ગુજરાત એસેમ્બલી ઇલેકશન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીની મતદાન પ્રક્રિયાને હવે ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જીતવા તમામ રાજકીય પક્ષો મેદાનમાં ઉતરી ગયા છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. જો કે આ તમામમાં ભાજપના ચૂંટણી પ્રચારનું નેતૃત્વ વડાપ્રધાન મોદી કરવાના છે. ગુજરાતમાં ભાજપના પ્રચાર માટે વડાપ્રધાન મોદીએ પુરતો સમય આપવાનો નિર્ણય લીધો છે. વડાપ્રધાન ગુજરાતમાં 25 રેલી કરીને પ્રચાર કરવાના છે, તેમની રેલીઓ માટેના આયોજન થઇ ગયા છે. કાર્યક્રમ માટેની તૈયારીઓ પણ પૂરજોશમાં ચાલી રહી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરીથી ગુજરાત મુલાકાતે આવવાના છે. અગાઉ ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી વલસાડના નાનપોંઢા આવ્યા હતા. જ્યાં તેમણે સભા સંબોધન દરમિયાન જણાવ્યુ હતુ કે ગુજરાત ભાજપને મારી પાસે પ્રચારનો જેટલો સમય માગવો હોય તેટલો મારો આપવો પડે. હું ગુજરાતમાં પ્રચાર માટે ભાજપ જેટલો સમય માગશે તેટલો આપશે. પોતે આપેલા વચન પ્રમાણે જ વડાપ્રધાન મોદી આગામી દિવસોમાં ગુજરાતમાં એક પછી એક પ્રચાર રેલીઓ કરવાના છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી દિવસોમાં 25 જેટલી રેલી ગુજરાતમાં કરવાના છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપે ચૂંટણી જીતવા માટે માસ્ટર પ્લાન બનાવ્યો છે. વડાપ્રધાન મોદી મતદાન પહેલા 150 બેઠક પર સત્તા માટે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર કરશે. તેઓ લગભગ 25 રેલી કરીને 150 બેઠક કવર કરશે. આ રેલીઓની તારીખોને PMOમાંથી મંજૂરી મળ્યા બાદ રેલીઓ કયારે યોજાશે તે જાહેર કરાશે..પીએમ મોદી સહિત સ્ટાર પ્રચારકોના નેતૃત્વમાં આ ચૂંટણી રેલીઓ આગામી સપ્તાહથી શરૂ થાય તેવી શકયતા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી સિવાય અન્ય સ્ટાર પ્રચારકો પણ ગુજરાતમાં સતત પ્રવાસે રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 40 સ્ટાર પ્રચારકોના નામ જાહેર કર્યા છે. પીએમ મોદી, જેપી નડ્ડા, અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી, રવિ કિશનના નામ પણ આ યાદીમાં સામેલ છે. સીઆર પાટીલ પુરૂષોત્તમ રૂપાલા પણ પાર્ટીનો પ્રચાર કરશે. સત્તાધારી ભારતીય જનતા પાર્ટી (BJP) સંપૂર્ણ તાકાત લગાવવાનો પ્રયાસ કરી રહી છે.
ભાજપે ચૂંટણી પ્રચાર માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, મધ્યપ્રદેશના સીએમ શિવરાજ સિંહ ચૌહાણ, કેન્દ્રીય પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ, કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, બીજેપી સાંસદ હેમા માલિની, મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ સહિત અન્યને કામ સોંપી દીધુ છે. તમને જણાવી દઈએ કે ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી છે.
Published On - 12:23 pm, Sat, 12 November 22