Gujarat Election 2022 : વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતનો આજે બીજો દિવસ, જાણો આજનો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજે આમોદ,આણંદ અને જામનગરમાં (Jamnagar) જાહેર સભાને સંબોધશે તથા અડાલજમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે.
ગુજરાતમાં ધીમે ધીમે ચૂંટણી માહોલ જામ્યો છે, ત્યારે PM મોદી પણ ગુજરાત મિશન (Gujarat Mission) પર છે. મિશન ગુજરાતના પ્રથમ દિવસે મોઢેરા પહોંચેલા PM મોદીનું ભવ્ય સ્વાગત થયુ હતુ. PM મોદીના હસ્તે મહેસાણા(mehsana) જિલ્લાના રૂપિયા 3092 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. અહી PM મોદીએ જાહેરસભા સંબોધી મોઢેશ્વરી માતાજીના દર્શન કર્યા હતા બાદમાં ત્યાંથી મોઢેરા સૂર્ય મંદિર પહોંચી લાઈટ એન્ડ સાઉન્ડ શોનું લોકાર્પણ કર્યું હતું.
PM મોદી પોતાના મિશન ગુજરાતના બીજા દિવસે પણ અનેક લોકાર્પણ તથા જાહેર સભાને સંબોધશે. PM મોદી આજે આમોદ,આણંદ અને જામનગરમાં (Jamnagar) જાહેર સભાને સંબોધશે તથા અડાલજમાં શૈક્ષણિક સંકુલની મુલાકાત લેશે. PM મોદી પોતાના ગુજરાત મિશનના બીજા દિવસે ખાસ સૌરાષ્ટ્ર પર ફોક્સ કરશે. PM મોદી જામનગરમાં સૌરાષ્ટ્રના તમામ ભાજપ આગેવાનોને (BJP Leaders) ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપશે. આ દરમિયાન PM મોદી બીજા દિવસનું રાત્રિ રોકાણ પણ જામનગરમાં જ કરશે.
મહેસાણાને 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી
ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા પીએમ મોદીએ (PM Modi Gujarat visit) તેમના પ્રવાસના પ્રથમ દિવસે દેશના સૌ પ્રથમ સોલાર વિલેજ(Solar Village) નું લોકાર્પણ કર્યું હતુ. તેમજ તેમણે મહેસાણા જિલ્લાને પણ 3092 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી. આ લોકાર્પણ કાર્યક્રમ બાદ જનમેદનીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતુ કે, સોલર વિલેજ બનવાથી લોકોને વીજળીના બિલથી છૂટકારો મળશે. પહેલા હોર્સ પાવર માટે આંદોલનો કરવા પડતા હતા.