલો ડ્રગ્સ સાથે જોડાયેલો છે. હવે અભિનેત્રીના ઘરમાં મુસીબત આવી છે. જે અભિનેત્રીની વાત કરી રહ્યા છે તેનું નામ રકુલ પ્રીત સિંહ છે. રકુલ પ્રીત જેનું નામ સુશાંત સિંહ રાજપુતના નિધન બાદ ડ્રગ્સ મામલે ખુબ ચર્ચામાં રહ્યું હતુ. હવે તેના ભાઈ અમન પ્રીત સિંહ પર ડ્રગ્સ કેસમાં મુસબીત આવી છે.

પોલીસે 2.6 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

હાલમાં એવા સમાચાર મળી રહ્યા છે કે, રકુલના ભાઈને હૈદરાબાદ પોલીસે ડ્રગ્સ કેસમાં ધરપકડ કરી લીધી છે. રિપોર્ટ મુજબ TGANBને જાણકારી મળ્યા બાદ સાઈબરાબાદ પોલીસ અને નરસિંગી પોલીસ સાથે મળી એક ફ્લેટમાં રેડ પાડી હતી. જેમાં અભિનેત્રીનો ભાઈ મળી આવ્યો હતો. આ સિવાય ડ્રગ્સ મામલે અંદાજે 13 લોકોની પણ ઘરપકડ કરી હતી. હાલમાં ડ્રગ્સની સપ્લાય કરનાર ફરાર છે. કહેવામાં આવી રહ્યું છે કે, તેલંગણા એન્ટી નારકોટિક્સ ડિપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી 2.6 કિલોગ્રામ ડ્રગ્સ પણ મળ્યું છે. જેની કિંમત 35 લાખ રુપિયા બતાવવામાં આવી રહી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તમામને અદાલતમાં રજુ કરવામાં આવશે

આ મામલે પોલીસે 2.6 કિલોગ્રામ ડ્રગ્સ સિવાય 2 પાસપોર્ટ, 2 બાીક અને 10 ફોન જપ્ત કરી લીધા છે. હવે સૌથી પહેલા પોલીસ તમામ આરોપીઓની મેડિકલ તપાસ કરશે, ત્યારબાદ આ તમામને અદાલતમાં રજુ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે, રકુલ પ્રીત સિંહના ભાઈ અમન સિહ અભિનેતા તરીકે ઈન્ડસ્ટ્રીમાં કિસ્મત અજમાવી હતી પરંતુ તેને કોઈ ખાસ ઓળખ મળી ન હતી.

13 આરોપીઓની ધરપકડ

અમન પર આરોપ છે કે, તેમણે ડ્રગ્સનો ઉપયોગ કર્યો હતો. અમન પ્રીત એ 13 આરોપીઓમાંથી એક છે. જે નાઇજીરીયા નાગરિકો દ્વારા ચલાવવામાં આવી રહેલા એક ડ્રગ્સ રેકેટમાં સામેલ હતો.ભારતમાં નશાને લઈને કડક નિયમ છે તેમ છતાં 35 કરોડથી વધુ લોકો નશો કરે છે. નશાને રોકવા માટે એજન્સીઓ સતત કામ કરી રહી છે. ઈથિપોપિયા, નાઇજીરીયા, યુગાંડા જેવા દેશમાંથી નશીલા પદાર્થ દુબઈ, શારજહા થઈ ભારત પહોંચે છે.

નાઇજીરીયા જે આખી દુનિયામાં નશા માટે બદનામ છે. જેને મહામારી માનવામાં આવે છે. નાઇજીરીયા ગેરકાયદેસર ડ્રગ્સનું મુખ્ય ઉત્પાદક, વેંચાણ તરીકે જાણીતું બન્યું છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">