Gujarat Election 2022: ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે ફાલ્કન, અગસ્તા, હોવકર સહિતના હેલિકોપ્ટરનું બુકિંગ, 100 કરોડ રૂપિયાનું થશે આંધણ

ચૂંટણી પ્રચાર (Election 2022) માટે વિવિધ પક્ષ દ્વારા ફાલ્કન,  હોવકર, સાઇટેશન, સી-20 સહિતના એરક્ફાટનું બુકિંગ કરવામાં આવ્યું છે. રાજકીય પક્ષો દ્વારા જેટ સહિતના 9 ચાર્ટર્ડ એરક્રાફ્ટ, 6 ટ્વિન એન્જિન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી 25 દિવસ માટે એડવાન્સમાં બુક  કરવામાં આવ્યા છે.

Gujarat Election 2022: ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે ફાલ્કન, અગસ્તા, હોવકર સહિતના હેલિકોપ્ટરનું બુકિંગ, 100  કરોડ રૂપિયાનું થશે આંધણ
Helipad at kamalam
Follow Us:
Ronak Varma
| Edited By: | Updated on: Nov 12, 2022 | 11:25 AM

 ગુજરાત એસેમ્બલી ઇલેક્શન 2022:  ચૂંટણીના ધમધમાટ  વચ્ચે હવે ચૂંટણી પ્રચાર માટે ભાજપે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી છે  ત્યારે  ભારતીય જનતા પાર્ટીએ  ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે  5 હેલિકોપ્ટર ભાડે મંગાવ્યા છે.  આ હેલિકોપ્ટર  દિલ્હી બેંગ્લોર અને મુંબઈથી  હેલિકોપ્ટર બનાવવામાં આવ્યા છે. સ્ટાર પ્રચારકો ઝડપથી એક સ્થળેથી બીજા સ્થળે પ્રચાર માટે જઈ શકે તે માટે હેલિકોપ્ટરની ભાજપે  વ્યવસ્થા કરી છે.  ગુજરાતમાં હવે સતત એક મહિના માટે વિવિધ રાજકીય નેતાઓ  અને સ્ટાર પ્રચારકોની અવર જવર રહેશે તેના માટે આ વ્યવસ્થા ઉભી  કરવામાં આવી છે.  રાજકીય પક્ષો દ્વારા જેટ સહિતના 9 ચાર્ટર્ડ એરક્રાફ્ટ, 6 ટ્વિન એન્જિન અગસ્તા હેલિકોપ્ટર અમદાવાદ, મુંબઇ અને દિલ્હીથી સ્પેશિયલ મગાવી 25 દિવસ માટે એડવાન્સમાં બુક  કરવામાં આવ્યા છે. જેમાથી લકઝુરિયસ અગસ્તા હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાનનું અમદાવાદ એરપોર્ટ પર આવી ચૂક્યું છે.

ગુજરાત ઇલેકશન 2022 : કમલમની પાછળ ભાજપ દ્વારા તૈયાર કરાયું હેલિપેડ

ભાજપે નોયડાની મેઘા મેક્સ કંપનીના હેલિકોપટર હાયર કર્યા  છે. જે  સ્ટાર પ્રચારકો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે  આવશે . તેઓ વિવિધ સ્થળે  જનમેદનીને સંબોધન કરશે, રોડ શો કરશે , તેમજ પત્રકાર પરિષદને પણ સંબોધન કરશે ત્યારે તેઓ ઝડપથી અવર જવર કરી શકે તે માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કરવામાં આવશે.  દિલ્હીથી એક હેલિકોપ્ટર અને ચાર્ટર્ડ વિમાન અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યુ છે.   જેમ જેમ રાજ્યમાં ચૂંટણીનો માહોલ જામતો જશે તેમ  તેમ  વધારે હેલિકોપ્ટર તથા  ચાર્ટર્ડ વિમાનનું બુકિંગ કરવામાં આવશે.

વિવિધ હેલિકોપ્ટરનું થયું બુકિંગ

આ ચૂંટણી પ્રચાર માટે વિવિધ પક્ષ દ્વારા ફાલ્કન,  હોવકર, સાઇટેશન, સી-20 સહિતના એરક્ફાટનું બુકિંગ કરવામાં આવ્યું છે.

LGBTQ+ સમુદાયને ભારતમાં મળે છે આ મોટા ફાયદા
બોલ્ડ ફોટોશૂટને લઈ આ અભિનેત્રી પર લાગ્યો હતો 15,000 નો દંડ, હવે બની સંન્યાસી
ટીવીની પાર્વતી સોનારિકા ભદોરિયાની આ સુંદર તસવીરો તમારું મન મોહી લેશે, જુઓ
સેહવાગને લગ્ન પછી શેનો ડર હતો?
મુકેશ અંબાણી અને ગૌતમ અદાણી બંનેમાં કોનું ઘર મોટુ અને કોનુ ઘર છે નાનું, જોઈ લો
Remove evil eye : ઘરની ખરાબ નજર કેવી રીતે ઉતારવી ? જુઓ Video
Helicopter booking for Gujarat election 2022

Helicopter booking for Gujarat election 2022

ગુજરાત ઇલેકશન 2022 : મહિના સુધી ગુજરાતના વિવિધ જિલ્લામાં હેલિકોપ્ટરથી પ્રવાસ કરશે નેતાઓ

ડિસેમ્બર મહિનામાં ગુજરાત રાજ્યમાં વિધાનસભા ચૂંટણીઓ યોજાનાર છે. આ વિધાનસભા ચૂંટણીમાં પ્રચાર પ્રસાર માટે વિવિધ માધ્યમોનો રાજકીય પક્ષ ઉપયોગ કરતા હોય છે ત્યારે રાજકીય પક્ષોના કેન્દ્રીય નેતાઓ પણ ગુજરાત રાજ્યમાં ધામા નાખતા હોય છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં પહોળો પ્રચાર પ્રસાર કરવા માટે જાહેર કરાયેલી સ્ટાર પ્રચારકોની યાદી અને તેમના માટે વિશેષ પાંચ જેટલા હેલિકોપ્ટર ભાડે લેવામાં આવ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ કાર્યાલય કમલમ પાસે આવેલા હેલીપેડ માં હેલિકોપ્ટર આવવાની શરૂઆત થઈ ચૂકી છે.

 ગુજરાત ઇલેકશન 2022 : ગુજરાતમાં ધામા નાખશે દિગ્ગજ નેતાઓ

ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને રાજકીય પક્ષો પ્રચારમાં વ્યસ્ત છે. તેવા સમયે ભાજપે ચૂંટણીના મેદાનમાં ઉતારશે નેતાઓની ફોજ ઉતારવાનું આયોજન કર્યું છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદી , કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તથા જે. પી. નડ્ડા ગુજરાતમાં 14 નવેમ્બર બાદ સભા ગજવશે.

આ સભામાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ તથા યુપીના સીએમ યોગી આદિત્યનાથ પણ ગુજરાત આવશે. જેમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ ગુજરાતમાં ભાજપ માટે કેમ્પેઇન કરશે. આ ઉપરાંત હેમામાલીની, રવિ કિશન, મનોજ તિવારી પણ ગુજરાતમાં કેમ્પેઈન કરશે. ભાજપે 40થી વધુ સ્ટાર કેમ્પેઇન ચૂંટણી મેદાનમાં ઉતારશે. આ સ્ટાર પ્રચારકોની યાદી આ મુજબ છે.

  1. પીએમ  મોદી
  2. જેપી નડ્ડા
  3. રાજનાથ સિંહ
  4. અમિત શાહ
  5. નીતિન ગડકરી
  6. સી.આર.પાટીલ
  7. ભૂપેન્દ્ર પટેલ
  8. અર્જુન મુંડા
  9. સ્મૃતિ ઈરાની
  10. ધર્મેન્દ્ર પ્રધાન
  11. મનસુખ માંડવિયા
  12. ભૂપેન્દ્ર યાદવ
  13. પરષોત્તમ રૂપાલા
  14. ભારતીબેન શિયાળ
  15. સુધીર ગુપ્તા
  16. યોગી આદિત્યનાથ
  17. શિવરાજસિંહ ચૌહાણ
  18. હેમંત બિશ્વા શર્મા
  19. દેવેન્દ્ર ફડણવીસ
  20. વિજય રૂપાણી
  21. નીતિન પટેલ
  22. વજુભાઈ  વાળા
  23. રત્નાકર
  24. દિનેશ લાલ યાદવ (નિરહુઆ)
  25. રવિ કિશન
  26. મનોજ તિવારી
  27. તેજસ્વી સૂર્યા
  28. હર્ષ સંઘવી
  29. હેમા માલિની
  30. પરેશ રાવલ
  31. પ્રદિપસિંહ વાઘેલા
  32. વિનોદ ચાવડા
  33. મનસુખ વસાવા
  34. પ્રશાંત કોરાટ
  35. પૂનમબેન માડમ
  36. શંભુપ્રસાદ ટૂંડીયા
  37. કુંવરજી બાવળિયા
  38. ગણપત વસાવા
  39. પરસોત્તમ સોલંકી
  40. પરિન્દુ ભગત

બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
બનાસકાંઠાનું વિભાજન: જન આક્રોશ સામે સમર્થનની મહારેલી
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
કચ્છ- સુરતમાં શાળાના ટોર્ચરથી વિદ્યાર્થિનીઓના આપઘાતનો ખૂલાસો- Video
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
થાનની આ રાસમંડળી દિલ્હીમાં 26મીની પરેડમાં ઝાલાવાડી રાસની કરશે જમાવટ
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ગુજરાતમાં સસ્તુ થયુ અમૂલ દૂધ, ભાવ વધ્યા નહીં પરંતુ ઘટ્યા
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
ભીમાસરમાં વિદ્યાર્થિનીએઆચાર્યના માનસિક ત્રાસથી જીવન ટૂંકાવ્યાનો આક્ષેપ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
સુરતમાં વિદ્યાર્થિનીનાં આપઘાતનો કેસ તપાસ રિપોર્ટમાં ઘટસ્ફોટ
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
Gir Somnath : બેડિયા ગામના સરપંચે PGVCL કચેરીમાં મચાવ્યો હંગામો
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વડોદરાની સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
ખંભાતમાં ATSના દરોડા, 100 કરોડનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ ઝડપાયું
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
આ 6 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભના સંકેત
g clip-path="url(#clip0_868_265)">