એક પત્ની માટે તેના પતિની જીતથી વધારે શું હોય ! અનુષ્કા શર્માએ વર્લ્ડ કપની જીત બાદ કિંગ કોહલી પર લુટાવ્યો પ્રેમ

|

Jun 30, 2024 | 12:18 PM

ભારતે વર્લ્ડ કપ ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવ્યું અને મેચ 7 રને જીતી લીધી. વિરાટ કોહલી આ જીતનો હીરો હતો અને તેણે સૌથી વધુ રન બનાવ્યા હતા. હવે તેની પત્ની અનુષ્કા શર્માએ ટીમ ઈન્ડિયા અને કોહલીને અભિનંદન પાઠવ્યા છે.

એક પત્ની માટે તેના પતિની જીતથી વધારે શું હોય ! અનુષ્કા શર્માએ વર્લ્ડ કપની જીત બાદ કિંગ કોહલી પર લુટાવ્યો પ્રેમ
Anushka Sharma congratulated husband

Follow us on

ઈતિહાસ રચાયો છે. ભારતે વર્લ્ડ કપની ફાઇનલમાં સાઉથ આફ્રિકાને હરાવી બીજી વખત ટ્રોફી જીતી છે. સમગ્ર વિશ્વ કપ દરમિયાન વિરાટ કોહલીનું બેટ શાંત રહ્યું હતું પરંતુ ફાઇનલમાં તેણે મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને સૌથી મહત્વની મેચમાં ટીમને જીત અપાવી હતી. આ જીત ઘણી રીતે ખાસ હતી. 2023ના વર્લ્ડકપની ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે કારમી હાર બાદ દરેકનું દિલ તૂટી ગયું હતું. પરંતુ બરાબર એક વર્ષ બાદ ભારતે વર્લ્ડ કપ જીત્યો અને કરોડો દેશવાસીઓના ચહેરા પર સ્મિત આવી ગયું. વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માએ પણ સોશિયલ મીડિયા પર તેને ખાસ અંદાજમાં જીત પર અભિનંદન પાઠવ્યા હતા આ સાથે પતિ વિરાટ પર પ્રેમ વરસાવ્યો છે.

કિંગ કોહલી પર અનુષ્કાએ વરસાવ્યો પ્રેમ

વિરાટનો ઉલ્લેખ કરતા પત્ની અનુષ્કા એ લખ્યું- અને હું આ વ્યક્તિને પ્રેમ કરું છું. વિરાટને મારું ઘર કહીને હું ખુશ છું. મારા તરફથી પણ ખુબ ઉજવણી કરો. ઘણા ચાહકો પણ આ પોસ્ટ પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું- કિંગ એ તે કર્યું જે તે હંમેશા કરતા આવ્યા છે. અન્ય એક વ્યક્તિએ લખ્યું- કેપ્શન વાંચીને મારી આંખો આંસુઓથી ભરાઈ ગઈ. અન્ય એક વ્યક્તિએ લખ્યું- આ ગર્વની ક્ષણો છે.

Luxury Train : દુનિયાની સૌથી મોંઘી ટ્રેન છે ભારતમાં, ભાડું જાણી ચોંકી જશો
Kumbh Mela Video : ગુજરાતી લોકગાયક કીર્તિદાન ગઢવીએ મહાકુંભમાં લગાવી ડૂબકી
'હું ભગવાન છું', IITian બાબાના નવા વીડિયોએ મચાવી દીધો હંગામો
કચ્ચા બદામ ગર્લ અંજલિ અરોરાની આ સાદગી જોતાં રહી ગયા ફેન્સ
મહિલાઓ માટે આ સરકારી બચત યોજના છે શાનદાર, 31 માર્ચ સુધી રોકાણ કરવાની તક
23 વર્ષની જન્નત ઝુબેરે શાહરૂખ ખાનને આ મામલે પાછળ છોડ્યો, જુઓ ફોટો

મેચમાં મોટી જીત બાદ તરત જ પત્ની અને બાળકોને વીડિયો કોલ કર્યો હતો અને પોતાની ખુશી શેર કરી હતી. ત્યારે પત્ની અનુષ્કા પણ પતિની ખુશી અને મોટી જીતથી ગદગદ થઈ ગઈ હતી અને પોસ્ટ અને સ્ટોરી શેર કરી કિંગ કોહલી પર પ્રેમ વરસાવ્યો હતો.

ટીમ ઈન્ડિયાને પાઠવી શુભકામના

તેણે બે અલગ-અલગ પોસ્ટ શેર કરી. પહેલી પોસ્ટમાં ટીમ ઈન્ડિયાને અભિનંદન આપતા તેણે લખ્યું- અમારી દીકરીનો સૌથી મોટો સવાલ એ હતો કે જ્યારે ટીવી પર મેદાન પર તમામ ખેલાડી રડી રહ્યા હતા ત્યારે શું તેમને ગળે લગાવવા માટે કોઈ નહોતું? મારી બાળકી, તેને અજાણ છે તેમને 150 કરોડ ભારતીયો ગળે લગાવી દીધા છે. કેટલી મોટી જીત અને મોટી સિદ્ધિ. ચેમ્પિયનને ખૂબ ખૂબ અભિનંદન.

7 રને જીત મેળવી હતી

મેચની વાત કરીએ તો આ મેચ ખૂબ જ રસપ્રદ રહી હતી અને ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું. વિરાટ કોહલી 76 રન બનાવી મેન ઓફ ધ મેચ બન્યો હતો. સાઉથ આફ્રિકાએ ટાર્ગેટનો પીછો કરતી વખતે સારી લડત આપી હતી પરંતુ ભારતના 176 રનના જવાબમાં તે 169 રન જ બનાવી શકી હતી. જસપ્રીત બુમરાહને સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન તેના ઉત્તમ રમત માટે મેન ઓફ ધ ટુર્નામેન્ટ પસંદ કરવામાં આવ્યો હતો.

Next Article