ગુજરાતની ચૂંટણી (Gujarat election) હવે નજીકમાં જ છે ત્યારે દરેક પક્ષો મતદારોને રીઝવવાનો અલગ-અલગ પ્રયાસ કરી રહ્યા છે. સ્ટાર પ્રચારકોના ગુજરાતમાં સતત ધામા હોય છે. હાલમાં જ વડાપ્રધાન મોદી (Prime Minister Modi) 3 દિવસના ગુજરાત પ્રવાસે હતા અને ફરી આવવાના છે. પણ શું તમને ખબર છે કે આ પ્રચાર-પ્રસારમાં રાજકીય પક્ષો માટે સૌથી તાકાતવર હથિયાર હોય છે સ્લોગન. સ્લોગન (slogan) મતદારોના માનસપટલ પર જોરદાર અસર કરતુ હોય છે. આમ તો દરેક પક્ષ ચૂંટણી ટાણે સ્લોગન રાખતા હોય છે પણ ભાજપને (BJP) આવા સ્લોગનથી વધુ ફાયદો મળતો રાજ્યમાં દેખાયો છે છેલ્લા 27વર્ષમાં ભાજપે કયા કયા સ્લોગન રાખ્યા. શા માટે રાખ્યા. એક એક કરીને સમજવાનો પ્રયાસ કરીશું
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેર થઈ શકે તેમ છે, ત્યારે રાજકીય પક્ષો અલગ અલગ રીતે મતદારોને રીઝવવા પ્રયાસ પણ કરી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ પણ ખૂબ જ ટૂંકા ગાળામાં રાજ્યની તમામ 182 વિધાનસભા ખૂંદી વળવા આયોજન કર્યું છે. આ યાત્રા દરમિયાન લોકોને આકર્ષીને ભાજપતરફી મતદાન થાય તેવા પ્રયાસ કરવામાં આવશે. મૂળ ચૂંટણીલક્ષી યોજાઈ રહેલી આ યાત્રામાં ભાજપ દ્વારા નવા સૂત્ર ‘ભરોસાની ભાજપ સરકાર’નો ઉપયોગ કરવામાં આવશે, જેના આધારે આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન ભાજપ પ્રચાર કરશે એમ માનવામાં આવી રહ્યું છે.
ભાજપે આ વખતે ગુજરાત ગૌરવ યાત્રાની શરુઆત કરી છે. હવે આ યાત્રામાં આપવામાં આવેલા સ્લોગનને સમજવાનો પ્રયાસ કરીએ કે જે સ્લોગનની મદદથી 11 દિવસ યાત્રા કાઢવામાં આવશે. તે સ્લોગન ભાજપે કયા ઉદ્દેશ્યથી રાખ્યું છે. આ સ્લોગન પાછળ ભાજપનો મતદારોને રીઝવવાનો શું પ્લાન છે. ‘ભરોસા’ શબ્દ એક ગામઠી શબ્દ છે. આ શબ્દની અંદર શ્રદ્ધા સમાયેલી છે ત્યારે ભાજપનો હેતુ એ છે કે છેલ્લાં 27 વર્ષથી ભાજપે પ્રજાલક્ષી કામો કરીને પ્રજાને જે ભરોસો અપાવ્યો છે એ ભરોસો હજુ પણ લોકોમાં અકબંધ છે. આમ, શ્રદ્ધા સાથે જોડાયેલા ‘ભરોસા’ શબ્દનો ઉપયોગ કરી ભાજપ મતદારોને રીઝવવા માગી રહ્યું છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે પાટીદાર આંદોલનની હવા હતી અને અત્યંત રસાકસી ભરેલી ચૂંટણીમાં ભાજપે 99 સીટ મેળવી જીત હાંસલ કરી હતી. આ એવો સમય હતો, જેમાં જાતિગત આંદોલન વધારે હતા અને એવા સમયે જ ભાજપે ચૂંટણી દરમિયાન ‘સૌનો સાથ સૌનો વિકાસ’ સૂત્ર હેઠળ પ્રચાર કરીને સરકાર બનાવવામાં સફળતા મેળવી હતી. આમ, ‘હું છું વિકાસ, હું છું ગુજરાત’ સૂત્ર પણ સમયોચિત સાબિત થઈ શક્યું હતું.
રાજ્યમાં થોડા સમય અગાઉ યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ઠેર ઠેર ભગવો લહેરાયો છે. તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત હોય કે મનપા, સ્થાનિક સ્વરાજ્યની મોટા ભાગની બોડી ભાજપશાસિત બની છે. આ ચૂંટણી દરમિયાન પણ ભાજપે ‘ગુજરાત મક્કમ, ભાજપ સાથે અડીખમ’ સૂત્ર આપીને પ્રચાર કર્યો હતો, જેમાં ભાજપને જ્વલંત સફળતા પણ મળી હતી.
એટલું જ નહીં ભાજપ દ્વારા અલગ અલગ સમયે જે તે સમયની સ્થિતિ પ્રમાણે સ્લોગન આપી 27 વર્ષ સુધી સફળતા મેળવી છે. વર્ષ 2002થી શરૂ કરીએ તો 2002ની ચૂંટણીમાં ભાજપનું મુખ્ય સૂત્ર ‘આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદ’ હતું. આ સમયે ગુજરાત પર રમખાણોનાં જખ્મો હતા. માત્ર એટલું જ નહીં, ભાજપ દ્વારા ગૌરવયાત્રા પણ યોજવામાં આવી હતી. જેમાં ભાજપે ગુજરાતની અસ્મિતા અને સન્માનને કેન્દ્ર બિંદુ બનાવ્યા હતા. 007ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપનું ‘જીતેગા ગુજરાત’ મુખ્ય સૂત્ર હતું. ભાજપે ગુજરાતને બદનામ કરવાના પ્રોપગેન્ડ સામે ચૂંટણી અભિયાન ચલાવ્યું હતું. સોનિયા ગાંધીના ‘મૌત કા સૌદાગર’ નિવેદનને ઉપાડી લઈ નરેન્દ્ર મોદીએ ધુંવાધાર પ્રચાર કર્યો હતો. 2012માં ભાજપે કેન્દ્રની તત્કાલીન યુપીએ સરકાર દ્વારા ગુજરાતને કરવામાં આવતા અન્યાય સામે ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’ ગુજરાતનું સૂત્ર અપનાવ્યું હતું.
રમખાણોના ઘા વચ્ચે ભાજપે ‘આતંકવાદ વિરુદ્ધ રાષ્ટ્રવાદ’ નું સૂત્ર આપ્યું
2002માં પણ ભાજપે ગૌરવ યાત્રાઓ પણ યોજી હતી
ગુજરાતની અસ્મિતા અને સન્માનને કેન્દ્ર બિંદુ બનાવ્યું
ચૂંટણીમાં ભાજપનું ‘જીતેગા ગુજરાત’ મુખ્ય સૂત્ર હતું
ભાજપે ગુજરાતને બદનામ કરવાના પ્રોપગેન્ડા સામે અભિયાન ચલાવ્યું
સોનિયા ગાંધીના ‘મૌત કા સોદાગર’ નિવેદનને ઉપાડી મોદીએ ધુંવાધાર પ્રચાર કર્યો
ભાજપે UPA સરકાર દ્વારા ગુજરાત સાથે અન્યાયના આક્ષેપ સામે પ્રચાર
ભાજપે ‘એકમત ગુજરાત, બને ભાજપ સરકાર’ ગુજરાતનું સૂત્ર અપનાવ્યું
સ્લોગન મતદારોને રીઝવવામાં કામ આવતુ હશે પણ પક્ષોના વાયદા અને કરેલા કામો પણ એટલી જ અસર કરતા હોય છે. જ્યાં સુધી સ્લોગનની વાત છે તો આ વખતેનું ભાજપનું સ્લોગન અને યાત્રા શું રંગ લાવે છે તે તો સમય જ બતાવશે