Gujarat Election 2022 Voting : ગુુજરાત વિધાનસભાની 93 બેઠકો પર બીજા તબક્કાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, સરેરાશ 64.39 ટકા થયુ મતદાન

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 06, 2022 | 9:27 AM

Gujarat Vidhan sabha 2022 Voting LIVE : પ્રથમ તબક્કાની 89 બેઠક પર ઓછુ મતદાન થતા રાજકીય પક્ષોની ચિંતા વધી હતી, ત્યારે બીજા તબક્કાની 93 બેઠક પર થનાર મતદાન પર સૌ કોઈની નજર મંડરાયેલી છે. જાણો બીજા તબક્કાના મતદાનને લગતા તમામ સમાચાર અહીં.

Gujarat Election 2022 Voting : ગુુજરાત વિધાનસભાની 93 બેઠકો પર બીજા તબક્કાનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન, સરેરાશ 64.39 ટકા થયુ મતદાન
Gujarat Election 2022 Phase 2 Voting LIve

Gujarat Election 2022 Voting LIVE :  ગુજરાત વિધાનસભા ચૂંટણીના (ગુજરાત ઈલેક્શન વોટિંગ અપડેટ્સ) બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની કુલ 93 બેઠકો પર 833 ઉમેદવારો મેદાને છે. જો કુલ મતદાતાની વાત કરીએ તો બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો છે. આજે 93 બેઠકોના ચૂંટણી જંગમાં કુલ 833 ઉમેદવારોના ભાવિ EVM માં કેદ થશે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ જામશે. મહત્વનું છે કે બીજા તબક્કામાં કુલ 285 અપક્ષ ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં છે. તો બીજી તરફ ચૂંટણી પંચ દ્વારા મતદાનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જે માટે 8,533 શહેરી અને 17,876 ગ્રામ્ય મતદાન કેન્દ્રો તૈયાર કરાયા છે. તો આ મતદાન પ્રક્રિયામાં કુલ 1.13 લાખ કર્મચારીઓ જોતરાશે. સાથે જ 29 હજાર પ્રિસાઇડિંગ અને 84 હજાર પોલિંગ સ્ટાફ ફરજ બજાવશે. આપને જણાવી દઈએ કે, પ્રથમ તબક્કામાં એકંદરે ઓછુ મતદાન થતા રાજકીય પક્ષોની ચિંતા વધી હતી, ત્યારે બીજા તબક્કામાં આ સિલસિલો યથાવત રહે છે કે બમ્પર મતદાન થશે. તેના પર સૌ કોઈની નજર મંડરાયેલી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 05 Dec 2022 06:22 PM (IST)

    બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ, સરેરાશ 60 ટકાથી વધુ મતદાન 

    ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં  બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન પૂર્ણ થયુ છે. બીજા તબક્કામાં સરેરાશ 60 ટકાથી વધુ મતદાન નોંધાયુ છે.  આ સાથે 833 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થયુ છે. પ્રથમ તબક્કામાં પણ 61 ટકા મતદાન નોંધાયુ હતુ. પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર મતદાન નોંધાયુ હતુ.

  • 05 Dec 2022 06:12 PM (IST)

    જંગી બહુમતી સાથે ભાજપ ફરી એકવાર સરકાર બનાવશે- સી.આર.પાટીલ

    ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમા તેમણે ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને રાજ્યમાં ફરી એકવાર ભાજપ જંગી બહુમતી સાથે સરકાર બનાવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 05 Dec 2022 05:09 PM (IST)

    અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે નરોડામાં કર્યુ મતદાન 

    કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદિશ ઠાકોરે નરોડામાં મતદાન કર્યુ હતુ, જેમા જગદિશ ઠાકોરે ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે  ચૂંટણી પંચ સામે પણ ગંભીર આરોપ લગાવ્યા. જગદિશ ઠાકોરે ભાજપ પર આરોપ લગાવ્યા કે ભાજપના ગુંડા અને લુખા તત્વો કામ કરે છે. દાંતાના ઉમેદવારની ત્રણ કલાક સુધી ભાળ ન મળે. ચૂંટણી પંચ અમારી ફરિયાદ નથી લઈ રહી. અનેક જગ્યાએ EVM મશીન હોવા છતા કોઈ કાર્યવાહી થતી નથી.

  • 05 Dec 2022 04:59 PM (IST)

    મહેસાણામાં અત્યાર સુધીમાં 9 EVM અને 19 VVPAT ખોટવાયા

    મહેસાણા જિલ્લામાં અત્યાર સુધી 9 EVM ખોટવાયા. સવારથી અત્યાર સુધીમાં 9 EVM ખોટવાયા હતા. જ્યારે અત્યાર સુધીમાં 19 VVPAT ખોટવાયા હતા. ખામી ભરેલા EVM અને VVPAT બદલી મતદાન ચાલુ રખાયુ હતુ.

  • 05 Dec 2022 04:43 PM (IST)

    ખેડા જિલ્લામાં બપોરના 3 વાગ્યા સુધીમાં અંદાજિત 53.91 % મતદાન નોંધાયું

    ખેડા જિલ્લામાં બપોરના 3 વાગ્યા સુધીમાં અંદાજિત 53.91 % મતદાન નોંધાયું છે.

    માતર 55.78 %

    નડિયાદ 45.67 %

    મહેમદાવાદ 58.87%

    મહુધા 55.38%

    ઠાસરા 55.32%

    કપડવંજ 53.21%

  • 05 Dec 2022 04:40 PM (IST)

    વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય તેવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો- જોરૂભાઈ પટેલ

    અમદાવાદના બાવળા તાલુકાના ધરજી ગામના રહેવાસી જોરૂભાઈ સાથાભાઈ પટેલે વોટ આપી જણાવ્યુ કે વ્હીલચેર નહીં પણ દોડવા માટે જાણે પગ આપી દીધા હોય તેવો ઉત્સાહ EVM સુધી જતા અનુભવાયો છે. આવુ કહેનાર જોરુભાઈનો એક વર્ષ અગાઉ અકસ્માત નડ્યો હતો જેના કારણે તેમના હાથ અને પગ નિષ્ક્રિય થઈ ગયા હતા. પેરાલિસીસના કારણે તેમને દૈનિક ક્રિયાઓમાં મુશ્કેલી નડવા લાગી હતી. પરંતુ મત આપવા માટે તેઓ મક્કમ હતા. આથી ધરજી ગામમાં બૂથ નંબર 257ના સ્ટાફે તેમનો સંપર્ક કરી તેમને શાળા સુધી અને ત્યાંથી EVM મશીન સુધી લઈ જવા માટે વ્હીલચેરની વ્યવસ્થા કરી હતી.

  • 05 Dec 2022 04:06 PM (IST)

    સાબરકાંઠા જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં સરેરાશ 57.23 ટકા મતદાન નોંધાયુ

    સાબરકાંઠામાં જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 57.23 ટકા મતદાન નોંધાયુ છે. જેમા સૌથી વધુ ઈડરમાં 58.22 ટકા મતદાન નોંધાયુ છે. ખેડબ્રહ્મામાં 56.26 ટકા અને પ્રાંતિજમાં 57.78 ટકા મતદાન નોંધાયુ છે.

  • 05 Dec 2022 04:00 PM (IST)

    વડોદરા શહેરમાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 49.69 ટકા મતદાન નોંધાયુ

    વડોદરા શહેરમાં બપોરના ત્રણ વાગ્યા સુુધીમાં 49.60 ટકા મતદાન નોંધાયુ છે. જેમા

    અકોટા  - 43.69 ટકા

    માંજલપુર -43.46 ટકા

    રાવપુરા - 44.08 ટકા

    સયાજીગંજ -44.21 ટકા

    શહેર વિધાનસભા -44.46 ટકા

    ડભોઇ - 56.28 ટકા

    કરજણ - 55.47 ટકા

    પાદરા -57.57 ટકા

    સાવલી -59.55 ટકા

    વાઘોડિયા - 54.93 ટકા

    સૌથી વધુ સાવલી બેઠક પર 59.55 ટકા મતદાન

    સૌથી ઓછું માંજલપુર બેઠક પર 43.46 ટકા મતદાન

  • 05 Dec 2022 03:56 PM (IST)

    છોટા ઉદેપુરમાં જિલ્લામાં 3 વાગ્યા સુધીમાં 54.40 ટકા મતદાન નોંધાયુ

    છોટાઉદેપુરમાં જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 54.40 ટકા મતદાન નોંધાયુ છે. પાવી જેતપુરમાં 58.62 ટક મતદાન જ્યારે સંખેડા તાલુકામાં 56.89 ટકા મતદાન નોંંધાયુ છે.

  • 05 Dec 2022 03:51 PM (IST)

    મહેસાણા જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 51.33 ટકા મતદાન નોંધાયુ

    મહેસાણા જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 51.33 ટકા મતદાન નોંધાયુ છે.

    બહુચરાજી 50.01

    કડી 48.80

    ખેરાલુ 52.47

    મહેસાણા 48.54

    ઊંઝા 48.48

    વિજાપુર 55.93

    વિસનગર 56.57

  • 05 Dec 2022 03:48 PM (IST)

    મહિસાગર જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 48.54 ટકા મતદાન

    મહિસાગર જિલ્લામાં બપોરના ત્રણ વાગ્યા સુધીમાં સરેરાશ 48.54 ટકા મતદાન નોંધાયુ છે. જેમાં બાલાસિનોરમાં 46.79 ટકા, લુણાવાડામાં 49.61 ટકા, સંતરામપુરમાં 49.35 ટકા મતદાન નોંધાયુ છે.

  • 05 Dec 2022 03:43 PM (IST)

    ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022: આણંદ જિલ્લામાં બપોરે 3 વાગ્યા સુધીમાં સરેરાશ 53.75 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી 2022: આણંદ જિલ્લામાં બપોરે ત્રણ વાગ્યા સુધીમાં  સરેરાશ 53.75 % નોંધાયુ છે.

    108 -ખંભાત 52.05 ટકા

    109 -બોરસદ 54.48 ટકા

    110 - આંકલાવ  59.08  ટકા

    111- ઉમરેઠ  52.94  ટકા

    112 - આણંદ 47.92  ટકા

    113- પેટલાદ  55.80  ટકા

    114 -સોજીત્રા  56.30  ટકા

  • 05 Dec 2022 03:41 PM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બપોરે ત્રણ વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન

    ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન ચાલી રહ્યુ છે જેમા બપોરના ત્રણ વાગ્યા સુધીમાં 50.51 ટકા મતદાન નોંધાયુ છે.

    અમદાવાદ 44.67 %

    આણંદ 53.75%

    અરવલ્લી 54.19%

    બનાસકાંઠા 55.52%

    છોટા ઉદેપુર 54.40%

    દાહોદ 46.17%

    ગાંધીનગર 52.05%

    ખેડા 53.94%

    મહેસાણા 51.33%

    મહીસાગર 48.54%

    પંચમહાલ53.84%

    પાટણ 50.97%

    સાબરકાંઠા 57.23

    વડોદરા 49.69%

  • 05 Dec 2022 03:35 PM (IST)

    આણંદ: સોજિત્રા વિધાનસભાના ધર્મજ ગામે 104 વર્ષના વૃદ્ધે કર્યુ મતદાન 

    આણંદ: સોજિત્રા વિધાનસભાના ધર્મજ ગામે 104 વર્ષના વૃદ્ધે  મતદાન કર્યુ છે. ધર્મજની કાશીબા વિદ્યાલય ખાતે 104 વર્ષના ડાયાભાઈ સોમાભાઈ પટેલ વ્હીલચેરમાં મતદાન માટે પહોંચ્યા હતા. હાલ જ્યારે અનેક યુવાનો મતદાન પ્રત્યે નીરસ જણાય છે ત્યારે આ વૃદ્ધ મતદાતા પ્રેરણાસ્ત્રોત બન્યા હતા.

  • 05 Dec 2022 03:29 PM (IST)

    ‘એક્ઝિટ પોલ’  સંદર્ભે માર્ગદર્શક સૂચના: આજે સાંજે 6.30 વાગ્યા સુધી  ‘એક્ઝિટ પોલ’ પર પ્રતિબંધ

    ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી-2022 ના સંદર્ભે મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી, ગુજરાત દ્વારા પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના ‘‘એક્ઝિટ પોલ’’  પ્રકાશિત કે પ્રસિદ્ધ કરવા સંદર્ભે માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. હિમાચલ પ્રદેશ અને ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ અને ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, રાજસ્થાન, બિહાર અને છત્તીસગઢની તારીખ 8 નવેમ્બર અને તારીખ 11 નવેમ્બરના રોજ જાહેર થયેલી પેટા ચૂંટણીઓ સંદર્ભે હવે આજે તારીખ 5-12-2022 ને સોમવારે સાંજે 6:30 વાગ્યા સુધી પ્રિન્ટ કે ઇલેક્ટ્રોનિક મીડિયા કોઈપણ પ્રકારના ‘એક્ઝિટ પોલ’ કે તેના પરિણામો પ્રકાશિત નહીં કરી શકે, કે અન્ય કોઈપણ રીતે તેનો પ્રચાર-પ્રસાર નહીં કરી શકે. ભારતના ચૂંટણી આયોગ, નવી દિલ્હી દ્વારા તા.19.11.2022 ના જાહેરનામાથી આ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

  • 05 Dec 2022 03:11 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : અમદાવાદમાં પીઠી ચોળેલા વરરાજા મતદાન કરવા પહોંચ્યા

    Gujarat Election 2022 Voting LIVE : અમદાવાદના બાપુનગરમાં જાન લઈ નીકળતા પહેલાં વરરાજાએ મતદાન કર્યું. વરરાજા પીઠીની પરંપરા સાચવી મતદાન કેન્દ્રએ પહોંચ્યા હતા અને મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 05 Dec 2022 03:08 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું

    Gujarat Election 2022 Voting LIVE :  ક્રિકેટર ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણે મતદાન કર્યું હતું. બંને ક્રિકેટર ભાઇઓએ વડોદરાની સંત કબીર સ્કૂલમાં મતદાન કર્યું હતું.    ઇરફાન  પઠાણ તથા  યુસુફ  પઠાણે સહપરિવાર મતદાન કર્યું હતું.

    IRFAN Pathan cast vote in vadodara

    Irfan Pathan cast vote in vadodara

  • 05 Dec 2022 02:57 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : મહેસાણાના ખેરાલુના 3 ગામમાં ચૂંટણી બહિષ્કાર

    Gujarat Election 2022 Voting LIVE :  મહેસાણાની ખેરાલુ વિધાનસભા બેઠકના  3 ગામમાં ચૂંટણી  બહિષ્કાર કરવામાં આવ્યો હતો.  વરેઠા, ડાલીસણા અને  ડાવોલ ગામમાં ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.   ગ્રામજનોએ રૂપેણ નદી જીવંત કરવાની  અને ગામ તળાવ ભરવાની  માગણી સાથે 3 ગામમાં ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયતની  ચૂંટણીમાં પણ આ  ત્રણ ગામ  મતદાનથી અળગા રહ્યા  હતા.

  • 05 Dec 2022 02:50 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : પંચમહાલના ગોધરામાં મતદાન કરતો વીડિયો વાયરલ

    Gujarat Election 2022 Voting LIVE :  પંચમહાલના ગોધરામાં ભાજપના ઉમેદવારને  મતદાન કરતો વીડિયો વાયરલ થયો હતો. તેઓ ફરી વાર વોટ આપતા હોય તેઓ વીડિયો વાયરલ થયો હતો. ગોધરા વિધાનસભા સીટ પરના ઉમેદવારના નિશાન આગળ બટન દબાવતાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.  તેમજ ભાજપના સમર્થક મતદાર દ્વારા જ વીડિયો વાયરલ કરવામાં આવ્યો હોવાની આશંકા છે.

  • 05 Dec 2022 02:46 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિમંતસિંહ પટેલે કર્યું મતદાન

    Gujarat Election 2022 Voting LIVE : કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હિમંતસિંહ પટેલે મતદાનની ફરજ નિભાવી હતી  જોકે મતદાન કર્યા બાદ તેમણે ધીમા મતદાનની ફરિયાદ પણ કરી હતી.

  • 05 Dec 2022 02:34 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : મહિસાગરમાં મતદાતા હોડીમાં બેસીને પહોંચ્યા મતદાન કરવા

    Gujarat Election 2022 Voting LIVE :  સંતરામપુર તાલુકાના કણજરા ગામેથી ટીમલા ગામે મતદાન કરવા માટે મતદારો હોડીમાં બેસીને  પહોંચ્યા હતા.  આ મતદારો 3થી 4  કિલોમીટરનુ ંઅંતર કાપીને   મતદાન મથકે પહોંચ્યા  હતા. અંતરિયાળ વિસ્તારોમાં મતદારો ઉત્સાહમાં જોવા મળ્યા હતા અને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી.

    mahisagar voters

    મહિસાગરમાં મતદાતાઓ હોડી દ્વારા પહોંચ્યા મતદાન મથકે

  • 05 Dec 2022 02:22 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : નડિયાદમાં દિવ્યાંગ ઉમેદવારે પગથી કર્યું મતદાન, મતાધિકારની ઉત્તમ ફરજ નિભાવી

    Gujarat Election 2022 Voting LIVE : લોકશાહીમાં ચૂંટણીનો અવસર ચાલી રહ્યો  છે ત્યારે નડિયાદના ખેડામાં  દિવ્યાંગ મતદાતાએ હાથ ન હોવાથી પગથી મતદાન  કર્યું હતું.  અંકિત સોની નામના  દિવ્યાંગ મતદાતાએ જણાવ્યું હતું કે 20 વર્ષ પહેલા એક અકસ્માતમાં મેં મારા બંને હાથ ગુમાવ્યા હતા, તેથી  હું હવે મત આપવા માટે મારા પગનો ઉપયોગ કરું છું.

  • 05 Dec 2022 02:15 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : પાટણના મતદાન મથકે હોબાળો, કોંગ્રેસના ઉમેદવાર કિરીટ પટેલે કરી ગાળાગાળી

    Gujarat Election 2022 Voting LIVE : ઉત્તર ગુજરાતમાં પાટણની બેઠક ઉપર મતદાન મથકે હોબાળો થયો છે  પાટણની બેઠક ઉપર  કિરીટ પટેલનું અસભ્ય વર્તન  સામે આવ્યું હતું.  તેમણે  મતદાન મથક ખાતે  ગાળાગાળી કરતા પોલીસ કર્મચારીઓએ  મામલો થાળે પાડ્યો હતો.

  • 05 Dec 2022 02:07 PM (IST)

    Gujarat Election 2022 Voting LIVE : વિરમગામમાં બોગસ મતદાન થયું હોવાના અહેવાલ આવ્યા સામે

    Gujarat Election 2022 Voting LIVE :  વિરમગામમાં બોસ વોટિંગ થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા.  ચૂંટણી પ્રક્રિયા દરમિયાન  મહિલા મતદારનું વોટિંગ કોઈ અન્ય વ્યક્તિ કરી ગયું હોવાનો આરોપ લાગ્યો હતો. વિરમગામની ધર્મ જીવન વિદ્યા નિકેતન શાળામાં બનાવાયેલા બૂથમાં આ ઘટના બની  હોવાનુંસામે આવ્યું હતું.   ચૂંટણી અધિકરીએ મહિલાને આ અંગે જાણ કરતા મતદાતા મહિલાએ બોગસ વોટિંગનો  આરોપ મૂકીને વિરોધ નોંધાવ્યો હતો.

  • 05 Dec 2022 01:58 PM (IST)

    Sabarkantha Voting : પ્રાંતિજ બેઠકના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે મતદાન કર્યું

    સાબરકાંઠાની પ્રાંતિજ બેઠકના ઉમેદવાર ગજેન્દ્રસિંહ પરમારે મતદાન કર્યું છે. તેમણે પોતાના ગામ વક્તાપુરમાં મતાધિકારનો ઉપયોગ કર્યો. ગજેન્દ્રસિંહે લોકોને મતદાનની અપીલ કરી. તેમણે કહ્યું કે ખૂબ જ શાંતિમય વાતાવરણમાં મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે.

  • 05 Dec 2022 01:55 PM (IST)

    Gujarat Election 2022 : અમદાવાદ શહેર અને જિલ્લામાં 1 વાગ્યા સુધીમાં 30.28 ટકા મતદાન 

    અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે, 1 વાગ્યા સુધીમાં 30.28 ટકા મતદાન થયુ છે.

    • અમરાઈવાડી - 27.84
    • અસારવા - 29.61
    • બાપુનગર - 30.31
    • દાણીલીમડા - 28.70
    • દરિયાપુર -30.44
    • દસક્રોઈ -36.24
    • ધંધુકા - 32.05
    • ધોળકા -35.34
    • એલિસબ્રીજ - 25.26
    • ઘાટલોડિયા - 30.10
    • જમાલપુર ખાડીયા - 27.86
    • મણિનગર - 30.89
    • નારણપુરા - 30.59
    • નરોડા - 27.46
    • નિકોલ - 31.59
    • સાબરમતી - 29.25
    • સાણંદ - 38.63
    • ઠક્કરબપા નગર - 25.12
    • વટવા - 29.19
    • વેજલપુર - 31.77
    • વિરમગામ - 35.75
  • 05 Dec 2022 01:53 PM (IST)

    Chhota Udepur Voting : લોકો જંગી બહુમતીથી મારા પુત્રને વિજયી બનાવશે - મોહનસિંહ રાઠવા

    બીજા તબક્કાના મતદાનમાં છોટાઉદેપુરની 3 બેઠક માટે પણ મતદાન થઈ રહ્યું છે. આ વખતે છોટાઉદેપુરની બેઠક પર બે દિગ્ગજ આદિવાસી નેતાઓના પુત્ર સામ-સામે હોવાથી ખરાખરીનો જંગ જોવા મળશે. 11 વખત કોંગ્રેસના ધારાસભ્ય રહી ચૂકેલા મોહનસિંહ રાઠવાએ આ વખતે ભાજપનો હાથ પકડ્યો છે. ત્યારે  TV9 સાથેની વાતચીતમાં મોહનસિંહ રાઠવાએ પોતાનો પુત્ર જંગી બહુમતીથી વિજયી મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

  • 05 Dec 2022 01:39 PM (IST)

    mahisagar voting update : લુણાવાડામાં બપોર પછી મતદાનમાં નિરસતા જોવા મળી

    આ તરફ મહીસાગરના લુણાવાડામાં મતદાનમાં બપોર પછી નિરસતા જોવા મળી હતી. એસટી ડેપો સામે આવેલા સખી બુથ પર એકલ -દોકલ મતદારો જોવા મળ્યા હતા. બુથ પર નહીવત ભીડ જોવા મળતા મતદારોમાં નિરસતા હોય તેવું લાગી રહ્યું હતું. લુણાવાડાની સાથે સંતરામપુરના મોટાભાગના સ્થળે પણ નહિવત ભીડ હતી. મતદારોની નિરસતાના પગલે મત કરવા આવેલા મતદારોએ અન્ય મતદારોને જાગૃત બનવા અને મતદાન કરવા અપીલ કરી હતી.

  • 05 Dec 2022 01:35 PM (IST)

    Gandhinagar Voting Live : કલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર અને SPG વચ્ચે બબાલ

    ગાંધીનગર જિલ્લાની કલોલ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર બળદેવજી ઠાકોર અને SPG વચ્ચે બબાલ  થઈ હોવાના સમાચાર મળી રહ્યા છે. સ્થાનિક પોલીસ સહિત કર્મચારીઓએ મામલો થાળે પાડ્યો.

  • 05 Dec 2022 01:24 PM (IST)

    Ahmedabad Voting Live : પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ડૉ. જીતુ પટેલે કર્યું મતદાન

    અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસ નેતા ડૉ.જીતુ પટેલે નારણપુરા વિસ્તારમાં મતદાન કર્યું.  મોંઘવારી અને ઇંધણના ભાવના કારણે લોકો કોંગ્રેસને પસંદ કરવાનો તેમણે દાવો વ્યક્ત કર્યો છે.

  • 05 Dec 2022 01:13 PM (IST)

    Ahmedabad Voting Live Updates : મોટેરામાં બે સ્કૂલના બુથમાં કોંગ્રેસના ટેબલોની તોડફોડ

    અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે  મોટેરામાં બે સ્કૂલના બુથમાં કોંગ્રેસના ટેબલોની તોડફોડ કરવામાં આવી છે. બુથ ઉપર બેસેલા યુવાનને ધમકી આપી તોડફોડ કરવામાં આવી છે. ઠાકોર સેનાના લુખ્ખા તત્વોએ તોડફોડ કરી હોવાનો આરોપ છે. વિશ્વકર્મા અને પ્રગતિ સ્કૂલમાં આ તોડફોડ થઈ છે.

  • 05 Dec 2022 01:08 PM (IST)

    Ahmedabad Voting : AAP ઉમેદવાર ઈસુદાન ગઢવીએ ધૂમા ખાતે મતદાન કર્યું

    આપ ઉમેદવાર ઈસુદાન ગઢવીએ અમદાવાદના ધૂમા ખાતે પોતાની પત્ની સાથે મતદાન કર્યું. આ સાથે તેમણે પ્રથમ તબક્કાની 89 બેઠકમાંથી 51 થી વધુ બેઠક જીતવાનો દાવો વ્યક્ત કર્યો છે.

  • 05 Dec 2022 01:04 PM (IST)

    Gujarat Election 2022 : આ વખતે કોઈ નકારાત્મક લહેર નથી - પૂર્વ DY CM નિતીન પટેલ

    કડીમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મતદાન કર્યું. TV9 સાથેની ખાસ વાતચીતમાં તેમણે જણાવ્યું કે,  મહેસાણા જિલ્લામાં મતદારો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે. આ સાથે 2017માં ઉત્તર ગુજરાતમાં ભાજપે અમુક બેઠકો ગુમાવી હતી, પરંતુ પાટીદાર આંદોલન સહિતના મુદ્દાઓ સાથે નકારાત્મક લહેર ન હોવાથી તેણે જંગી બહુમતથી ભાજપ જીત મેળવશે તેઓ દાવો પણ વ્યક્ત કર્યો.

  • 05 Dec 2022 12:52 PM (IST)

    Gujarat Election 2022 : લોકશાહીના પર્વમાં લોકોની સાથે મહાનુભાવોએ પણ પોતાની ફરજ નિભાવી

    ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણીમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો. લોકોની સાથે સાથે લોકશાહીના પર્વમાં મહાનુભાવોએ પણ પોતાની ફરજ નિભાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ પોતાનો કિમતી મત આપ્યો હતો. રાણીપથી પીએમ મોદીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. તો નારાણપુરાથી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ મતદાન કર્યું હતું. જ્યારે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે ઢોલના તાલે અમદાવાદમાં મતદાન કર્યું હતું. શીલજની પ્રાથમિક શાળામાં મતદાન મથકે મતાધિકારની ફરજ બજાવી હતી. શીલજથી આનંદી બહેને પણ મતદાન કર્યું હતું. સાથે જ ભાજપના નેતાઓએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

  • 05 Dec 2022 12:51 PM (IST)

    Banaskantha Voting Live : ધારીસણામાં NRI પરિવારે મતદાન કર્યુ

    બનાસકાંઠાના ધારીસણામાં NRI પરિવારે મતદાન કર્યુ. છેલ્લા ત્રણ વર્ષથી અમેરિકામાં રહેતા નીલમ પંચાલ ખાસ મતદાન માટે વતનમાં આવ્યા. પંચાલ પરિવારે ધારીસણા પ્રાથમિક શાળામાં મતદાન કરી વધુમાં વધુ લોકો મતદાન કરે તેવી અપીલ કરી.

  • 05 Dec 2022 12:48 PM (IST)

    Gujarat Electon Voting : કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો

    રાજકીય પક્ષના નેતાઓ અને દાવેદારોએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના પર્વમાં ભાગ લીધો હતો. કોંગ્રેસ નેતા સુખરામ રાઠવા, અમિત ચાવડા, ગુલાબસિંહ રાજપૂત, અમી યાજ્ઞિક, ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા અને રઘુ દેસાઇ સહિતના મહાનુભાવોએ મતદાન કરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ લોકોને મતદાનની પણ અપીલ કરી હતી.

  • 05 Dec 2022 12:46 PM (IST)

    Anand Voting Update : NCPના ઉમેદવાર જયંત બોસ્કીએ મતદાન કર્યું

    આણંદ જિલ્લાની ઉમરેઠ બેઠકના  NCP  ઉમેદવાર જયંત બોસ્કીએ મતદાન કર્યું. આ દરમિયાન તેણે કહ્યું કે, હું 25 હજાર કરતા વધુ મતથી વિજયી બનીશ. કોંગ્રેસે વફાદારીથી NCP માટે પ્રચાર કર્યો હોવાનુ પણ તેમણે જણાવ્યુ.

  • 05 Dec 2022 12:39 PM (IST)

    Mehsana Voting : બહુચરાજીના બરીયફ ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો

    મહેસાણાના બહુચરાજીના તાલુકાના બરીયફ ગામના લોકો લોકશાહીના પર્વથી અળગા રહ્યા. લાંબા સમયથી પડતર માગણીઓ પૂર્ણ ન થતાં લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો.  ગામના સરપંચે આરોપ લગાવ્યો કે, પાણી, બોર સહિતની વિવિધ માગ સાથે અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી છે છતાં સમસ્યા જેમની તેમ છે.

  • 05 Dec 2022 12:37 PM (IST)

    Patan Voting Live : રાધનપુરમાં મતદાન કરવા માટે લાંબી લાઈનો લાગી

    રાધનપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારથી તમામ બુથ પર મતદાન કરવા માટે લાંબી લાઈનો લાગી છે. રાધનપુરના વડનગર ગામમાં મતદાનને લઈ લોકો માં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 05 Dec 2022 12:30 PM (IST)

    Gujarat Election Voting : PM મોદીના માતા હિરાબાએ રાયસણમાં કર્યું મતદાન

    બીજા તબક્કામાં ગાંધીનગર જિલ્લાની 4 બેઠકો પર પણ મતદાન થઈ રહ્યું છે, ત્યારે રાયસણ પ્રાથમિક શાળા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હિરાબાએ મતદાન કર્યું.

  • 05 Dec 2022 12:21 PM (IST)

    Banaskantha Voting Live : દાંતા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડીએ મતદાન કર્યું

    બનાસકાંઠા જિલ્લામાં  વિવાદો વચ્ચે દાંતા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડીએ પરિવાર સાથે મતદાન કર્યું છે. ઘાઘું પ્રાથમિક શાળામાં તેઓએ મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, ગઈ કાલે કોંગ્રેસ ઉમેદવાર કાંતિ ખરાડી ગુમ થયા હતા, જે બાદ ગણતરીના કલાકોમાં પોલીસે તેને શોધી કાઢ્યા હતા. જે બાદ રાજકારણ ગરમાયુ હતુ.

  • 05 Dec 2022 12:10 PM (IST)

    Gujarat Election Voting LIVE : 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન નોંધાયુ

    બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર હાલ મતદાન ચાલી રહ્યું છે. લોકશાહી પર્વને પગલે મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. 11 વાગ્યા સુધીમાં 19.17 ટકા મતદાન નોંધાયુ છે.

    • અમદાવાદ- 16.95 %
    • આણંદ- 20.38 %
    • અરવલ્લી- 20.83  %
    • બનાસકાંઠા- 21.03 %
    • છોટાઉદેપુર- 23.35 %
    • દાહોદ- 17.83 %
    • ગાંધીનગર- 20.39 %
    • ખેડા- 19.63 %
    • મહેસાણા- 20.66 %
    • મહિસાગર- 17.06 %
    • પંચમહાલ- 18.74 %
    • પાટણ -18.18 %
    • સાબરકાંઠા- 22.18 %
    • વડોદરા- 18.77 %
  • 05 Dec 2022 12:04 PM (IST)

    Vadodara Voting updates : પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ પરિવાર સાથે મતદાન કર્યું

    નેતાઓ અને ઉમેદવારો સાથે પૂર્વ ક્રિકેટરે પણ મતદાન કર્યું હતું. વડોદરામાં પૂર્વ ક્રિકેટર નયન મોંગિયાએ પરિવાર સાથે મતદાન કર્યું હતું. કેળવણી ટ્રસ્ટ વિદ્યાલયમાં મત આપ્યા બાદ પૂર્વ ક્રિકેટરે સૌથી વધુ મતદાન કરવા વડોદરાવાસીઓને અપીલ કરી હતી.

  • 05 Dec 2022 12:02 PM (IST)

    Panchmahal Voting Live : શહેરા બેઠકના ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે મતદાન કર્યું

    પંચમહાલની શહેરા બેઠકના ભાજપના ઉમેદવાર જેઠા ભરવાડે મતદાન કર્યું છે. તેઓ પત્ની સાથે અણિયાદ ગામના લાલસરી મતદાન કેન્દ્ર પર પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો.  આ પહેલા તેમણે માતાજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા.

  • 05 Dec 2022 12:01 PM (IST)

    Ahmedabad Voting Updates : નારણપુરામાં 75 વર્ષીય વૃદ્ધે ઓક્સિજન ટેન્ક સાથે મતદાન કર્યું

    અમદાવાદના નારણપુરામાં 75 વર્ષીય વૃદ્ધે ઓક્સિજન ટેન્ક સાથે મતદાન કર્યું . લોકોને પોતાની ફરજ નિભાવવા કરી અપીલ કરી. બાયપાસ સર્જરી બાદ ફેફસા થયા નબળા હતા, ત્યારથી વૃદ્ધને ઓક્સિજન ટેન્ક સાથે રાખવી પડે છે.

  • 05 Dec 2022 11:56 AM (IST)

    Gandhinagar Voting LIVE : PM મોદીના માતા હિરાબા થોડીવારમાં મતદાન માટે રાયસણ પહોંચશે

    બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, ત્યારે થોડીવારમાં વડાપ્રધાન મોદીના માતા હિરાબા રાયસણ ખાતે પોતાનો મત આપવા માટે પહોંચશે.

  • 05 Dec 2022 11:51 AM (IST)

    Gujarat Election 2022 Live : રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ પણ મતદાન કર્યું

    છોટા ઉદેપુર જિલ્લાની ત્રણ બેઠકો પણ મતદાન થઈ રહ્યું છે, ત્યારે રાજ્યસભા સાંસદ નારણ રાઠવાએ પણ મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, આ વખતે બે દિગ્ગજ આદિવાસી નેતાઓના પુત્ર આમને-સામને છે.

  • 05 Dec 2022 11:38 AM (IST)

    Sabarkantha Voting : ઇડરના ભાજપ ઉમેદવાર રમણ વોરાએ મતદાન કર્યું

    બીજા તબક્કામાં સાબરકાંઠાની બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે ઇડરના ભાજપના ઉમેદવાર રમણ વોરાએ પણ પોતાનો મત આપ્યો.

  • 05 Dec 2022 11:35 AM (IST)

    Gujarat Election 2022 : કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે નડિયાદમાં મતદાન કર્યું

    કેન્દ્રીય પ્રધાન દેવુસિંહ ચૌહાણે નડિયાદમાં મતદાન કર્યું.  આ દરમિયાન દેવુસિંહ ચૌહાણે શંકરસિંહની PM અંગેની ટિપ્પણીનો જવાબ આપ્યો. તેમણે કહ્યું કે શંકરસિંહ વાઘેલા જાહેર જીવનના સિનિયર વ્યક્તિ છે. ચિત્તબ્રહ્મનું ઉત્તમ ઉદાહરણ એટલે શંકરસિંહ વાઘેલા.

  • 05 Dec 2022 11:32 AM (IST)

    Ahmedabad Voting Live : ધોળકાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

    અમદાવાદના ધોળકાના મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ઢોલ નગારા સાથે શેરપુરા ગામની મહિલાઓ અને પુરુષો હાથમાં બેનરો સાથે મતદાન મથક પહોંચ્યા હતા. છોડો કામ, કરો મતદાનના બેનરો સાથે 350 જેટલા લોકોએ મતદાન કર્યું.

  • 05 Dec 2022 11:28 AM (IST)

    mehsana voting : કડીમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે કર્યું મતદાન

    મહેસાણા જિલ્લાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલે મતદાન કર્યું.  ઢોલ નગારા સાથે નીતિન પટેલ મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન ગુજરાતમાં જંગી બહુમતીથી ભાજપ જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 05 Dec 2022 11:22 AM (IST)

    Gujarat Election 2 Phase Voting : ગૃહ પ્રધાન અમિત શાહે યુવા મતદારોને અપીલ કરી

    ગૃહ પ્રધાન અમિત શાહે નારણપુરમાં મતદાન કર્યું, આ દરમિયાન તેઓ લોકોનું અભિવાદન ઝીલતા જોવા મળ્યા હતા. તો જનતાને અને એમાં પણ ખાસ યુવાઓને મતદાન કરવા અપીલ કરી. તેમણે કહ્યું કે, મતદાનની ફરજ નિભાવીને ગુજરાતની અઢી દાયકાથી ચાલતા વિકાસને આગળ વધારો.

  • 05 Dec 2022 11:12 AM (IST)

    Amit Shah Voting : નારણપુરામાં ગૃહ પ્રધાન અમિત શાહે પરિવાર સાથે મતદાન કર્યું

    બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે, ત્યારે ગૃહ પ્રધાન અમિત શાહે પણ પરિવાર સાથે નારણપુરામાં મતદાન કર્યું.

  • 05 Dec 2022 11:07 AM (IST)

    Gujarat Election 2022 LIVE : વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

    મતદાન બાદ મીડિયા સાથેની વાતચીતમાં વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તો કોંગ્રેસના ગઢ અંગે તેમણે જણાવ્યું કે 2017 અને 2017 ચૂંટણીના સમીકરણો અલગ હતા.

  • 05 Dec 2022 11:02 AM (IST)

    Ahmedabad Voting : પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાન કર્યું

    કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરોએ નરોડા ખાતે મતદાન કર્યું છે. આ દરમિયાન તેઓએ ચૂંટણી પંચ પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમણે કહ્યું કે, ચૂંટણી પંચ અને તંત્ર ભાજપના ખોળે બેઠું હોય એવું દેખાય છે.અનેક જગ્યાએ EVM મશીન બંધ હોવા છતા કોઇ કાર્યવાહી થતી નથી. કોંગ્રેસના વિસ્તારમાં મતદાન ધીમું હોવાનો પણ તેઓએ આરોપ લગાવ્યો છે.

  • 05 Dec 2022 10:45 AM (IST)

    Gujarat Assembly Election : કોંગ્રેસ 125 બેઠક હાંસલ કરશે - કોંગી નેતા ભરતસિંહ સોલંકી

    કોંગી દિગગજ ભરતસિંહ સોલંકીએ બીજા તબક્કાના મતદાન દરમિયાન મોટુ નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યું કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ 125 સીટ હાંસલ કરશે. ભાજપે હવાતિયાં શરૂ કરી દીધા છે. ભાજપના નરેન્દ્ર મોદી સહિત સ્ટાર પ્રચરકોને પ્રજાનો ફિક્કો રિસ્પોન્સ મળ્યો હોવાનુ તેમણે જણાવ્યુ છે.

  • 05 Dec 2022 10:41 AM (IST)

    Gujarat Election 2022 : ગુજરાતના પૂર્વ CM અને UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલે મતદાન કર્યું

    ગુજરાત ચૂંટણીના બીજા તબક્કામાં મતદાન માટે સવારથી જ મતદારોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે ગુજરાતના પૂર્વ CM અને UP ના રાજ્યપાલ આનંદીબેન પટેલે અમદાવાદની શીલજ સ્કૂલમાં મતદાન કર્યું.

  • 05 Dec 2022 10:37 AM (IST)

    Ahmedabad Voting Updates : દરિયાપુર વિધાનસભા બેઠકના મતદારોમાં ઉત્સાહ

    અમદાવાદની મહત્વની ગણાતી દરિયાપુર વિધાનસભા બેઠક પર સવારથી જ મતદાન માટે મતદારોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.  યુવાનોથી લઈને સિનિયર સિટીજન સુધીના મતદારો મતદાન મથક પર પહોંચી રહ્યા છે.

  • 05 Dec 2022 10:31 AM (IST)

    Vadodara Voting : કરજણના ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે કર્યું મતદાન

    કરજણ વિધાનસભાના ભાજપ ઉમેદવાર અક્ષય પટેલે પત્ની, પુત્રી સાથે નારેશ્વર રંગ અવધૂત મંદિરે દર્શન કરી પોતાના લીલોડ ગામે મતદાન કર્યું. આ સાથે ભાજપના ઉમેદવાર અક્ષય પટેલે જીતનો દાવો વ્યક્ત કર્યો હતો.

  • 05 Dec 2022 10:27 AM (IST)

    Ahmedabad : મતદાન બાદ PM મોદીએ મોટા ભાઇના ઘરે મહેમાન ગતિ માણી

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. ત્યાર બાદ તેઓ તેનામોટા ભાઈ સોમાભાઈના ધરે પહોંચ્યા હતા. જ્યાં તેઓએ ચા અને ગરમ પાણી પીધુ હતુ. અંદાજિત 23 મિનિટ સુધી તેઓ રોકાયા હતા. મોટાભાઈ PM મોદીના આગમનને લઈ વાત કરતા ભાવુક થયા હતા.

  • 05 Dec 2022 10:22 AM (IST)

    Gujarat Election 2022 : દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમારે અમદાવાદમાં કર્યું મતદાન

    બીજા તબક્કામાં અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. ત્યારે  દિલ્હીના ઉપરાજ્યપાલ વિનય કુમાર સક્સેના અને તેમની પત્નીએ અમદાવાદમાં મતદાન કર્યું.

  • 05 Dec 2022 10:18 AM (IST)

    Gujarat Election 2022 Voting : વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે કર્યું મતદાન

    વિરમગામ બેઠકના ભાજપ ઉમેદવાર હાર્દિક પટેલે મતદાન કર્યું છે. આપને જણાવી દઈએ કે મતદાનના એક દિવસ પહેલા પણ સ્થાનિક સ્તરે વિરમગામમાં હાર્દિક પટેલનો વિરોધ થયો હતો. ત્યારે આ વખતે વિરમગામ બેઠક પર ખરાખરીનો જંગ જોવા મળશે.

  • 05 Dec 2022 10:13 AM (IST)

    Mehsana Voting LIVE : ઊંઝા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે કર્યું મતદાન

    ઊંઝામાં વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ રીતે થઈ રહ્યું છે. ત્યારે ઊંઝા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલે પણ મતદાન કર્યું છે. ઊંઝાની એમ.આર.એસ હાઈસ્કૂલમાં તેઓએ મતદાન કર્યું. આ સાથે તેઓએ જીતની આશા પણ વ્યક્ત કરી છે.

  • 05 Dec 2022 10:10 AM (IST)

    Ahmedabad Voting Update : વેજલપુર બેઠકના ભાજપ ઉમેદવાર અમિત ઠાકરએ કર્યું મતદાન

    અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો પર મતદાનની શરૂઆત થતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેજલપુર બેઠક પર ભાજપના ઉમેદવાર અમિત ઠાકરએ પણ મતદાન કર્યું છે.

  • 05 Dec 2022 10:03 AM (IST)

    Ahmedabad Voting LIVE : જમાલપુરમાં કોંગી ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ કર્યું મતદાન

    અમદાવાદ શહેરના જમાલપુરમાં કોંગી ઉમેદવાર ઈમરાન ખેડાવાલાએ પરિવાર સાથે મતદાન કર્યું. મહત્વનું છે કે જમાલપુર વસંત રજબ સ્કૂલ ખાતે મતદાન કર્યું છે.

  • 05 Dec 2022 10:00 AM (IST)

    Vadodara Voting Updates : ડભોઈના સાઠોદ ગામે EVM મશીન ખોટકાયું

    વડોદરા જિલ્લાના ડભોઈના સાઠોદ ગામે EVM મશીન ખોટકાયું છે. મતદારોની કતાર લાગી હોવાથી હાલ તંત્ર દોડતું થયુ છે.મશીન ખોટકાતા મતદાનમાં વિલંબ થાય તેવી શક્યતા સેવાઈ રહી છે.

  • 05 Dec 2022 09:48 AM (IST)

    Gandhinagar Voting LIVE : રાજ્યના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેકે કર્યું મતદાન

    રાજ્યમાં લોકશાહીના મહાપર્વની ઉજવણી અંતર્ગત આજે કુલ 93 બેઠકો પર બીજા તબક્કાનું મતદાન યોજાઈ રહ્યું છે, ત્યારે વહેલી સવારથી જ મતદાન માટે નાગરિકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ગાંધીનગર શહેર-જિલ્લાના વિવિધ મતદાન મથકો પર મતદાનના નિયત સમય પહેલાં જ યુવાનોથી માંડીને જૈફ વયના નાગરિકો લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા પહોંચ્યા છે. રાજ્યના અધિક મુખ્ય નિર્વાચન અધિકારી અશોક માણેકે ગાંધીનગરના સરદાર પટેલ વિદ્યામંદિર ખાતેના મતદાન મથક પર મતદાન કરી નાગરિક તરીકેની પોતાની ફરજ નિભાવી.

  • 05 Dec 2022 09:45 AM (IST)

    Gujarat Election Voting : અત્યાર સુધીમાં 4.75 ટકા મતદાન નોંધાયુ

    બીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે, ત્યારે મતદારોમાં વહેલી સવારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. મોટાભાગના મતદાન મથકો પર પર હાલ લોકોની લાંબી લાઈનો લાગી છે.

    • અમદાવાદ- 4.20 %
    • આણંદ- 4.20 %
    • અરવલ્લી- 4.99 %
    • બનાસકાંઠા- 5.36 %
    • છોટાઉદેપુર- 4.54 %
    • દાહોદ- 3.37 %
    • ગાંધીનગર- 7.05 %
    • ખેડા- 4.50%
    • મહેસાણા- 5.44 %
    • મહિસાગર- 3.76 %
    • પંચમહાલ- 4.06 %
    • પાટણ - 4.34 %
    • સાબરકાંઠા- 5.26 %
    • વડોદરા- 4.15 %
  • 05 Dec 2022 09:40 AM (IST)

    Gujarat Election 2022 : દાંતા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી

    બનાસકાંઠામાં દાંતા બેઠકના ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. કાંતિ ખરાડી અને લઘુ પારઘીએ સામસામે હુમલાની ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પોલીસ વડા પ્રમાણે, પ્રાથમિક તપાસમાં બંનેમાંથી કોઈને ઈજાના નિશાન જણાયા નથી. છતાં પોલીસે બંને ઉમેદવારોનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. પોલીસે તપાસ બાદ દોષિતો સામે થશે કાર્યવાહીનો દાવો કર્યો છે. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ કહ્યું કે ફરિયાદમાં ગાડીઓની ટક્કરનો ઉલ્લેખ છે. જેના અનુસંધાનમાં તપાસ માટે પોલીસે FSLની ટીમ મોકલી છે.. હવે મેડિકલ પુરાવા અને FSLના પુરાવાના આધારે તપાસ કરીને પગલાં લેવામાં આવશે.

  • 05 Dec 2022 09:37 AM (IST)

    Mahisagar Voting Live : સંતરામપુર ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોરે પરિવાર સાથે મતદાન કર્યું

    મહીસાગર જિલ્લાના સંતરામપુરમાં ભંડારા ગામમાં ભાજપના ઉમેદવાર કુબેર ડીંડોરે પરિવાર સાથે મતદાન કર્યું. હાલ મહીસાગર જિલ્લામાં મતદાનને લઈ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 05 Dec 2022 09:31 AM (IST)

    PM Modi Voting : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાણીપની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદની રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન કર્યું. આ દરમિયાન તેઓ લોકોનું અભિવાદન ઝીલતા પણ જોવા મળ્યા હતા.

  • 05 Dec 2022 09:28 AM (IST)

    Ahmedabad Voting LIVE : CM ભૂપેન્દ્ર પટેલે શીલજ સ્કૂલમાં મતદાન કર્યું

    ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાન પ્રક્રિયા શરૂ છે.ત્યારે CM ભૂપેન્દ્ર પટેલે પણ અમદાવાદની શીલજ સ્કૂલમાં મતદાન કર્યું છે.

  • 05 Dec 2022 09:23 AM (IST)

    Ahmedabad Voting LIVE : કોંગ્રેસ ઉમેદવાર અમી યાજ્ઞિકે પરિવાર સાથે કર્યું મતદાન

    અમદાવાદ શહેરની 16 બેઠકો માટે મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે  ઘાટલોડિયા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અમી યાજ્ઞિકે પરિવાર સાથે મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, એલીસબ્રીજ વિસ્તારની સહજાનંદ કોલેજમાં તેઓએ મતદાન કર્યું છે.

  • 05 Dec 2022 09:19 AM (IST)

    Aravalli Voting : મોડાસામાં મતદાનને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો

    અરવલ્લીના મોડાસામાં મતદાનને લઈ મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો. ચારણવાડા ગામના મતદાન મથક પર મતદારોની લાંબી લાઈન લાગી હતી. મતદાનના શરૂઆતમાં જ મતદારોની ભારે ભીડ જોવા મળી હતી.

  • 05 Dec 2022 09:17 AM (IST)

    Vadodara Voting Updates : ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે તેમની પત્ની સાથે મતદાન કર્યું

    વડોદરા જિલ્લામાં મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે માંજલપુર બેઠકના ભાજપના ઉમેદવાર યોગેશ પટેલે તેમની પત્ની સાથે મતદાન કર્યું. તો આ તરફ વડોદરામાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.મતદારોનું કહેવું છે કે તેઓ સુરક્ષા અને મોંઘવારી જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને મત આપી રહ્યા છે.

  • 05 Dec 2022 09:09 AM (IST)

    Ahmedabad Voting : થોડીવારમાં PM મોદી મતદાન કરવા માટે નિશાન સ્કૂલ પહોંચશે

    ગુજરાત ચૂંટણીમાં બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ચૂક્યુ છે.ત્યારે થોડવારમાં વડાપ્રધાન મોદી પણ રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મતદાન માટે પહોંચશે. વડાપ્રધાનના આગમનને પગલે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે.

  • 05 Dec 2022 09:02 AM (IST)

    Ahmedabad Voting : દરિયાપુર બેઠકના કોંગી ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે મતદાન કર્યું

    અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો પર આ ખતે ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. મતદાનની પ્રક્રિયા શરૂ થતા જ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ત્યારે દરિયાપુર બેઠકના કોંગ્રેસ ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે પણ મતદાન કર્યું.

  • 05 Dec 2022 09:00 AM (IST)

    Ahmedabad Voting : સખી મતદાન મથક પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી

    અમદાવાદના સખી મતદાન મથક પર વહેલી સવારથી જ લાંબી કતારો લાગી છે. સિનીયર સિટિઝનથી લઈને યુવાઓમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 05 Dec 2022 08:56 AM (IST)

    Gujarat Election 2 Phase Voting : ચૂંટણી પંચે મતદારોને મતદાન કરવા કરી અપીલ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 14 જિલ્લાની કુલ 93 બેઠક પર મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે ચૂંટણી પંચે પણ સોશિયાલ મીડિયા દ્વારા મતદારોને મતદાનની ફરજ નિભાવવા અપીલ કરી છે.

  • 05 Dec 2022 08:52 AM (IST)

    Ahmedabad Voting : નારણપુરા મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો

    ગુજરાત ચૂંટણીના બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે, ત્યારે નારણપુરા મતદાન મથક પર મતદારોની લાંબી લાઈનો લાગી છે. વહેલી સવારથી મતદારોમાં હાલ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

  • 05 Dec 2022 08:46 AM (IST)

    Ahmedabad Voting : ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલે પરિવાર સાથે મતદાન કર્યું

    અમદાવાદની નિકોલ બેઠકના ભાજપના ઉમેદવાર જગદીશ પંચાલે પરિવાર સાથે મતદાન કર્યું છે, તેમણે લોકોને મતદાન કરવા માટે અપીલ કરી છે.

  • 05 Dec 2022 08:45 AM (IST)

    Anand Voting Live : કોંગી ઉમેદવાર અમિત ચાવડાએ પરિવાર સાથે કર્યું મતદાન

    આંકલાવ બેઠકના કોંગી ઉમેદવાર અમિત ચાવડાએ કેશવપુર પ્રાથમિક શાળા ખાતે મતદાન કર્યું. આપને જણાવી દઈએ કે, આંકલાવ સ્થિત મહાકાળી અને રામબાઈ માતાના આશીર્વાદ લઈ તેઓ મતદાન મથકે પહોંચ્યા હતા. આ દરમિયાન અમિત ચાવડે કહ્યું કે, ગુજરાતમાં દાદાગીરી અને ગુંદગીરીના જોરે સત્તા હાંસલ કરવા પ્રયાસ થઈ રહ્યા છે.

  • 05 Dec 2022 08:41 AM (IST)

    Banaskantha Voting : કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે કર્યું મતદાન

    થરાદ વિધાનસભા કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપુતે મતદાન કર્યું. મહત્વનું છે કે  થરાદના વજેગઢ પ્રાથમિક શાળામાં ગુલાબસિંહ રાજપુતે મતાધિકારનો ઉપયોગ કર્યો.

  • 05 Dec 2022 08:37 AM (IST)

    Gujarat Election 2 Phase Voting : મતદાન શરૂ થતા જ બે મતદાન મથકો પર EVM ખોટવાયા

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ થઈ છે. ત્યારે સાવલીના સાવલી ટુંડાવ ગામમાં 211 નંબર મતદાન મથકનું EVM ખોટવાયુ તો મોડાસાના  સીકા ગામમાં પણ EVM ખોટવાયુ હોવાના અહેવાલ મળી રહ્યા છે.

  • 05 Dec 2022 08:33 AM (IST)

    Gujarat Election Voting : મતદાનની પ્રક્રિયા શરૂ થતા જ લોકોની લાઈનો લાગી

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હાલ મતદાન મથકો બહાર લોકોની લાંબી લાઈનો લાગી છે.

  • 05 Dec 2022 08:24 AM (IST)

    Gandhinagar Voting : મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતીએ પોતાનો મત આપ્યો

    ગુજરાત વિધાનસભા માટે બીજા તબક્કાની મતદાન પ્રક્રિયા નો પ્રારંભ થયો છે, ત્યારે મુખ્ય ચૂંટણી અધિકારી પી.ભારતી અને અધિક મુખ્ય ચૂંટણી અધિકારીઓ પોતાના મત અધિકારનો ઉપયોગ કર્યો.

  • 05 Dec 2022 08:16 AM (IST)

    Mehsana Voting : મહેસાણા જિલ્લાની 7 બેઠકો પર ખરાખરીનો જંગ

    રાજકીય લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લાની 7 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. કુલ 17,29,876 મતદારો મતદાન કરશે. જેના માટે 1869 પોલિંગ બુથ તૈયાર કરવામાં આવ્યા છે.

  • 05 Dec 2022 08:10 AM (IST)

    Gujarat Election 2 Phase Voting : 14 જિલ્લાની 93 બેઠકો પર મતદાન શરૂ

    ગુજરાત વિધાનસભા ચૂંટણૂના બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. 2 કરોડથી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે.

  • 05 Dec 2022 08:08 AM (IST)

    Ahmedabad Voting : વેજલપુર મતદાન મથકમાં મોક પોલિંગ કરવામાં આવ્યુ

    અમદાવાદની શહેર અને જિલ્લાની 21 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે વેજલપુર મતદાન મથકમાં મતદાન પહેલા મોક પોલિંગ કરવામાં આવ્યુ હતુ.

  • 05 Dec 2022 08:00 AM (IST)

    Gujarat Election 2 Phase Voting : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ મતદાનની કરી અપીલ

    ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ પણ લોકોને સોશિયલ મીડિયા થકી મતદાનની અપીલ કરી. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. હું તમામ મતદારોને ખાસ કરીને યુવા મિત્રોને અપીલ કરું છું કે તેઓ રાજ્યના વિકાસની સાતત્યતા સુનિશ્ચિત કરવા માટે મોટી સંખ્યામાં મતદાન કરે.લોકશાહીને સમૃદ્ધ અને પરિપક્વ બનાવવામાં ગુજરાતે હંમેશા ભૂમિકા ભજવી છે, તમે આ પરંપરાના વાહક છો.

  • 05 Dec 2022 07:51 AM (IST)

    લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશે - હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલ

    કોંગ્રેસથી કંટાળી ગયેલા લોકો આ વખતે વિરમગામમાં પરિવર્તન લાવશે. વિરમગામના ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલના પત્ની કિંજલ પટેલે કહ્યું, વિરમગામમાં 10 વર્ષથી વિકાસના કામો ન થતા લોકો હવે કંટાળી ગયા છે. જેથી આ પરિસ્થિતિને બદલવા લોકો પરિવર્તન લાવશે. જે 8 ડિસેમ્બરે ચૂંટણી પરિણામના દિવસે જોવા મળશે.

  • 05 Dec 2022 07:48 AM (IST)

    Gujarat Election 2022 LIVE : વડાપ્રધાન મોદીએ મતદાન માટે લોકોને કરી અપીલ

    વડાપ્રધાન નરેન્દ્ર  મોદીએ ટ્વિટ કરીને મતદાન માટે લોકોને અપીલ કરી છે. તેમણે લખ્યું કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબક્કાના મતદાનમાં સૌ નાગરિકોને, ખાસ કરીને યુવા તેમજ મહિલા મતદારોને, અચૂક મતદાન કરવા માટે અનુરોધ કરું છું.

  • 05 Dec 2022 07:47 AM (IST)

    Patan Voting : સંવેદનશીલ મતદાન મથકો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં પાટણ જિલ્લાની 4 બેઠકો પર પણ મતદાન થવા જઈ રહ્યું છે. જેમાં પાટણ,સિધ્ધપુર, ચાણસ્મા, રાધન પુરનો સમાવેશ થાય છે. હાલ મતદાન મથકો પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે. તો સંવેદનશીલ મતદાન મથકો પર ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  • 05 Dec 2022 07:40 AM (IST)

    Gujarat Election 2022 : કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે યુવા મતદારોને કરી અપીલ

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે યુવા મતદારોને મતદાન માટે અપીલ કરી છે, તેમણે લખ્યું કે, ગુજરાતમાં આજે બીજા અને છેલ્લા તબક્કાનું મતદાન છે. આ તબક્કાના તમામ મતદારોને, ખાસ કરીને યુવાનોને અપીલ કરું છું કે ગુજરાતમાં શાંતિ અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતી સરકારને પ્રચંડ બહુમતી સાથે વિજયી બનાવવા વિક્રમજનક સંખ્યામાં મતદાન કરીએ. તમારા એક મતમાં ગુજરાતનું સુવર્ણ ભવિષ્ય સમાયેલું છે.

  • 05 Dec 2022 07:38 AM (IST)

    Gujarat Election Voting Update : કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ મતદાનની કરી અપીલ

    કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરી મતદાનની અપીલ કરી છે. તેમણે લખ્યું કે, પહેલા મતદાન, પછી જલપાન. આજે ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન છે, મારી દરેકને વિનંતી છે કે મતદાન અવશ્ય કરો. ગુજરાતનો વિકાસ કરવા અને ભવ્ય ગુજરાત બનાવવા માટે ભરોસાની સરકાર પસંદ કરો.

  • 05 Dec 2022 07:35 AM (IST)

    Gujarat Election 2022 : ગૃહ પ્રધાન અમિત શાહ અમદાવાદના નારાણપુરામાં કરશે મતદાન

    કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ 10.30 વાગ્યે અમદાવાદની નારાણપુરા વિસ્તારના મતદાન મથક પર પોતાનો મત આપશે. આપને જણાવી દઈએ કે, અમદાવાદ શહેર અને જિલ્લાની 21 બેઠકો પર આ વખતે ખરાખરીનો જંગ જામશે.

  • 05 Dec 2022 07:32 AM (IST)

    Vadodara Voting : વડોદરાની 10 બેઠકો પર 72 ઉમેદવારો મેદાને

    વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર થોડીવારમાં મતદાન શરૂ થશે. વડોદરામાં મતદાનની અંતિમ તૈયારીઓ થઈ રહી છે. આપને જણાવી દઈએ કે, વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો પર 72 ઉમેદવારો મેદાને છે.

  • 05 Dec 2022 07:29 AM (IST)

    Ahmedabad Voting : અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર થશે મતદાન

    અમદાવાદ શહેર અને જિલ્લાની કુલ 21 બેઠકો પર થોડીવારમાં મતદાન પ્રક્રિયા શરૂ થશે. જો મતદારોની વાત કરીએ તો કુલ 60,04,737 મતદારો તેમનો કિંમતી મત આપશે. જેમાં પુરષ મતદારો 31,23,306 અને સ્ત્રી મતદારો 28,81,224 છે.

  • 05 Dec 2022 07:24 AM (IST)

    Vadodara Voting : નાગરવાડામાં ફરજ દરમિયાન પ્રિસાઈડીંગ ઓફિસરની તબિયત લથડી

    વડોદરાના ગરવાડામાં પ્રિસાઈડીંગ ઓફિસરની ફરજ દરમિયાન તબિયત લથડી છે. શૈલેન્દ્ર સોલંકી નામના પ્રિસાઈડીંગ ઓફિસરની તબિયત લથડતા સારવાર માટે  હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે, સંત જલારામબાપાનગર પ્રાથમિક શાળાના મતદાન બુથમાં આ ઘટના બની છે.

  • 05 Dec 2022 07:21 AM (IST)

    Gujarat Election Voting : 14 જિલ્લાની 93 બેઠકો પર થશે મતદાન

    થોડીવારમાં બીજા તબક્કાની 93 બેઠકો પર મતદાની પ્રક્રિયા શરૂ થશે. કુલ 14 જિલ્લામાં આ મતદાન યોજાવાનુ છે. જો વિગતે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, સાબરકાંઠા, પાટણ ,અરવલ્લી નો સમાવેશ થાય છે.જ્યારે મધ્ય ગુજરાતમાં અમદાવાદ,  વડોદરા ,આણંદ, ખેડા ,પંચમહાલ,મહી સાગર, દાહોદ અને છોટા ઉદેપુરમાં મતદાન થશે.

  • 05 Dec 2022 07:09 AM (IST)

    Gujarat Election 2022 : PM મોદી અમદાવાદમાં રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મત આપશે

    ગુજરાત ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ત્યારે સત્તા કાયમી રાખવા  વડાપ્રધાન મોદીએ અત્યારસુધીમાં 32 સભાઓ અને 4 રોડ-શો કરી ચૂક્યા છે. આ ઉપરાંત કાર્પેટ બોમ્બિંગ થકી ધૂંઆધાર પ્રચાર કર્યો છે. ભાજપ, કોંગ્રેસ અને AAP એ જીતના દાવા કર્યા છે. ત્યારે આ ચૂંટણી જંગ રસપ્રદ રહેશે. આપને જણાવી દઈએ કે આજે 8 : 30 વાગ્યે વડાપ્રધાન મોદી અમદાવાદની રાણીપ વિસ્તારની નિશાન સ્કૂલમાં મત આપશે. ત્યારે હાલ પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

  • 05 Dec 2022 07:02 AM (IST)

    Gujarat Election 2022 : કાંતિ ખરાડીના આરોપ પર ભાજપનો પલટવાર

    કાંતિ ખરાડીના ગુમ થવા મામલે રાજકારણ ગરમાયુ છે. દાંતાના કોંગી ઉમેદવાર કાંતિ ખરાડીના આરોપ પર ભાજપના ઉમેદવાર લાઘુ પારઘીએ પલટવાર કર્યો છે. તેમણે કહ્યું કે, કાંતિ ખરાડીએ  મારા પર હુમલો કરાવ્યો. હું દાંતા ભાજપ કાર્યાલયથી મારા ઘર તરફ જઈ રહ્યો હતો,ત્યારે રસ્તામાં કાંતિ ખરાડીની 25 જેટલી ગાડીઓ સામે આવી ગઈ હતી. મારી ગાડીને ટક્કર મારીને તોડી નાખી. ધોકા અને તલવારો લઈને મારવા આવ્યા હતા. હું જીવ બચાવવા માટે નાસીને પોલીસ સ્ટેશને આવ્યો છું.

  • 05 Dec 2022 06:54 AM (IST)

    Ahmedabad Voting Updates : અમદાવાદ જિલ્લામાં 5599 મતદાન મથકો પર થશે મતદાન

  • 05 Dec 2022 06:48 AM (IST)

    Banaskantha Voting : ગુમ થયેલા દાંતાના કોંગ્રેસના ઉમેદવાર કાંતી ખરાડી મળી આવ્યા

    બનાસકાંઠાના દાંતાના કોંગ્રેસના ઉમેદવાર કાંતી ખરાડી સાંઢુસી ગામ પાસેથી મળી આવ્યા છે. પોલીસે કાંતી ખરાડીને સાંઢુસી ગામ પાસેથી શોધી કાઢ્યા છે. હુમલો થવાના કારણે બચવા માટે જંગલમાં સંતાઈ ગયા હોવાનો ખરાડીનો દાવો છે. તો સાથે જ ભાજપના કાર્યકરોએ હુમલો કર્યો હોવાનો પણ કાંતી ખરાડીનો આક્ષેપ છે. આપને જણાવી દઈએ કે, હુમલાની ફરિયાદ મળ્યાના 4 કલાકમાં પોલીસ કાંતી ખરાડી સુધી પહોંચી ગઈ હતી. તો બીજી બાજુ સમગ્ર ઘટનાને લઈને રાહુલ ગાંધીએ પણ ટ્વીટ કરીને ભાજપ પર પ્રહાર કર્યા હતા.

  • 05 Dec 2022 06:44 AM (IST)

    Gujarat Election Voting Updates : ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર ખરાખરીનો જંગ

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બર એટલે કે આજે થવાનું છે. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની 93 બેઠકો પર આજે ખરાખરીનો જંગ જામશે. બીજા તબક્કામાં કુલ 2 કરોડ 51 લાખ મતદારો મતદાન કરવાના છે. આ કુલ મતદારોમાં 1.29 કરોડ પુરૂષ અને 1.22 કરોડ મહિલા મતદારો મતદાન કરવાના છે. બીજા તબક્કાની 93 બેઠકો પર ચૂંટણી મેદાનમાં કુલ 833 ઉમેદવારોએ ઝંપલાવ્યુ છે. તો કુલ 285 અપક્ષ ઉમેદવારોએ ચૂંટણીના મેદાનમાં ઝંપલાવ્યુ છે. કુલ 833માંથી 69 મહિલા અને 764 પુરૂષ ઉમેદવારો વચ્ચે જંગ ખેલાવાનો છે.

  • 05 Dec 2022 06:41 AM (IST)

    Gujarat Election Voting Live: મતદાન પહેલા થરાદના કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર હુમલો

    બનાસકાંઠા જિલ્લાના થરાદ કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત પર મતદાન પહેલા હુમલો થયો છે. શિવનગરમાં કોંગ્રેસ ઉમેદવાર પર મોડી રાત્રે બે વાગ્યા આસપાસ આ હુમલો થયો હોવાનુ સામે આવ્યુ છે. ભાજપ ઉમેદવાર શંકર ચૌધરીના ભાઈએ આ  હુમલો કર્યાનો આરોપ છે.

Published On - Dec 05,2022 6:35 AM

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">