Himachal Pradesh & Gujarat Election 2022 Live : હિમાચલમાં 65.92% મતદાન, ગુજરાત કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી, આપે પણ ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી,

Mamta Gadhvi
| Edited By: | Updated on: Nov 12, 2022 | 10:21 PM

Himachal Pradesh Election Voting Live : હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠક પર આજે મતદાન થવા જઈ રહ્યું છે. 7 હજાર 884 મતદાન કેન્દ્રો પર સવારે 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ થશે.

Himachal Pradesh & Gujarat Election 2022 Live : હિમાચલમાં 65.92% મતદાન, ગુજરાત કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની યાદી જાહેર કરી,  આપે પણ  ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી,
Himachal Pradesh and Gujarat Election 2022 Live

હિમાચલ પ્રદેશ એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઉમેદવારો પણ જાહેર કરી દીધા છે. તો બીજી તરફ હિમાચલ પ્રદેશની તમામ 68 વિધાનસભા બેઠક પર આજે મતદાન યોજાયુ હતુ  7 હજાર 884 મતદાન કેન્દ્રો પર  મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. . જો મતદાતાની વાત કરીએ તો  હિમાચલ પ્રદેશમાં કુલ 55.93 લાખ મતદારો છે, જેમાં 80 વર્ષથી વધુ વયના 1 લાખ 21 હજાર 409 મતદારો છે. કુલ 412 ઉમેદવારોનું ભાવિ EVMમાં કેદ થશે. વર્ષ 2017ની ચૂંટણીમાં 75.57 ટકા થયું મતદાન થયુ હતુ. દરેક રાજકીય પાર્ટીએ પ્રચાર અને પ્રસાર થકી મતદાતાઓને રીઝવવા એડી ચોટીનુ જોર લગાવ્યુ છે, જો કે નેતાઓની રેલીમાં ઉમટેલી ભીડના મતદાતાઓના હાથ તેમના પક્ષના EVM બટન સુધી પહોંચે છે કે કેમ તે તો પરિણામ જ બતાવશે.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 12 Nov 2022 10:17 PM (IST)

    Gujarat Election 2022 : ગુજરાત કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી

  • 12 Nov 2022 09:22 PM (IST)

    Gujarat Election 2022: કોંગ્રેસમાં ટિકિટ ફાળવણીનો મુદ્દે દિલ્લી હાઇકમાન્ડ સુધી પહોંચ્યો

  • 12 Nov 2022 08:38 PM (IST)

    Gujarat Election 2022: કાલાવડ બેઠકના દાવેદારોમાં નારાજગી, 56 જેટલા દાવેદારો કરી હતી દાવેદારી

  • 12 Nov 2022 08:35 PM (IST)

    Gujarat Election 2022: ભાવનગર પૂર્વ બેઠક પર પૂર્વ મંત્રી વિભાવરી દવેની ટિકિટ કાપી સેજલ પંડયાને ટિકિટ આપી

  • 12 Nov 2022 08:31 PM (IST)

    Gujarat Election 2022: કુતિયાણા બેઠક પર ભાજપે મહિલા ઉમેદવારને ઉતાર્યા

  • 12 Nov 2022 08:29 PM (IST)

    Gujarat Election 2022: વડોદરાઃ જિલ્લાની 3 બેઠક પર ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત

  • 12 Nov 2022 08:28 PM (IST)

    Gujarat Election 2022: ગાંધીનગર: કમલમમાં હેલિકોપ્ટરની વધી અવરજવર

  • 12 Nov 2022 08:27 PM (IST)

    Gujarat Election 2022: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ભૂપન્દ્ર પટેલ માટે પ્રચાર કરવા આવશે ગુજરાત

  • 12 Nov 2022 08:24 PM (IST)

    Gujarat Election 2022: દાણીલીમડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે વાયરલ વીડિયો મુદ્દે કરી સ્પષ્ટતા 

    અમદાવાદના દાણીલિમડા મત વિસ્તારના ધારાસભ્ય શૈલેષ પરમારે સોશિયલ મીડિયામાં વાયરલ વીડિયો મુદ્દે સ્પષ્ટતા કરી છે. શૈલેષ પરમારે કહ્યું કે કેટલાક યુવાનોએ આયોજનપૂર્વક ષડયંત્ર કરીને વીડિયો તૈયાર કર્યો છે.  કોંગ્રેસના જ કેટલાક નેતાઓએ રચેલા ષડયંત્ર અંગે મોવડી મંડળને જાણ કરી છે.  શૈલેષ પરમારે વધુમાં કહ્યું કે હું ગોમતીપુરના કાર્યાલય ખાતે દર ગુરૂવારે લોકોને મળું છું.  હું પ્રજાની વચ્ચે સતત રહુ છું. કોંગ્રેસના સંમેલનમાં 5 હજાર લોકો એકઠા થયા એ મારા પ્રજા સાથે સતત સંપર્કનો પુરાવો છે.

  • 12 Nov 2022 08:22 PM (IST)

    Gujarat Election 2022: ચૂંટણી પંચની યાદી પ્રમાણે ગુજરાતમં 1417 જેટલા થર્ડ જેન્ડર મતદારોની નોંધણી 

    રાજ્યના ચૂંટણી પંચની યાદી પ્રમાણે ગુજરાતમાં 1417 જેટલા થર્ડ જેન્ડર મતદારોની નોંધણી થઈ છે. જેમાં સૌથી વધારે 223 મતદારો વડોદરામાં નોંધાયા છે. તો અમદાવાદમાં 211 જેટલા થર્ડ જેન્ડર મતદારોની સંખ્યા છે. અમદાવાદ શહેરની 16 બેઠકો પૈકી સૌથી વધારે નરોડા વિસ્તારમાં 33 થર્ડ જેન્ડર મતદારોની નોંધણી થઈ છે. તો વટવામાં 21, વેજલપુરમાં 17 અને ઘાટલોડિયામાં 14 મતદાર નોંધાયેલા છે. 2017ની ગત વિધાનસભા ચૂંટણીમાં રાજ્યમાં 687 થર્ડ જેન્ડર મતદાર નોંધાયેલા હતા.

  • 12 Nov 2022 08:20 PM (IST)

    Gujarat Election 2022: સુરત ભાજપમાં આંતરિક વિરોધનો ઉઠ્યો સૂર

    સુરત ભાજપમાં આતંંરિક વિરોધના સૂર ઉઠ્યા છે. ચોર્યાસી બેઠક પર નવા ઉમેદવાર જાહેર થતા વિરોધ શરૂ થયો છે. આ બેઠક પર ઝંખના પટેલને રિપીટ કરવા માગ કરી છે. 500થી વધુ સમર્થકોએ ભાજપના કાર્યાલય પર હલ્લાબોલ કર્યો હતો અને ઝંખના પટેલના સમર્થકો સંદીપ દેસાઈ હાય હાયના નારા લગાવ્યા હતા. આ સાથે સમર્થકોએ ઝંખના પટેલને રિપીટ નહીં કરાય તો આપને મત આપવાની ચીમકી ઉચ્ચારી છે.

  • 12 Nov 2022 08:15 PM (IST)

    Gujarat Election 2022: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ભરશે ઉમેદવારી ફોર્મ

    CM ભૂપેન્દ્ર પટેલ 16 નવેમ્બરે ભવ્ય રોડ-શો બાદ અમદાવાદની ઘાટલોડિયા બેઠક પરથી ઉમેદવારી ફોર્મ ભરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ આવતા સપ્તાહે ફરી ગુજરાત પ્રવાસે આવશે. અમિત શાહ ઘાટલોડિયાના ઉમેદવાર અને CM ભૂપેન્દ્ર પટેલ માટે પ્રચાર કરશે. CM ભૂપેન્દ્ર પટેલના ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા એક વિશાળ જનસભાને અમિત શાહ સંબોધન કરશે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહને આવકારવા પ્રદેશ ભાજપના નેતાઓએ તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

  • 12 Nov 2022 08:12 PM (IST)

    Gujarat Election 2022: દ્વારકાની ખંભાળિયા બેઠક પર ભાજપે મુળુ બેરાને ઉતાર્યા મેદાને

    દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા બેઠક પર ભાજપે મુળુ બેરાને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે ભાજપના કાર્યકરોએ ઉમેદવાર મુળુ બેરાનું ફૂલોથી ભવ્ય સ્વાગત કર્યું હતું. કોંગ્રેસે વિક્રમ માડમને રિપીટ કર્યા બાદ ભાજપે મુળુ બેરાની પસંદગી કરી છે. તો હવે આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસના વિક્રમ માડમ સામે મુળુ બેરાનો જોરદાર જંગ જામશે.

  • 12 Nov 2022 08:09 PM (IST)

    Gujarat Election 2022: અમદાવાદ: કોંગ્રેસના કાર્યકર્તાઓએ યુવાનોને ટિકિટ આપવા માટે કર્યા દેખાવો 

    અમદાવાદમાં NSUIના કાર્યકર્તાઓએ યુવાનોને ટિકિટ આપવા માટે માગ કરીને દેખાવો કર્યા હતા. તો બાયડના ધારાસભ્ય જશુ પટેલ અશોક ગેહલોતને મળીને રિપીટ કરવા માટે માગ કરી છે. આ બાજુ વઢવાણ કોંગ્રેસમાં આયાતી ઉમેદવાર તરૂણ ગઢવીનો વિરોધ થયો છે. રૂપિયા લઈ ટિકિટ આપી હોવાના દાવા સાથે કાર્યકર્તાઓએ સામૂહિક રાજીનામાની ચીમકી આપી છે. મહેસાણા જિલ્લામાં 5 બેઠકના ઉમેદવારોને લઈ કોંગ્રેસમાં કોકડું ગુચવાયું છે. તો વલસાડની ધરમપુર બેઠક પર કોંગ્રેસના કિશન પટેલ અને કલ્પેશ પટેલની દાવેદારીને લઇને વિવાદ વકર્યો છે ત્યારે કોંગ્રેસ દાવેદારોને સાથે રાખીને ડેમેજ કંટ્રોલ નહીં કરે તો તેની અસર વિધાનસભાની ચૂંટણી પર ચોક્કસ દેખાશે.

  • 12 Nov 2022 06:38 PM (IST)

    Himachal Pradesh Election 2022 Live: હિમાચલ પ્રદેશમાં થયુ 65.92% મતદાન

    હિમાચલ પ્રદેશના મતદારોએ વિધાનસભા ચૂંટણીમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો.  ગત ચૂંટણીની સરખામણીએ મતદાનની ટકાવારીમાં ઘણો વધારો થયો છે. સિરમૌરે 72.35 ટકા મતદાન સાથે ઈતિહાસ રચ્યો છે, ભાજપને તેનાથી ઘણી આશા છે. ભાજપ દાવો કરી રહી છે કે યુપીની જેમ હિમાચલમાં પણ રિવાજ બદલાવાનો છે. અહીં ફરી ભાજપની જીત થઈ રહી છે. બીજી તરફ કોંગ્રેસે પણ પોતાના તરફથી જીતનો દાવો કર્યો છે. જો કે રાજ્યના મતદારોએ ઈવીએમ દ્વારા તેમનો કિમતી મત આપ્યો છે. 8 ડિસેમ્બરે  પરિણામો જાહેર થશે. આ સાથે જ ખબર પડશે કે જયરામનો વિજય થશે કે હિમાચલમાં રિવાજ ચાલુ રહેશે.

  • 12 Nov 2022 05:28 PM (IST)

    આમ આદમી પાર્ટીએ ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી

    આમ આદમી પાર્ટીએ ગુજરાત ચૂંટણી માટે ઉમેદવારોની 14મી યાદી જાહેર કરી છે.

  • 12 Nov 2022 05:25 PM (IST)

    યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ કાર્યાલય અમદાવાદમાં દેખાવો

    યુવા કોંગ્રેસ અને NSUIના પ્રદેશ કાર્યાલયે દેખાવો કર્યા  અને કોંગ્રેસના યુથ ક્વોટામાંથી યુવા નેતાઓને ટિકિટ આપવા માગ કરી છે. હરપાલસિંહ ચુડાસમાને ધંધુકાથી ટિકિટ આપવા માગ કરવામાં આવી છે. તો શાહનવાઝ શેખને જમાલપુરથી ઉમેદવાર બનાવવા માગ કરાઇ છે.

  • 12 Nov 2022 05:08 PM (IST)

    Himachal Election 2022: વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક તાશિગાંગ ખાતે 98.08% મતદાન

    હિમાચલ પ્રદેશના તાશિગંગમાં વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક પર 52 માંથી 51 મતદારોએ પોતાનો મત આપ્યો. અહીં 98.08% મતદાન નોંધાયું છે. જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો.

  • 12 Nov 2022 04:59 PM (IST)

    Gujarat election 2022: ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર વહીવટી તંત્રની નજર

    ગુજરાત વિધાનસભા ચૂંટણીના કેટલાક ઉમેદવારો ફોર્મ ભર્યા બાદ પ્રચાર કાર્યમાં લાગ્યા છે. તો ઉમેદવારોના ચૂંટણી કાર્યાલય પણ કાર્યકરોથી ધમધમવા લાગ્યા છે. આ કાર્યાલયોમાં ચા-નાસ્તા અને જમણવારની જ્યાફત પણ શરૂ થઈ ગઈ છે. આ ઉમેદવારોના ચૂંટણી ખર્ચ પર નજર રાખવા વહીવટી તંત્રએ પણ કામગીરી હાથ ધરી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડતા તમામ ઉમેદવારોનો ખર્ચ નક્કી કરવામાં આવ્યો છે. ઉમેદવારોના અઢળક ખર્ચ પર નિયંત્રણ રાખવા રોજના ખર્ચનું એક રજીસ્ટર રાખવાનું રહેશે. તેમાં સભા, મંડપષ ફર્નિચર, વાહન ભાડા, પોસ્ટર, સાઉન્ડ અને ભોજનના ખર્ચનો હિસાબ રાખવાનો રહેશે. આ હિસાબમાં કોઈ ગોટાળા ન થાય તે માટે ખાવા-પીવાની તમામ ચીજોનો ભાવ પણ નક્કી કરવામાં આવ્યો છે.

    ઉમેદવારોનો નિયત ચૂંટણી ખર્ચ!  

    ચા-ફોફી એક કપના 15 રૂપિયા ચા-કોફી અડધો કપના 10 રૂપિયા દૂધ એક ગ્લાસના 20 રૂપિયા બ્રેડ-બટર એક પ્લેટના 25 રૂપિયા બટાકા-પૌવા એક પ્લેટના 20 રૂપિયા ઉપમા એક પ્લેટના 20 રૂપિયા ભજીયા 100 ગ્રામના 30 રૂપિયા ગુજરાતી થાળી એક થાળીના 90 રૂપિયા સમોસા બે નંગ એક પ્લેટના 40 રૂપિયા પાંવભાજી એક પ્લેટના 70 રૂપિયા પુરી-શાક એક પ્લેટના 40 રૂપિયા પરોઠા-શાક એક પ્લેટના 70 રૂપિયા

  • 12 Nov 2022 04:14 PM (IST)

    Himachal Election 2022: હિમાચલ પ્રદેશમાં ત્રણ વાગ્યા સુધીમાં 55 ટકા મતદાન

    હિમાચલ વિધાનસભા ચૂંટણી 2022માં ત્રણ વાગ્યા સુધીમાં થયેલુ મતદાન

    સંખ્યા જિલ્લો વોટની ટકાવારી
    1  બિલાસપુર 54.14%
    2 ચંબા 46.00%
    3 હમીરપુર 55.60%
    4 કાંગડા 54.21%
    5  કુન્નુર 55.30%
    6 કુલ્લુ 58.88%
    7 લાહૌલ સ્પીતિ 62.75%
    8 મંડી 58.90%
    9 શિમલા 55.56%
    10 સિરમૌર 60.38%
    11 સોલન 54.14%
    12 ઉના 58.11%
  • 12 Nov 2022 04:06 PM (IST)

    Gujarat Election 2022: વડોદરા જિલ્લાની 3 બેઠક પર ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: વડોદરા જિલ્લાની 3 બેઠક પર ભાજપની ડેમેજ કંટ્રોલની કવાયત શરુ થઇ ગઇ છે. ભાજપના જુના જોગીઓના બળવાને લઈને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. વાઘોડીયા બાદ કરજણમાં હોદ્દેદારોની બેઠક મળી હતી. ભાજપના પ્રદેશ મહામંત્રી ભાર્ગવ ભટ્ટની હાજરીમાં આ બેઠક મળી હતી. કરજણ પર પૂર્વ ધારાસભ્ય સતિષ પટેલનુ પત્તુ કપાતા નારાજગી છે. ત્યારે કરજણના દબંગ ધારાસભ્ય સતિષ પટેલના બળવાને ખાળવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

  • 12 Nov 2022 03:41 PM (IST)

    Himachal Election 2022: 'તે ભાજપને જીતાડવા માગે છે', અશોક ગેહલોતે આપ પર સાધ્યુ નિશાન

    હિમાચલ વિધાનસભા ચૂંટણી: રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે હિમાચલ ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે અમે કહ્યું હતું કે કોંગ્રેસ ગુજરાતમાં કૂદી પડતાં જ તે (આપ) દેખાશે નહીં, આજે તે દેખાતા નથી. હું હિમાચલથી આવ્યો છું. શું કારણ છે કે તેણે પોતાનું આખું અભિયાન ત્યાંથી પાછું ખેંચી લીધું? તેઓએ તેમના ઉમેદવારો પાછા ખેંચ્યા નથી તમે ભાજપને જીતાડવાનો પ્રયાસ કરી રહ્યા છો.

  • 12 Nov 2022 03:14 PM (IST)

    Himachal Election 2022: તાશિગાંગમાં મતદાન કરવા આવી રહ્યા છે મતદારો

    હિમાચલ વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણી પંચે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પીતિ જિલ્લાના કાઝાના તાશિગાંગમાં સૌથી વધુ ઊંચાઈ પર મતદાન મથક બનાવ્યું છે. અહીં લોકો કડકડતી ઠંડી વચ્ચે પણ મતદાન કરવા પહોંચી રહ્યા છે. આ મતદાન મથક 15,256 ફૂટની ઉંચાઈ પર છે.

  • 12 Nov 2022 03:11 PM (IST)

    Himachal Assembly Election: હિમાચલ પ્રદેશમાં 1 વાગ્યા સુધીનું મતદાન

    હિમાચલ વિધાનસભા બેઠક: હિમાચલમાં મતદાનમાં તેજી, બપોરે 1 વાગ્યા સુધી 37.19% મતદાન

    ક્રમાંક જિલ્લો વોટની ટકાવારી
    1 બિલાસપુર 34.05%
    2 ચંબા 28.35%
    3 હમીરપુર 35.86%
    4 કાંગડા 35.50%
    5 કિન્નુર 35.00%
    6 કુલ્લુ 40.33%
    7 લાહોલ સ્પિતી 21.00%
    8 મંડી 41.17%
    9 શિમલા 37.30%
    10 સિરમોર 41.89%
    1 સોલન 37.90%
    12 ઉના 39.93%
  • 12 Nov 2022 02:36 PM (IST)

    Gujarat Assembly Election: માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી ફરી ભાજપમાં જોડાયા

    ગુજરાત વિધાનસભા ચૂૂંટણી 2022: ખેડા જિલ્લાના માતરના પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની નારાજગી દૂર થતા તેઓ ફરીથી ભાજપમાં જોડાઇ ગયા છે.  2 દિવસમાં આપ છોડી તેમણે ફરી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. કેસરીસિંહ સોલંકી ટિકિટ ન મળતા ભાજપથી નારાજ હતા. જો કે હવે તે ફરીથી ભાજપમાં સામેલ થઇ ગયા છે.

  • 12 Nov 2022 02:32 PM (IST)

    Gujarat Assembly Election: પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ ભાજપમાંથી રાજીનામું આપ્યુ

    ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: ચૂંટણી પહેલા કેશોદમાં ભાજપને મોટો ઝટકો મળ્યો છે. ટિકિટ ન મળતા નારાજ થયેલા પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પક્ષમાંથી રાજીનામું આપી દીધુ છે. લાડાણીએ અપક્ષમાંથી ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે.. તેઓ 14 નવેમ્બરે અપક્ષ ઉમેદવારી ફોર્મ ભરશે. તેઓ વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજેતા થયા હતા. પરંતુ આ વખતે પક્ષે દેવા માલમને ટિકિટ આપતાં તેઓ નારાજ છે. તેમણે દાવો કર્યો છે કે કેશોદ ભાજપના કાર્યકરો અને લોકો પાર્ટીના આ નિર્ણયથી નારાજ છે.. અને તેમને અપક્ષ ચૂંટણી લડવા માટે ફરજ પાડી છે.

     

  • 12 Nov 2022 02:13 PM (IST)

    હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 : વિશ્વના સૌથી ઊંચા મતદાન મથક તાશિગોંગમાં મતદારો મતદાન કરવા પહોંચ્યા

    હિમાચલ પ્રદેશમાં મતદાન પ્રક્રિયા ચાલુ છે. ચાસક ભટોરી નજીકના રોડ હેડ નજીક મતદાન મથક છે. મતદારોએ મતદાન મથક સુધી પહોંચવા માટે ઓછામાં ઓછું 14 કિમી ચાલીને જવું પડી રહ્યુ છે. આ તાશિગોંગ વિશ્વનું સૌથી ઉંચુ મતદાન મથક છે.

  • 12 Nov 2022 02:10 PM (IST)

    Himachal Pradesh Election : મતદાન માટે કતારો લાગી, 112 વર્ષની મહિલાએ પણ કર્યું મતદાન

    હિમાચલમાં હિમવર્ષા વચ્ચે વૃદ્ધ મતદારોની હિંમત લોકશાહી માટે ઉદાહરણ બની રહી છે. વૃદ્ધ મતદારો મતદાન કરવા માટે પગપાળા તેમના નજીકના મતદાન મથકે પહોંચી રહ્યા છે. 112 વર્ષની મહિલાએ પણ મતદાન કર્યું.

  • 12 Nov 2022 01:29 PM (IST)

    Gujarat Assembly Election : કોંગ્રેસે વાયદાઓની ભરમાર કરતો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો

    ગુજરાત ઈલેક્શન 2022 :   ચૂંટણી આવતા જ રાજકીય પાર્ટીઓનું વાયદાબજાર ગરમાયું છે. આજે કોંગ્રેસે વાયદાઓની ભરમાર કરતો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. અમદાવાદ આવેલા રાજસ્થાનના સીએમ અશોક ગેહલોતે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો.જેમાં મોટાભાગના વાયદાઓ એવા છે જેના માટે વિવિધ સંગઠનોએ આંદોલનો કર્યા છે. વાયદાઓમાં રાહુલ ગાંધીએ ગુજરાત માટે કરેલા 8 વચનોને પણ સ્થાન અપાયું છે.. કૉંગ્રેસે વાયદો કર્યો છે કે જો કૉંગ્રેસની સરકાર આવશે તો, 300 યુનિટ સુધી મફત વીજળી , 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે, ખેડૂતોનું 3 લાખ સુધીનું દેવું માફ કરાશે, 10 લાખ સુધીની મફત સારવાર, સરકારી કર્મચારીઓ માટે જૂની પેન્શન યોજના લાગુ કરાશે, 10 લાખ યુવાનોને નોકરી આપવામાં આવશે, સૈન્ય એકેડમી ખોલવામાં આવશે, નિયમિત સરકારી ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવશે, KGથી PG સુધી 20 હજાર સુધીની શિષ્યવૃત્તિ, PF, ESI અને બોનસ આપવામાં આવશે.

    જો કોંગ્રેસની સરકાર બનશે તો, પંચાયતમાં કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરી કાયમી ભરતી કરાશેત, સસ્તી દવા માટે જનતા મેડિકલ સ્ટોર ખોલાશે, મોટેરા સ્ટેડિયમનું નામ બદલી સરદાર પટેલ કરાશે, કામધેનુ ગૌસંવર્ધન યોજના હેઠળ વાર્ષિક 1 હજાર કરોડ અપાશે, લમ્પી વાયરસથી મૃત્યુ પામેલી ગૌમાતાના કિસ્સામાં વળતર અને ઘાસચારાના ભાવ વધારા પર નિયંત્રણ લાવવાનો કોંગ્રેસે વાયદો કર્યો છે.

  • 12 Nov 2022 01:16 PM (IST)

    હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 : BJP સાંસદ કિશન કપૂરે આપ્યો વોટ, કહ્યું 'અમારી પાર્ટીની સરકાર બનશે'

    કાંગડા ચંબા લોકસભા સાંસદ કિશન કપૂરે તેમની પત્ની અને પુત્ર સાથે તેમના વતન ગામ ખાનિયારામાં મતદાન કર્યું. સાંસદ કિશને પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં પ્રચંડ બહુમતી સાથે ફરીથી ભાજપની સરકાર બનશે અને પાર્ટી ફરીથી સત્તામાં નવો રિવાજ રચશે. તો વધુમાં કહ્યું કે, છેલ્લા 5 વર્ષમાં હિમાચલ પ્રદેશનો અભૂતપૂર્વ વિકાસ થયો છે.

  • 12 Nov 2022 01:11 PM (IST)

    હિમાચલમાં 157 મતદાન મથકોનું સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા થઈ રહ્યું છે - CEC રાજીવ કુમાર

    Himachal Pradesh Election Voting : CEC રાજીવ કુમારે કહ્યું, 'રાજ્યભરમાં 157 મતદાન મથકો છે, જેનું સંપૂર્ણ સંચાલન મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવે છે. હમીરપુર જિલ્લામાં ક્રેચની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જેથી બાળકો સાથે આવતા લોકોને કોઈ મુશ્કેલી ન પડે.'

  • 12 Nov 2022 01:07 PM (IST)

    Gujarat Election 2022 : ચૂંટણી પ્રચાર માટે નેતાઓ 100 કરોડ રૂપિયાની હવાઈયાત્રા કરશે

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 :  વિધાનસભાની ચૂંટણીમાં જીત હાંસલ કરવા માટે રાજકીય પાર્ટીઓએ એડીચોટીનું જોર લગાવી દીધુ છે. પ્રચાર માટે ધૂમ ખર્ચો કરવામાં આવી રહ્યો છે.. ચૂંટણીમાં પ્રચાર કરવા માટે નેતાઓ 100 કરોડ રૂપિયાની હવાઈયાત્રા કરશે. ભાજપ અને કૉંગ્રેસે 9 ચાર્ટર્ડ જેટ અને 7 લક્ઝુરિયસ હેલિકોપ્ટર બૂક કર્યા છે. જેમાં ભાજપે સૌથી વધારે હેલિકોપ્ટર અને એરક્રાફ્ટ બૂક કર્યા છે. રાજકીય પાર્ટીઓએ જેટ વિમાન પ્રતિ કલાકના 2થી 4 લાખ, ટર્બોક્રોપ એન્જિનવાળા વિમાનના 1.40 લાખ અને ટ્વીન એન્જિન ધરાવતા હેલિકોપ્ટરના 3થી 3.75 લાખ પ્રતિ કલાકના ધોરણે બુક કર્યા છે. ભાજપે ચૂંટણીમાં સ્ટાર પ્રચારકો માટે પાંચ હેલિકોપ્ટર ભાડેથી મગાવ્યા છે. આ હેલિકોપ્ટર દિલ્લી, બેંગલુરુ અને મુંબઈથી કમલમની પાછળ બનાવાયેલા હેલિપેડ પર આવી પહોંચ્યા છે. આ હેલિકોપ્ટર દ્વારા ભાજપના નેતાઓ ગુજરાતના વિવિધ જિલ્લામાં પ્રવાસ કરશે.

  • 12 Nov 2022 12:49 PM (IST)

    Gujarat Assembly Election 2022 : વઢવાણમાં આયાતી ઉમેદવાર જાહેર કરતા જ વિરોધ

    એક તરફ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જાહેર કરી રહ્યા છે. તો બીજીતરફ તેના પગલે વિરોધના સૂર પણ સંભળાવવા લાગ્યા છે,  ત્યારે વઢવાણ વિધાન સભા બેઠકમાં વિરોધ જોવા મળ્યો છે. કૉંગ્રેસે આ બેઠક પર ઉમેદવાર જાહેર કરવામાં ખુબજ વિલંબ કર્યો. સાથે જ અમદાવાદના તરૂણ ગઢવીનું ઉમેદવાર તરીકે નામ જાહેર કરતા સ્થાનિક સ્તર પર આયાતી ઉમેદવારનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. શહેરના ભકતિનંદન સર્કલ પર એકઠા થઈ વિરોધ કર્યો હતો. સાથે જ સામૂહિક રાજીનામા આપવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

  • 12 Nov 2022 12:23 PM (IST)

    Himachal Pradesh Election 2022 : પરિવાર સાથે જેપી નડ્ડાએ મત આપ્યો

    BJP અધ્યક્ષ જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું, 'આજે લોકશાહીના તહેવાર પર, હિમાચલ પ્રદેશના વિજયપુરમાં મારા પરિવાર સાથે એક સમૃદ્ધ દેવભૂમિ માટે મતદાન કર્યું. હું હિમાચલ પ્રદેશના મારા તમામ ભાઈઓ, બહેનો, યુવા સાથીઓ અને માતાઓને અપીલ કરું છું કે તેઓ મહત્તમ સંખ્યામાં મતદાન કરે અને રાજ્યમાં સુશાસન, વિકાસલક્ષી સરકારને ચૂંટે.'

  • 12 Nov 2022 12:13 PM (IST)

    Himachal Pradesh Election Voting : 11 વાગ્યા સુધીમાં 17.98 ટકા મતદાન

  • 12 Nov 2022 12:06 PM (IST)

    હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 : CM કેજરીવાલે હિમાચલના લોકોને વોટ આપવા માટે કરી અપીલ

    દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે હિમાચલ પ્રદેશના લોકોને વોટ આપવા માટે અપીલ કરી હતી. અરવિંદ કેજરીવાલે ટ્વીટ કરીને કહ્યું કે હિમાચલ પ્રદેશના લોકોને અપીલ. મત આપવા જાવ, તમારા બાળકો અને હિમાચલના સારા ભવિષ્ય માટે મત આપો.

  • 12 Nov 2022 11:59 AM (IST)

    Gujarat Election 2022 : ગુજરાતમાં કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર

     ગુજરાત ઈલેક્શન 2022 :  ગુજરાત કોંગ્રેસ દ્વારા ચૂંટણી ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કુલ આઠ મુદ્દાઓને કેન્દ્ર સ્થાને રાખવામાં આવ્યા છે. મતદારોને રીઝવવા માટે કોંગ્રેસ કેટલાક વાયદાઓ આપ્યા છે. ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની જાહેરાત કરવામાં આવી છે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવ્યા છે.

  • 12 Nov 2022 11:46 AM (IST)

    હિમાચલમાં AAP ને કંઈ નહીં મળે, ભાજપની B ટીમ છે : કોંગ્રેસ નેતા આનંદ શર્મા

    Himachal Pradesh Election Live : કોંગ્રેસના સાંસદ આનંદ શર્માએ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 માટે લોંગવુડ, શિમલામાં પોતાનો મત આપ્યો. તેમણે કહ્યું, "રિવાજ નહીં બદલાય, સરકાર બદલાશે, બદલાવ આવશે. આમ આદમી પાર્ટીને કંઈ નહીં મળે, તેમનો ચહેરો સામે આવી ગયો છે. તેઓ ભાજપની બી ટીમ છે અને મત કાપવા માટે કામ કરે છે."

  • 12 Nov 2022 11:31 AM (IST)

    Gujarat Election 2022 Live : બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ અશોક ગેહલોતને મળ્યા

    અરવલ્લીના બાયડના ધારાસભ્ય જશુભાઈ પટેલ અશોક ગેહલોતને મળવા અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે પહોંચ્યા છે. પોતાની ટિકિટ કપાતી હોવાની માહિતી મળતી હોવાથી અશોક ગેહલોતને મળ્યા. મળતી માહિતી પ્રમાણે બાયડ બેઠક પર કૉંગ્રેસમાંથી મહેન્દ્રસિંહ વાઘેલાનું નામ આગળ ચાલી રહ્યું છે. જેથી ટિકિટ મેળવવા જશુ પટેલ કૉંગ્રેસના નિરીક્ષક અશોક ગેહલોતને મળ્યા. જો કે જશુ પટેલે અશોક ગેહલોત ટિકિટને લઈને સ્પષ્ટતા ન કરી હોવાનો દાવો પણ કર્યો છે.

  • 12 Nov 2022 11:26 AM (IST)

    Gujarat Election 2022 : વડોદરાની માંજલપુર અને સયાજીગંજ બેઠકનું કોકડું ગૂંચવાયુ

    ભાજપે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. જો કે વડોદરાની સયાજીગંજ અને માંજલપુર બેઠક પરથી ઉમેદવારોના નામની જાહેરાત હજુ બાકી છે..આ સ્થિતિમાં 7 ટર્મથી ધારાસભ્ય રહેલા યોગેશ પટેલને ટિકિટ મળશે કે નહીં તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડે સયાજીગંજ બેઠક માટે 3 દાવેદારોના નામ મુક્યા હતા. પરંતુ ભાજપ હાઈકમાન્ડ અને PMOએ આ ત્રણેય નામોને રદિયો આપ્યો અને બીજા નામ પર લાવવાનો આદેશ કર્યો હતો. જેને કારણે સયાજીગંજ બેઠકનું કોકડું ગુંચવાયું છે. બીજીબાજુ માંજલપુર બેઠકની પણ આ જ સ્થિતિ છે..માંજલપુરમાંથી ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યુ નથી. આ બેઠકથી વડોદરા શહેર પ્રમુખ ડૉ.વિજય શાહને ટિકિટ આપવાની ફોર્મ્યુલા ગોઠવાઈ રહી છે. જેથી પાટીદાર અને વૈષ્ણવ સમાજને પણ આવરી લેવાય તેવી ભાજપની ગોઠવણ છે.

  • 12 Nov 2022 10:48 AM (IST)

    Himachal Pradesh Election Voting Live: 9 વાગ્યા સુધીમાં 4.54 ટકા મતદાન

  • 12 Nov 2022 10:47 AM (IST)

    Gujarat Election 2022 Live : ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ સી.આર.પાટીલનું મોટુ નિવેદન

    ચૂંટણીના મહાસંગ્રામને લઈને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. સુરતમાં સી.આર.પાટીલે આ અંગે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું કે, ભાજપ પોતાના ટાર્ગેટ પ્રમાણે આગળ વધી રહ્યું છે. સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, હું મારો ટાર્ગેટ પૂરો કરીશ. ભાજપના તમામ કાર્યકર્તાઓ પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે મહેનત કરી રહ્યા છે. સાથે જ ચૂંટણીમાં સારૂ પરિણામ મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

  • 12 Nov 2022 10:40 AM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 : PM મોદી ગુજરાતમાં કરશે ઝંઝાવાતી પ્રચાર

    ગુજરાત વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે PM મોદી ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે. માહિતી મુજબ તેઓ ગુજરાતમાં 25 રેલી યોજશે.

  • 12 Nov 2022 10:35 AM (IST)

    Himachal Pradesh Election Voting : પૂર્વ મુખ્યમંત્રી પ્રેમ કુમાર ધૂમલેએ પોતાનો મત આપ્યો

    હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રેમ કુમાર ધૂમલે, તેમના પુત્ર અને કેન્દ્રીય પ્રધાન અનુરાગ ઠાકુર અને તેમના પરિવારોએ હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે મતદાન કર્યું. તેમણે મતદાન મથક નંબર 7 પર પોતાનો મત આપ્યો હતો.

  • 12 Nov 2022 10:10 AM (IST)

    વર્તમાન સરકારે સમાજના તમામ વર્ગોનો અવાજ દબાવ્યો - કોંગ્રેસી ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહ

    Himachal Pradesh Election Voting : કોંગ્રેસના ધારાસભ્ય વિક્રમાદિત્ય સિંહે કહ્યું, 'હિમાચલને આગળ લઈ જવા અને તેની સ્થિતિ બદલવા માટે ચૂંટણી લડવામાં આવી રહી છે. વાત માત્ર કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોની નથી પરંતુ રાજ્યના ભવિષ્યની છે. વર્તમાન સરકારે સમાજના તમામ વર્ગોના અવાજોને દબાવી દીધા અને તેમની અવગણના કરી હોવાનો પણ તેમણે આક્ષેપ લગાવ્યો.

  • 12 Nov 2022 09:40 AM (IST)

    Himachal Pradesh Election 2022 : ભાજપે પચ્છાદમાં અમારા કાર્યકર પર હુમલો કર્યો હોવાનો AAP નો આરોપ

    આમ આદમી પાર્ટી (AAP)એ આરોપ લગાવ્યો છે કે,પચ્છાદમાં ભાજપના ગુંડાઓએ અમારા કાર્યકર પર હુમલો કર્યો. અમે ચૂંટણી પંચને વિનંતી કરીએ છીએ કે આવી હિંસા વહેલી તકે બંધ કરાવે. AAP તેના દરેક કાર્યકર્તા સાથે ખભે ખભા મિલાવીને ઉભી છે.

  • 12 Nov 2022 09:35 AM (IST)

    Gujarat Election 2022 : ભાજપે વધુ 6 ઉમેદવારોની યાદી કરી જાહેર

    ભાજપે વધુ 6 ઉમેદવારોના નામા જાહેર કર્યા છે,  અત્યાર સુધીમાં ભાજપે  કુલ 166 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે, જો કે હજુ પણ 16 ઉમેદવારોના નામ જાહેર થવાના બાકી છે.

    ધોરાજી- મહેન્દ્રભાઈ પાડલીયા, ખંભાળિયા- શ્રી મુળુભાઈ બેરા, કુતિયાણા - શ્રીમતી ધેલીબેન માધાભાઈ ઓડેદરા, ભાવનગર પૂર્વ -શ્રીમતી સેજી રાજીવકુમાર પંડ્યા, દેડિયાપાડા (ST)- શ્રી હિતેશ દેવજી વસાવા, ચોર્યાસી - શ્રી સંદીપ દેસાઈ.

  • 12 Nov 2022 09:11 AM (IST)

    હિમાચલ પ્રદેશ ચૂંટણી વોટિંગ : CM જયરામ ઠાકુરે આપ્યો વોટ, કહ્યું- અમે જીતીશું

    હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે સિરાજ વિધાનસભા મતવિસ્તારમાં મતદાન કર્યું. આ દરમિયાન તેણે કહ્યું, 'મને ખાતરી છે કે અમારી મોટી જીત થશે. સૌથી મહત્વની વાત એ છે કે લોકો શાંતિપૂર્ણ રીતે મતદાન કરી રહ્યા છે.

  • 12 Nov 2022 09:09 AM (IST)

    હિમાચલ પ્રદેશ ઈલેક્શન 2022 : આજે 412 ઉમેદવારોના ભાવિ EVM માં સીલ થશે

  • 12 Nov 2022 09:06 AM (IST)

    Himachal Pradesh Election 2022 : હિમાચલની પરિસ્થિતિ બદલવા માટે મત આપો - પ્રિયંકા ગાંધી

    કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરીને કહ્યું, 'પ્રિય હિમાચલવાસીઓ, તમે બધા તમારી અને તમારા રાજ્યની સ્થિતિને સારી રીતે સમજો છો. તમારી પરિસ્થિતિને ધ્યાનમાં રાખી મતદાનની ફરજ પૂર્ણ કરો, પરિસ્થિતિને બદલવામાં અને હિમાચલના ભવિષ્યને ઘડવામાં તમારું મહત્વનું યોગદાન આપો.'

  • 12 Nov 2022 09:00 AM (IST)

    Himachal Pradesh Election Voting : 'લોકશાહીના ઉત્સવનો ભાગ બનો', અનુરાગ ઠાકુરે વોટ કરવાની કરી અપીલ

    કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે રાજ્યની જનતાને વોટ કરવાની અપીલ કરી છે. તેણે ટ્વીટ કર્યું, 'પહેલા મતદાન, પછી કામ. દેવભૂમિ હિમાચલના લોકો રાજ્યના સુવર્ણ ભવિષ્ય માટે આજે મતદાન કરવા જઈ રહ્યા છે. સુશાસન, ભ્રષ્ટાચાર મુક્ત સરકાર જ હિમાચલને પ્રગતિના પંથે આગળ લઈ જશે. લોકશાહીના આ ઉત્સવનો ભાગ બનો, બીજાને પણ પ્રેરણા આપો.'

  • 12 Nov 2022 08:58 AM (IST)

    હિમાચલના તમામ લોકો મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહિતઃ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ

    Himcahl Pradesh Election 2022 : હિમાચલ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ પ્રતિભા સિંહે લોકોને મતદાનમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવાની અપીલ કરી છે. તેમણે કહ્યું છે કે હિમાચલના તમામ લોકો આજે મતદાનને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તે બધા આજે મતદાન કરશે અને હિમાચલ પ્રદેશમાં નવી સરકાર બનાવવામાં મદદ કરશે.

  • 12 Nov 2022 08:41 AM (IST)

    Himachal Pradesh Election Voting Live : મતદાનનો નવો રેકોર્ડ બનાવો - PM મોદી

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બૂથની મુલાકાત લઈને મતદારોને મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે ટ્વિટ કર્યું કે, 'આજે હિમાચલ પ્રદેશની તમામ વિધાનસભા બેઠકો માટે મતદાનનો દિવસ છે. હું દેવભૂમિના તમામ મતદારોને વિનંતી કરું છું કે લોકશાહીના આ પર્વમાં પૂરા ઉત્સાહ સાથે ભાગ લે અને મતદાનનો નવો રેકોર્ડ બનાવે. આ પ્રસંગે પ્રથમ વખત મતદાન કરનાર રાજ્યના તમામ યુવાનોને મારી ખાસ શુભેચ્છાઓ.'

  • 12 Nov 2022 08:25 AM (IST)

    હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 : CM જયરામ ઠાકુર પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા

    હિમાચલ પ્રદેશની 68 વિધાનસભા બેઠકો પર આજે મતદાન થશે, ત્યારે મતદાન કરતા પહેલા CM જયરામ ઠાકુર પરિવાર સાથે મંદિરમાં દર્શન કરવા પહોંચ્યા છે.

  • 12 Nov 2022 08:15 AM (IST)

    'રાજ્યની સુવર્ણ આવતીકાલ માટે મતદાન કરીને મજબૂત સરકાર ચૂંટો': અમિત શાહ

    Himachal Pradesh Election Voting : હિમાચલ પ્રદેશમાં આજે 68 વિધાનસભા બેઠકો પર મતદાન થશે, ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું હતું કે, 'માત્ર મજબૂત અને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર હિમાચલ પ્રદેશને વિકાસમાં સૌથી આગળ રાખીને દેવભૂમિના લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરી શકે છે. હું હિમાચલના તમામ મતદારોને અપીલ કરું છું કે તેઓ રાજ્યની સુવર્ણ કાલ માટે વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરીને એક મજબૂત સરકારને ચૂંટે. '

  • 12 Nov 2022 08:08 AM (IST)

    ગુજરાત વિધાનસભા ચૂંટણીનો જંગ જીતવા ભાજપ સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારશે

    Gujarat Election 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે ભાજપે પોતાના સ્ટાર પ્રચારકોના નામ જાહેર કરી દીધા છે. ભાજપ પ્રચારમાં કોઈ કચાશ ન રહે તે માટે કેન્દ્રીય નેતાઓની ફોજ ઉતારી છે. જેમાં વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા, સ્મૃતિ ઈરાની સહિતના 40 સ્ટાર પ્રચારકોનું લિસ્ટ જાહેર કર્યું છે. 14 નવેમ્બરથી વડાપ્રધાન મોદી, ગૃહપ્રધાન અમિત શાહ રાજ્યમાં ચૂંટણી સભા ગજવશે.

  • 12 Nov 2022 08:06 AM (IST)

    ગુજરાત ચૂંટણી 2022 : કેન્દ્રીયપ્રધાન ગિરિરાજસિંહના કેજરીવાલ પર આકરા પ્રહાર

    Gujarat Election Live Updates  : વિધાનસભા ચૂંટણી જીતવા માટે તમામ રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારમાં લાગી ગયા છે, ત્યારે સુરતની મુલાકાતે આવેલા કેન્દ્રીયપ્રધાન ગિરિરાજસિંહે આપના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે દાવો કર્યો કે, ચૂંટણીમાં કેજરીવાલની પાર્ટીનું ખાતું ખુલી જાય તો મોટી વાત હશે. ગિરિરાજ સિંહે કહ્યું, કેજરીવાલ અચાનક રામરાજ્યની વાતો કરવા લાગ્યા છે. અયોધ્યામાં રામમંદિર તૈયાર થઈ જશે ત્યારે તેઓ વરિષ્ઠ નાગરિકોને અયોધ્યાની મફત તીર્થયાત્રા કરાવશે.

  • 12 Nov 2022 08:05 AM (IST)

    Himachal Pradesh Voting Live : ભોરંજમાં મતદાન પહેલા મોક મતદાન યોજાયું

    આ તસવીર હમીરપુર જિલ્લાના સમીરપુર વિધાનસભા સ્થિત મતદાન મથક-36 ભોરંજની છે, જ્યાં મતદાન પહેલા મોક પોલિંગ કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે હિમાચલ પ્રદેશમાં આજે સવારે 8 વાગ્યાથી વિધાનસભા ચૂંટણી માટે મતદાન શરૂ થશે.

  • 12 Nov 2022 08:01 AM (IST)

    ગુજરાત ઈલેક્શન 2022 લાઈવ : ભાજપ ઉમેદવારોની જાહેરાત સાથે જ વડોદરા જિલ્લાની 3 બેઠકો પર અસંતોષ

    Gujarat Assembly Election 2022 : વડોદરા જિલ્લામાં ભાજપ ઉમેદવારોની જાહેરાત સાથે જ 3 બેઠકો પર અસંતોષ સામે આવ્યો છે. વાઘોડિયા, પાદરા અને કરજણમાં ભાજપના જૂના જોગીઓએ પક્ષ સામે જ મોરચો માંડવાની જાહેરાત કરી. બરોડા ડેરીના ચેરમેન અને પૂર્વ ધારાસભ્ય દિનુ પટેલે અપક્ષ ચૂંટણી લડવાનું એલાન કર્યું,  તો વાઘોડિયાના મધુ શ્રીવાસ્તવ અને કરજણથી સતીષ નિશાળીયાએ પણ ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તો કોંગ્રેસમાં પણ કકળાટ સામે આવ્યો છે. જૂનાગઢમાં આંબાવાડી વિસ્તારના કારખાનેદારોએ ભીખા જોશીને બદલે અમિત પટેલને ટિકિટ આપવાની માગ સાથે પ્રદર્શન કર્યું. વડોદરાના ડભોઈમાં કોંગ્રેસમાં ભંગાણ પડ્યું. શનોર ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ કારોબારી ચેમન રાકેશ આંબલિયા, APMC ડિરેક્ટર ઉમેશ પટેલ, પૂર્વ યુવા કોંગ્રેસ પ્રમુખ પૂનમ ઠાકોર અને કેયુર ઠાકોર ભાજપમાં જોડાયા. ભાજપના ઉમેદવાર શૈલેષ મહેતાએ કોંગ્રેસના તમામ આગેવાનોને પક્ષમાં આવકાર્યા.

  • 12 Nov 2022 07:50 AM (IST)

    હિમાચલ પ્રદેશ ચૂંટણી 2022 લાઈવ : કાંગડા જિલ્લામાં સૌથી વધુ 1625 મતદાન મથકો બનાવવામાં આવ્યા

    Himachap Pradesh Election 2022 Live : કાંગડા જિલ્લામાં સૌથી વધુ 1625 અને લાહૌલ સ્પીતિમાં 92 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. જો કે લાહૌલ સ્પીતિ અને ચંબા જિલ્લામાં હિમવર્ષા મતદારો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. કિન્નૌર જિલ્લામાં ઘણા મતદાન કેન્દ્રો પણ હિમવર્ષાને કારણે પ્રભાવિત છે, તાશિગાંગમાં તાપમાન માઈનસમાં છે. તો સાથે જ રાજ્યમાં મહિલાઓ માટે 142 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.

  • 12 Nov 2022 07:36 AM (IST)

    Gujarat Election 2022 : આજે કોંગ્રેસ જાહેર કરશે ચૂંટણી ઢંઢેરો

    ગુજરાત એસેમ્બલી ઈલેક્શન 2022 : ગુજરાત વિધાનસભા ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે,ત્યારે  કોંગ્રેસ આજે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોત કોંગ્રેસનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. મહત્વનું છે કે ‘જનઘોષણા પત્ર 2022 બનશે જનતાની સરકાર’ નામથી મેનિફેસ્ટોની ઘોષણા કરવામાં આવશે. તો સાથે જ આ કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરામાં રાહુલ ગાંધીના 8 વચન કેન્દ્ર સ્થાને હશે. ખેડૂતોનું દેવું માફ, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર, 300 યુનિટ વીજળી ફ્રી,જૂની પેંશન યોજના, કોન્ટ્રાકટ પ્રથા નાબૂદી સહિતના તમામ વાયદાઓને તેમાં આવરી લેવામાં આવશે.

  • 12 Nov 2022 07:34 AM (IST)

    હિમાચલ પ્રદેશ એસેમ્બલી ઈલેક્શન 2022 : ચૂંટણી પંચે મતદાનને લઈને કરી છે ખાસ તૈયારીઓ

    Himcahl Pradesh Election Live Updates : આ વખતે ચૂંટણી પંચે મતદાનને લઈને ખાસ તૈયારીઓ કરી છે અને મતદાનની ટકાવારી વધારવા પર ભાર મુક્યો છે. હિમાચલ પ્રદેશમાં 80 વર્ષથી વધુ ઉંમરના 1 લાખ 21 હજાર 409 મતદારો છે. ચૂંટણી પંચે ત્રણ સહાયક મતદાન મથકો પણ સ્થાપ્યા છે. ચૂંટણી પંચે લાહૌલ સ્પીતિ જિલ્લાના સ્પીતિ ક્ષેત્રમાં કાઝાના તાશિગાંગ ખાતે 15,256 ફૂટની ઉંચાઈ પર બૂથ બનાવ્યું છે. જ્યાં ફક્ત 52 મતદારો છે.

  • 12 Nov 2022 07:32 AM (IST)

    Himchal Pradesh Election 2022 Live : હિમાચલ પ્રદેશમાં દરેક વિધાનસભા ચૂંટણીમાં બદલાતી રહે છે સરકાર

    હિમાચલ પ્રદેશ ઈલેક્શન 2022 વોટિંગ :  હિમાચલ પ્રદેશમાં અત્યાર સુધી એવું ચાલતું આવ્યું છે કે,  દરેક ચૂંટણીમાં સરકાર બદલાતી રહે છે. એટલે કે શાસક પક્ષને હારનો સામનો કરવો પડે છે. તેથી જ આ વખતે ચૂંટણી પ્રચારમાં ભાજપે નવું સૂત્ર આપ્યું છે રાજ નહીં, રિવાજ બદલશે. એટલે કે સરકાર નહીં પરંતુ જૂની પરંપરાને બદલશે. હાલમાં રાજ્યમાં ભાજપની સરકાર છે અને જયરામ ઠાકુર મુખ્યમંત્રી છે. અગાઉ 2012માં કોંગ્રેસની સરકાર બની હતી.

Published On - Nov 12,2022 7:18 AM

Follow Us:
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">