Gujarat Election 2022 Updates: ભાજપે વધુ 12 ઉમેદવારોની ચોથી યાદી કરી જાહેર, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, કલોલથી બકાજી ઠાકોર, સયાજીગંજથી વડોદરાના મેયર કેયુર રોકડિયા, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ અને રાધનપુરથી લવિંગજી ઠાકોરને આપી ટિકિટ

Mamta Gadhvi

Mamta Gadhvi | Edited By: Mina Pandya

Updated on: Nov 14, 2022 | 10:46 PM

Gujarat Assembly Election 2022 live News Updates : ગુજરાત વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે છૂટા છવાયા વિરોધના દૃશ્યો પણ સામે આવી રહ્યા છે. જેમા બાયડથી ધવલસિંહ ઝાલાના સમર્થકો કમલમ દોડી આવ્યા હતા. તો NCP-કોંગ્રેસના ગઠબંધનથી નારાજ કોંગ્રેસના કાર્યકરો અને ઉમરેઠના સ્થાનિક હોદ્દેદારો પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે દોડી આવ્યા અને 12 કલાકમાં નિર્ણય લેવાનુ અલ્ટીમેટમ આપ્યુ હતુ.

Gujarat Election 2022 Updates: ભાજપે વધુ 12 ઉમેદવારોની ચોથી યાદી કરી જાહેર, ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર, કલોલથી બકાજી ઠાકોર, સયાજીગંજથી વડોદરાના મેયર કેયુર રોકડિયા, ગાંધીનગર ઉત્તરથી રીટાબેન પટેલ અને રાધનપુરથી લવિંગજી ઠાકોરને આપી ટિકિટ
Gujarat Election 2022 LIVE

ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ તેમના ફોર્મ ભર્યા છે. જો કે છેલ્લા દિવસ સુધી ભાજપ-કોંગ્રેસમાં ટિકિટને લઈને ખેંચતાણ,  મનદુ:ખ અને  રિસામણા મનામણા જોવા મળ્યા હતા. જેમા વઢવાણ બેઠક પરથી ભાજપે છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલ્યા હતા. તો જામનગર ગ્રામ્ય બેઠક પરથી ભાજપે અંતિમ ઘડી સુધી ઉમેદવાર જાહેર કર્યા ન હતા. જો કે સવારે રાઘવજી પટેલને ફોન કરીને ફોર્મ ભરવા માટે હાઈકમાન્ડ દ્વારા જણાવવામાં આવતા તેઓ ઉમદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ તરફ વડોદરામાં સયાજીગંજથી ભાજપે વડોદરાના મેયર કેયુર રોકડિયાને ટિકિટ આપી છે. જ્યારે ગાંધીનગર દક્ષિણ બેઠકથી OBC ચહેરો એવા અલ્પેશ ઠાકોર પર પસંદગી ઉતારી છે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
 • 14 Nov 2022 10:31 PM (IST)

  Gujarat Election 2022: ભાજપે 12 ઉમેદવારોની ચોથી યાદી કરી જાહેર

  ભાજપે વધુ 12 ઉમેદવારોની ચોથી યાદી કરી જાહેર

  1. ગાંધીનગર દક્ષિણ- અલ્પેશ ઠાકોર
  2. ગાંધીનગર ઉત્તર- રીટાબેન પટેલ
  3. રાધનપુર- લવિંગજી ઠાકોર
  4. પાટણ- રાજુલ દેસાઈ
  5. સયાજીગંજ- વડોદરાના મેયર કેયુર રોકડિયા
  6. હિંમતનગર- વી.ડી. ઝાલા
  7. કલોલ- બકાજી ઠાકોર
  8. વટવા- બાબુસિંહ જાધવ
  9. પેટલાદ- કમલેશ પટેલ
  10. મહેમદાબાદ- અર્જુનસિંહ ચૌહાણ
  11. ઝાલોદ- મહેશ ભૂરિયા
  12. પાવી જેતપુર- જયંતિ રાઠવા

 • 14 Nov 2022 08:47 PM (IST)

  Gujarat Election 2022: પોરબંદર: NCPથી નારાજ કાંધલ જાડેજા સપામાં જોડાયા

 • 14 Nov 2022 08:46 PM (IST)

  Gujarat Election 2022: કૉંગ્રેસના ઉમેદવારોએ ભર્યા ઉમેદવારી ફોર્મ

 • 14 Nov 2022 08:44 PM (IST)

  Gujarat Election 2022: થરાદ બેઠક પર શંકર ચૌધરીએ ભર્યું ફોર્મ

 • 14 Nov 2022 08:43 PM (IST)

  Gujarat Election 2022: કુમાર કાનાણી ઘોડા પર બેસી ફોર્મ ભરવા ગયા

 • 14 Nov 2022 08:42 PM (IST)

  Gujarat Election 2022 : નવસારી-વાંસદા વિધાનસભા બેઠક પર ભાજપના પિયુષ પટેલે ઉમેદવારી દાખલ કરી

 • 14 Nov 2022 08:40 PM (IST)

  Gujarat Election 2022 : અમરેલી બેઠકના પર કૉંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ દાખલ કર્યુ નામાંકન

 • 14 Nov 2022 06:57 PM (IST)

  Gujarat Election 2022: જામનગર ગ્રામ્ય બેઠક માટે ચાલુ ટર્મમાં કૃષિમંત્રી રહેલા રાઘવજી પટેલે ભર્યું ઉમેદવારી ફોર્મ

 • 14 Nov 2022 06:56 PM (IST)

  Gujarat Election 2022: બાયડ બેઠક પર વિરોધને લઈ ભાજપમાં ડેમેજ કંટ્રોલની કવાયત તેજ

 • 14 Nov 2022 06:54 PM (IST)

  Gujarat Election 2022: અમદાવાદ: NCP-કોંગ્રેસ ગઠબંધનને લઇને કોકડું ગૂંચવાયું

 • 14 Nov 2022 06:49 PM (IST)

  Gujarat Election 2022: જામનગર ગ્રામીણ બેઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે રાઘવજી પટેલે ઉમેદવારી નોંધાવી

  જામનગર ગ્રામીણ બેઠક પરથી ભાજપે આજે રાઘવજી પટેલને ટિકિટ ફાળવી છે. તેમણે પાર્ટી તરફથી ફોન આવતા જે તેમણે ઉમેદવારી પત્ર ભર્યું હતું. તેમજ ઉમેદવારી પત્ર ભર્યા બાદ તેમણે જણાવ્યું હતું કે ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારે કરેલી કામગીરી સાથે પ્રજા સમક્ષ જવાના છીએ. સી એમ ભૂપેન્દ્ર પટેલની સરકારે ખેડૂતો માટે સારી કામગીરી કરી છે. જેમાં રાજ્યના ખેડૂતોને પાકના સારા ભાવ મળે છે. બિયારણ મળે છે. ઓછા વ્યાજે ધિરાણ મળે છે. આ બધાના લીધે મારી અને સરકારની જીત નિશ્ચિત છે.

 • 14 Nov 2022 06:13 PM (IST)

  Gujarat Election 2022: અમદાવાદ: ભાજપના મીડિયા સેન્ટર ખાતે અમિત શાહની બેઠક

  અમદાવાદ: ભાજપના મીડિયા સેન્ટરે અમિત શાહની બંધ બારણે બેઠક મળી છે. ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સહિતના નેતાઓ હાજર છે. ભાજપ સહકાર સેલના ચેરમેન બીપીન પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત છે. વટવા બેઠકના ઉમેદવાર પર અંગે પણ મંથન થઈ શકે છે.

 • 14 Nov 2022 06:11 PM (IST)

  Gujarat Election 2022: પાટણ ભાજપમાં ડૉ. રાજુલ દેસાઈનુંં નામ જાહેર થવાની શક્યાને જોતા ઉઠ્યો વિરોધ

  પાટણ ભાજપમાંથી ડૉ.રાજુલ દેસાઈનું નામ જાહેર થવાની શક્યતાને જોતા વિરોધ શરૂ થઈ ગયો છે. સાણંદ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી. કનુ પટેલને મેન્ડેડ મળતા વિવાદ વકર્યો. સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી થયા નારાજ. સાવરકુંડલામાં મહેશ કસવાલા સામે પણ નારાજગી જોવા મળી રહી છે. તો બાયડના કાર્યકરો ધવલસિંહના સમર્થનમાં આવ્યા અને કમલમ ખાતે વિરોધ કર્યો છે.

 • 14 Nov 2022 06:06 PM (IST)

  Gujarat Election 2022: ગાંધીનગરઃ ધવલસિંહ ઝાલાના સમર્થકોનો ઉગ્ર વિરોધ

  ગાંધીનગરઃ ધવલસિંહ ઝાલાના સમર્થકોનો ઉગ્ર વિરોધ. પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મોટી સંખ્યામાં પહોંચ્યા સમર્થકો. સમર્થકોનો જમાવડો જોઈ કાર્યાલય કમલમના દ્વાર કરાયા બંધ. ધવલસિંહ ઝાલાની ટીકીટ કપાતા સમર્થકોમાં ભારે રોષ. ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માગ સાથે દર્શાવ્યો વિરોધ

 • 14 Nov 2022 04:52 PM (IST)

  ભાજપના મીડિયા સેન્ટરમાં અમિત શાહની બંધ બારણે બેઠક

  ભાજપના મીડિયા સેન્ટરમાં અમિત શાહની બંધ બારણે બેઠક મળી. જેમાં ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદિપસિંહ વાઘેલા સહિતના નેતાઓ હાજર રહ્યા. ભાજપ સહકાર સેલના ચેરમેન બીપીન પટેલ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યા. આ બેઠકમાં વટવા બેઠકના ઉમેદવાર પર ચર્ચા થવાની શક્યતા છે.

 • 14 Nov 2022 04:35 PM (IST)

  હકુભા જાડેજાએ તોડ્યું મૌન, 'હું પાર્ટીથી નારાજ નથી'

  ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે. ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ ઠેર-ઠેર વિરોધ થઇ રહ્યો છે. ત્યારે જામનગર ઉત્તર બેઠક પર અંસતોષના સમાચાર વચ્ચે રિવાબા જાડેજાના ઉમેદવારી ફોર્મ ભરવામાં હકુભા જાડેજા હાજર રહેતા ભાજપને રાહત થઇ છે. આ પ્રસંગે હકુભા જાડેજાએ જણાવ્યું કે હું પાર્ટીથી નારાજ નથી. પાર્ટી મને જે જવાબદારી સોંપશે તે હું સ્વીકારીશ. હું કોંગ્રેસના સંપર્કમાં પણ નથી. જામનગરમાં પાવર સેન્ટરની પણ કોઇ લડાઈ ન હોવાનું તેમને જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે અગાઉ હકુભા જાડેજાની ટિકિટ કપાતા તેમને નારાજ હોવાનું અને કોંગ્રેસના સંપર્કમાં હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતુ.

 • 14 Nov 2022 04:05 PM (IST)

  ભાજપે બાકી રહેલા 16 ઉમેદવારને ટેલિફોનીક જાણ કરી

  ભાજપના બાકી રહેલા ઉમેદવારોને લઇ મોટા સમાચાર સામે આવ્યા છે. બાકી રહેલા 16 ઉમેદવારને ટેલિફોનીક જાણ કરાઇ છે. ગાંધીનગર દક્ષિણથી અલ્પેશ ઠાકોર ચૂંટણી લડશે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે 17 નવેમ્બરે અલ્પેશ ઠાકોર ઉમેદવારી નોંધાવશે. ગઈકાલે અમિત શાહે 4 કલાક કમલમમાં બેઠક કરી હતી. આ બેઠકમાં તમામ બેઠકો પરની ગૂંચ ઉકેલાઇ ગઇ છે. આજે રાત સુધીમાં સત્તાવાર યાદી જાહેર થશે.

 • 14 Nov 2022 03:49 PM (IST)

  ધવલસિંહ ઝાલાના સમર્થકોનો ઉગ્ર વિરોધ

  ભાજપના ધવલસિંહ ઝાલાના સમર્થકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.  પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે મોટી સંખ્યામાં તેમના સમર્થકો પહોંચ્યા હતા. સમર્થકોનો જમાવડો જોઈ કાર્યાલય કમલમના દ્વાર બંધ કરી દેવાયા હતા. ધવલસિંહ ઝાલાની ટિકિટ કપાતા સમર્થકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ધવલસિંહ ઝાલાને ટિકિટ આપવાની માગ સાથે વિરોધ દર્શાવ્યો છે.

 • 14 Nov 2022 03:28 PM (IST)

  કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

  ભાવનગર ગ્રામ્ય વિધાનસભાના ભાજપ ઉમેદવાર અને કોળી સમાજના દિગ્ગજ નેતા પરષોત્તમ સોલંકીએ ઉમેદવારી ફોર્મ ભર્યું. કોળી સેનાના આગેવાનો અને ભાજપના પદાધિકારીઓ ખાસ હાજર રહ્યાં હતા. પરષોત્તમ સોલંકી પાંચ ટર્મથી ધારાસભ્ય અને પ્રધાન હોવાથી મત વિસ્તારમાં અનેક વિકાસકાર્યો કર્યા છે. જેથી પ્રજા વિકાસને પસંદ કરી ફરી એકવાર ભાજપને સમર્થન આપશે તેવો પરષોત્તમ સોલંકીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

 • 14 Nov 2022 02:59 PM (IST)

  કલોલ બેઠકથી કોંગ્રેસના બળદેવજી ઠાકોરે ભર્યું ફોર્મ

  ગાંધીનગર જિલ્લાની કલોલ બેઠકથી કોંગ્રેસના બળદેવજી ઠાકોરે  ફોર્મ ભર્યું છે. પક્ષના વરિષ્ઠ નેતાઓ અને કાર્યકરો સાથે શક્તિ પ્રદર્શન કર્યું છે. બળદેવજીએ સતત બીજી વખત જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. કલોલ વિધાનસભા બેઠક કોંગ્રેસનો ગઢ મનાય છે.

 • 14 Nov 2022 02:54 PM (IST)

  Gujarat Election: ઝાલોદમાં 1 હજારથી વધુ કોંગ્રેસ કાર્યકરોએ આપ્યા રાજીનામા

  દાહોદ જિલ્લાના ઝાલોદમાં 1 હજારથી વધુ કોંગ્રેસ કાર્યકરોએ રાજીનામા આપ્યા છે. ઝાલોદ બેઠક પર મિતેશ ગરાસિયાને ટિકિટ મળતા કાર્યકરોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. કાર્યકરોએ ઝાલોદ બેઠક પર ઉમેદવાર બદલવાની માગ કરી હતી. પ્રદેશ કક્ષા સુધી રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા કાર્યકરોએ રાજીનામા આપ્યા છે.

 • 14 Nov 2022 02:19 PM (IST)

  Gujarat Election 2022 : ઝાલોદમાં એક હજારથી વધુ કોંગ્રેસ કાર્યકરોએ આપ્યા રાજીનામા

  ઝાલોદમાં 1 હજારથી વધુ કોંગ્રેસ કાર્યકરોએ રાજીનામુ આપ્યા હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઝાલોદ બેઠક પર મિતેશ ગરાસિયાને ટિકિટ મળતા કાર્યકરોમાં આક્રોશ ફેલાયો છે. કાર્યકરોએ ઝાલોદ બેઠક પર કોંગ્રેસના  ઉમેદવાર બદલવાની માગ કરી હતી.આપને જણાવી દઈએ કે, પ્રદેશ કક્ષા સુધી રજૂઆત બાદ પણ ઉકેલ ન આવતા કાર્યકરોએ રાજીનામા આપ્યા હોવાનુ સામે આવ્યુ છે.

 • 14 Nov 2022 02:14 PM (IST)

  Gujarat Election Live : અમદાવાદની વટવા બેઠક પર બલવંત સિંહને ઉતારતા કોંગ્રેસમાં ઉકળતો ચરૂ

  અમદાવાદની વટવા બેઠક પર બલવંત સિંહ ગઢવીને બદલવા પણ કાર્યકરો દ્વારા કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ સાથે કાર્યકરોએ ભરતસિંહ પર પૈસાના જોરે ટિકિટ વહેંચાતી હોવાના આરોપ પણ લગાવ્યા છે.

 • 14 Nov 2022 02:07 PM (IST)

  Gujarat Election Live : ભાજપના ઉમેદવારોએ વિજ્ય મુહૂર્તમાં ફોર્મ ભર્યા

  વિધાનસભાની પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ફોર્મ ભરવાના અંતિમ દિવસે ભાજપના ઉમેદવારોએ વિજ્ય મુહૂર્તમાં ફોર્મ ભર્યા છે. ભાજપના ઉમેદવારોએ ધાર્મિક સ્થાને દર્શન કરીને રેલી યોજી ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. સુરતમાં મજૂરા બેઠક પરથી હર્ષ સંઘવીએ તો વરાછા બેઠક પરથી કિશોર કાનાણીએ ફોર્મ ભર્યું છે. વડોદરા સિટી બેઠક પર મનિષા વકીલ અને ઈડર બેઠક પર રમણ વોરાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. તો જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજાએ ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

 • 14 Nov 2022 01:55 PM (IST)

  Gujarat Election Update : અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો

  અમદાવાદના પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય પર હોબાળો થયો હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઈમરાન ખેડાવાલાને ટિકિટ આપતા જમાલપૂરના કાર્યકરો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જમાલપૂરમાં મેન્ડેટ રદ્દ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવી રહ્યો છે.

 • 14 Nov 2022 01:17 PM (IST)

  Gujarat Election Live : ડેમેજ કંટ્રોલ માટે કોંગ્રેસે 5 ઝોન ઓબ્ઝર્વરની કરી નિમણુક

  ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણી માટે કોંગ્રેસે ઓબ્ઝર્વરની નિમણૂક કરી છે.  5 ઝોન ઓબ્ઝર્વર અને 32 લોકસભા ઓબ્ઝર્વરની નિમણુક કરવામાં આવી છે. દક્ષિણમાં મુકુલ વાસનિક અને સૌરાષ્ટ્ર ઝોનમાં મોહન પ્રકાશની પસંદગી થઈ તો મધ્ય ઝોનમાં પૃથ્વીરાજ ચૌહાણને ઓબ્ઝર્વર તરીકે નિમણુંક કરવામાં આવ્યા છે. જયારે ઉત્તર ઝોનમાં બી કે હરિપ્રસાદ નિમાયા છે. ઝોન અને લોકસભા ઓબ્ઝર્વરને ચૂંટણીની તમામ જવાબદારી સોંપવામાં આવી છે. ઓબ્ઝર્વરની મુખ્ય જવાબદારી ડેમેજ કંટ્રોલ અને ચૂંટણી વ્યવસ્થા ઉભી કરવાની રહેશે. ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઓબ્ઝર્વરને જવાબદારી નિભાવવી પડશે.

 • 14 Nov 2022 01:10 PM (IST)

  Gujarat Election 2022 : ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું

  જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર રિવાબા જાડેજાએ ઉમેદવારી ફોર્મ ભર્યું.  તેઓ બપોરે 12.39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા સમર્થકો સાથે વાજતે - ગાજતે કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમની સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણી, ધારાસભ્ય હકુભા જાડેજા, પૂર્વ ધારાસભ્ય વસુ ત્રિવેદી સહિતના નેતાઓ હાજર રહ્યા. આ નિમિત્તે વિજય રૂપાણીએ કહ્યું કે ગુજરાત ભાજપમાં કોઈ ડેમેજ કંટ્રોલ નથી.  ભૂતકાળમાં પણ ભાજપ સામે અનેક પડકારો આવ્યા હતા. પણ ભાજપ એક છે અને એક જ રહેશે. તેમણે કહ્યું કે,  હકુભા અને આરસી ફળદુમાં કોઈ નારાજગી નથી. તેઓ ચૂંટણી લડ્યા હોત તો જીતી જ જાત અને પોતે પણ જો ચૂંટણી લડ્યા હોત તો જીતી જ જાત. પરંતુ ભાજપ બધાને સાથે લઈને ચાલનારી પાર્ટી છે. કોઈ એકને જ આગળ કરનારી પાર્ટી નથી.

 • 14 Nov 2022 01:03 PM (IST)

  Gujarat Election Live Updates : ભાજપ આજે જાહેર કરી શકે છે બાકીના 16 ઉમેદવારો

  ભાજપે અત્યાર સુધીમાં 166 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. આજે બાકીના 16 ઉમેદવારો ભાજપ જાહેર કરી શકે છે.મહેમદાબાદ બેઠક પર અર્જુનસિંહ ચૌહાણ, હિમંતનગર બેઠક પર રાજેન્દ્રસિંહ પરમારને રિપીટ કરાઈ શકે છે. તો ગાંધીનગર ઉત્તર પર નીતિન પટેલ અથવા રીટા બેન પટેલને ટિકિટ મળી શકે છે. તો પાટણથી રાજુલ દેસાઈને ટિકિટ અપાઈ તેવી શક્યતા છે. આ તરફ ખેરાલુથી રેખા ચૌધરી, તો વઢવાણ બેઠક પરથી જાહેર થયેલા ઉમેદવાર બદલાય તેવી શક્યતા છે. આ તરફ માણસા બેઠક પર અમિત ચૌધરી અથવા ડી ડી પટેલને ટિકિટ મળવાની સંભાવના છે. તો  રાધનપુરમાં લવિંગજી ઠાકોર રેસમાં આગળ છે અને પાટણમાં રણછોડ રબારી અને કે.સી.પટેલનું નામ ચર્ચાઈ રહ્યું છે.

 • 14 Nov 2022 12:36 PM (IST)

  ગુજરાત ચૂંટણી 2022 : ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે

  મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરશે. નામાંકન પત્ર ભરતા પહેલા તેઓ રેલી અને સહિત શક્તિ પ્રદર્શન કરશે. માહિતી મુજબ કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહી શકે છે.

 • 14 Nov 2022 12:09 PM (IST)

  Gujarat Assembly Election : ફોર્મ ભરતા પહેલા રિવાબા જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું

  આજે પ્રથમ તબક્કા માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે અને ભાજપ તેમજ કૉંગ્રેસના બાકી ઉમેદવારોએ આજે ફોર્મ ભરવાનું કામ પૂર્ણ કરશે. જામનગરમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે જામનગરના 78 બેઠક પર રિવાબા જાડેજા ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. જામનગર ઉત્તર વિધાનસભાની બેઠકના ઉમેદવાર રિવાબા જાડેજાએ ફોર્મ ભર્યુ છે. આપને જણાવી દઈએ કે, ફોર્મ ભરતા પહેલા તેઓએ શક્તિ પ્રદર્શન પણ કર્યું હતુ.

 • 14 Nov 2022 12:01 PM (IST)

  Gujarat Election Live Update : સિદ્ધપુર બેઠકથી ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે ઉમેદવારી નોંધાવી

  સિદ્ધપુર બેઠકથી ભાજપના ઉમેદવાર બલવંતસિંહ રાજપૂતે સમર્થકો અને આગેવાનો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યું. ગુજરાતના ધનિક ઉમેદવારોમાં એક એવા બલવંતસિંહ રાજપૂતે 372 કરોડથી વધારેની સંપત્તિ જાહેર કરી છે. બલવંતસિંહ રાજપૂતે કહ્યું કે સિદ્ધપુરમાં વધુ ઉદ્યોગો આવે અને લોકોને મોટી સંખ્યામાં રોજગારી મળે તેવા પ્રયાસ કરીશું. તો સિદ્ધપુર પંથકમાં ખેડૂતોને સિંચાઈની વધુ સુવિધા અપાવવા પણ પ્રયાસ કરીશ.

 • 14 Nov 2022 11:53 AM (IST)

  Gujarat Assembly Election : કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું

  અમરેલી બેઠકના પર કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ઉમેદવારી ફોર્મ ભરી દીધુ છે. તેઓ બપોરે 11 કલાકે સમર્થકો અને તેમના પત્ની સાથે કલેક્ટર કચેરીએ ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. આ પહેલા તેમણે પત્ની સાથે નાગનાથ મહાદેવના દર્શન કર્યા હતા અને જીત માટે આશીર્વાદ લીધા હતા. પરેશ ધાનાણી છેલ્લી બે ટર્મથી આ બેઠક પર જીતતા આવ્યા છે. આ વખતે તેમની ટક્કર ભાજપના ઉમેદવાર કૌશિક વેકરિયા સામે છે. આ પહેલા તેઓ ભાજપના દિગ્ગજ નેતાઓને હરાવી ચૂક્યા છે. જેમાં પરસોત્તમ રૂપાલા, દિલીપ સંઘાણી અને બાવક ઊંધાડનો સમાવેશ થાય છે.

 • 14 Nov 2022 11:39 AM (IST)

  ગુજરાત વિધાનસભા ચૂંટણી : કમલમમાં ભાજપની ઉચ્ચસ્તરીય મેરેથોન યોજાઈ

  ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસ પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં કમલમમાં ઉચ્ચસ્તરીય મેરેથોન બેઠક યોજાઈ હતી. 4 કલાકની બેઠકમાં ડેમેજ કંટ્રોલને લઈ અને નારાજ નેતાઓને મનાવવા રણનીતિ ઘડાઈ હતી. તો બીજી તરફ બાકી રહેલા 16 ઉમેદવારોના નામોને લઈને બેઠકમાં ચર્ચા થઈ હતી.

 • 14 Nov 2022 11:34 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : રિવાબા સાથે TV9 ની ખાસ વાત

  જામનગરમાં ખરાખરીનો ચૂંટણી જંગ જામ્યો છે, ત્યારે જામનગરના 78 બેઠક પર રિવાબા જાડેજા ભાજપ તરફથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. રિવાબાની આ પ્રથમ ચૂંટણી છે, ત્યારે ટીવી નાઈને રિવાબા સાથે ખાસ વાત કરી અને જાણવાનો પ્રયત્ન કર્યો છે કે અત્યાર સુધી આ બેઠક પર હકુભા જાડેજા લદતા હતા. હવે રિવાબા મેદાને છે ત્યારે શું રણનીતિ રહેશે સાથે જ મહિલા ઉમેદવાર છે.  જો તેઓ ચૂંટણી જીતે તો ત્યારબાદ ખાસ મહિલાઓ માટે શું કામ કરશે.

 • 14 Nov 2022 11:29 AM (IST)

  Gujarat Election Live : સાણંદ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી

  અમદાવાદની સાણંદ વિધાનસભામાં ભાજપના ઉમેદવાર સામે નારાજગી જોવા મળી રહી છે.  કનુ પટેલને મેન્ડેડ મળતા વિવાદ વકર્યો છે. સાણંદ APMCના ચેરમેન ખેંગાર સોલંકી નારાજ થયા છે. નારાજ ખેંગાર સોલંકી હાલ શક્તિપ્રદર્શન કરી રહ્યા છે. મોટી સંખ્યામાં સમર્થકોને સાથે લઈ યોજ્યું સંમેલન. આજે પણ નાંદોડરા ગામ ખાતે સમર્થકો એકઠા થાય તેવી શક્યતા છે.

 • 14 Nov 2022 11:21 AM (IST)

  Gujarat Election Live : કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની આવતીકાલે આવશે ગુજરાત

  ગુજરાત વિધાનસભા ચૂંટણીને પગલે આવતીકાલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની ગુજરાત આવશે.  બપોરે 3 કલાકે અમદાવાદ એરપોર્ટ પર તેમનું સ્વાગત થશે, ત્યાર બાદ અમદાવાદ એરપોર્ટ થી બાય રોડ આણંદ જશે. મહત્વનું છે કે, આણંદમા મધ્યસ્થ કાર્યલયનું ઉદ્ઘાટન કરશે. આણંદના ટાઉન હોલ ખાતે યુવા મતદારો સાથે સંવાદ પણ કરશે. તો રાત્રે વડોદરા એરપોર્ટથી દિલ્હી જવા રવાના થશે.

 • 14 Nov 2022 11:08 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : પાટણના આયાતી ઉમેદવારને લઈ ભાજપ કાર્યકરોનો વિરોધ

  ભાજપમાંથી ડૉ.રાજુલ દેસાઈનું નામ જાહેર થવાની શક્યતાને જોતા વિરોધ ભભૂક્યો છે. બગવાડા દરવાજા વિસ્તારમાં મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરો એકઠા થયા અને આયાતી ઉમેદવારના નામની શક્યતાને લઇને કાર્યકરો રસ્તા પર ઉતર્યા છે. સ્થાનિક ઉમેદવારને ટિકિટ મળે તેવી ભાજપ કાર્યકરોની માગ છે.

 • 14 Nov 2022 11:04 AM (IST)

  ગુજરાત એસેમ્બલી ઈલેક્શન : ભાજપમાં ટિકિટનો કકળાટ યથાવત

  Gujarat vidhansabha election:  સુરેન્દ્રનગરની વઢવાણ બેઠક પર ભાજપે ટિકિટ બદલાવતા બ્રહ્મ સમાજમાં રોષ ભભૂક્યો છે. જીજ્ઞા પંડ્યાએ પોતાની જગ્યાએ અન્યને તક આપવા પક્ષને રજૂઆત કરી હતી. જેના પર પક્ષે જગદીશ મકવાણાનું નામ જાહેર કર્યુ હતું. જોકે ભાજપે દબાણ પૂર્વક જિજ્ઞા પંડ્યાની ટિકિટ કાપી અન્યને ટિકિટ આપી હોવાનો બ્રહ્મસમાજે આરોપ લગાવ્યો હતો. સાથે જ નવા ઉમેદવારને ન સ્વીકારવા બ્રહ્મસમાજમાં ભારે વિરોધ પ્રસર્યો છે. અને બ્રહ્મસમાજના અગ્રણીઓએ સમાજની બેઠક બોલાવી ટિકિટ માટે ઉગ્ર રજૂઆત કરી હતી.

 • 14 Nov 2022 10:59 AM (IST)

  Gujarat Assembly Election : વાઘોડિયાના કોંગ્રેસ ઉમેદવાર સત્યજીત ગાયકવાડનું મોટુ નિવેદન

  વડોદરાની વાઘોડિયા બેઠક પર ભાજપ, કોંગ્રેસ, આપ અને અપક્ષ વચ્ચે ખરાખરીનો જંગ જામશે. પૂર્વ સાંસદ અને વડોદરાના રાજવી સત્યજીત ગાયકવાડે કહ્યું કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ લડશે તો કોંગ્રેસને ચોક્કસ ફાયદો મળશે. કોંગ્રેસ ઉમેદવાર સત્યજીત ગાયકવાડે વાઘોડિયામાં ત્રણ અંગ્રેજી મીડિયમની સરકારી સ્કૂલ અને સારી આરોગ્યની સુવિધાઓ ઉભી કરવાનું પણ પ્રજાને વચન આપ્યુ.

 • 14 Nov 2022 10:54 AM (IST)

  Gujarat Election 2022 : હર્ષ સંઘવીએ ફોર્મ ભરતા પહેલા મંદિરમાં દર્શન કર્યા

  મજૂરાથી હર્ષ સંઘવી આજે ઉમેદવારી ફોર્મ ભરશે.  ફોર્મ ભરતા પહેલા હર્ષ સંઘવીએ  મંદિર અને દેરાસરમાં દર્શન કર્યા હતા. પારલે પોઇન્ટથી પગપાળા રેલી યોજીને તેઓ ફોર્મ ભરશે.  ઉમેદવારી નોંધાવ્યા બાદ હર્ષ સંઘવીની સભા યોજાશે.

 • 14 Nov 2022 10:16 AM (IST)

  Gujarat Election Live Updates : કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આજે ભરશે ફોર્મ

  રાજકોટ પૂર્વ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરૂ આજે ફોર્મ ભરશે.  ફોર્મ ભરતા પહેલા ઈન્દ્રનીલ રાજ્યગુરૂ શક્તિપ્રદર્શન પણ કરશે. ઈન્દ્રનીલે રામનાથ મહાદેવના દર્શન કર્યા. રાજકોટ પૂર્વ વિધાનસભા બેઠક પર બે મજબૂત ઉમેદવારો આમને-સામને છે.કોંગ્રેસના ઇન્દ્રનીલ રાજ્યગુરુ અને ભાજપના ઉદય કાનગઢ વચ્ચે ખરાખરીનો જંગ જામશે.

 • 14 Nov 2022 10:13 AM (IST)

  ગુજરાત ઈલેક્શન 2022 : NCP થી નારાજ કાંધલ જાડેજાએ આપ્યું રાજીનામુ

  NCP માંથી કાંધલ જાડેજાએ રાજીનામું આપી દીધુ છે. મહત્વનું છે કે NCP એ ટીકીટ ન આપતા કાંધલ જાડેજા નારાજ હતા. આગળની રણનીતિ માટે કાંધલ જાડેજા કાર્યકરો સાથે બેઠક યોજશે.

 • 14 Nov 2022 09:44 AM (IST)

  ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 :ભારે વિરોધ બાદ કોંગ્રેસને બોટાદ બેઠક પર ઉમેદવાર બદલવા પડયા

  મનહર પટેલના ભારે વિરોધ બાદ કોંગ્રેસને બોટાદ બેઠક પર ઉમેદવાર બદલવા પડયા છે. રમેશ મેરના સ્થાને કોંગ્રેસે બોટાદથી મનહર પટેલને ટિકિટ આપતા કાર્યકરો અને સમર્થકોએ ફટાકડા ફોડી ખુશી વ્યકત કરી હતી. મનહર પટેલ આજે મોટી સંખ્યામાં સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવશે. કોંગ્રેસે રમેશ મેરને ટિકિટ આપતા મનહર પટેલે રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે સુધી રજૂઆત કરી હતી. અને અમદાવાદમાં અશોક ગેહલોત સાથે મિટીંગ પણ યોજી હતી. બાદમાં કોંગ્રેસ હાઈ કમાન્ડ દ્રારા મનહર પટેલની પસંદગી કરવામાં આવી હતી

Published On - Nov 14,2022 9:37 AM

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati