AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાહેર થયું છે NEET PG 2023નું રિઝલ્ટ, જાણો કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે

NEET PG Counselling 2023 Date : NEET PG કાઉન્સેલિંગ પ્રક્રિયામાં ભાગ લેવા માટે ઉમેદવારે ઓફિશિયલ વેબસાઇટ mcc.nic.in પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે. રિઝલ્ટ 14 માર્ચે જાહેર કરવામાં આવ્યું છે.

જાહેર થયું છે NEET PG 2023નું રિઝલ્ટ, જાણો કાઉન્સેલિંગ ક્યારે શરૂ થશે
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 15, 2023 | 12:55 PM
Share

NEET PG 2023 Counselling Date : NEET PG 2023 પરીક્ષા (NEET PG Result 2023) નું રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું છે. હવે સફળ ઉમેદવારો કાઉન્સેલિંગની તારીખની રાહ જોઈ રહ્યા છે. કાઉન્સેલિંગમાં જોડાવા માટે ઉમેદવારે મેડિકલ કાઉન્સેલિંગ કમિટી (MCC) ની ઓફિશિયલ વેબસાઇટ mcc.nic.in પર રજીસ્ટ્રેશન કરાવવું પડશે.

આ પણ વાંચો : NEET PG 2023 રિઝલ્ટ થયું જાહેર, અહીં આપેલી લિંક પર ચેક કરો

તમને જણાવી દઈએ કે મેડિકલ ઈન્ટર્નશિપ પૂર્ણ કરવાની છેલ્લી તારીખ 11 ઓગસ્ટ 2023 છે, ત્યારબાદ જ કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થશે. કાઉન્સેલિંગ પ્રક્રિયા છેલ્લા ઓગસ્ટ અથવા સપ્ટેમ્બર 2023માં શરૂ થવાની અપેક્ષા છે. જો કે હજુ સુધી આ અંગે કોઈ ઓફિશિયલ તારીખ જાહેર કરવામાં આવી નથી.

કાઉન્સેલિંગ 4 તબક્કામાં કરવામાં આવશે

કાઉન્સેલિંગની પ્રક્રિયા કુલ 4 તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. NEET PG 2023 કાઉન્સેલિંગના આધારે, 26,168 ડૉક્ટર ઑફ મેડિસિન (MD), 13,649 માસ્ટર ઑફ સર્જરી (MS), 922 PG ડિપ્લોમા અને 1,338 DNB CET બેઠકો ભરવામાં આવશે. NEET PG કાઉન્સેલિંગ 2023માં કુલ 6,102 કોલેજો અને 649 હોસ્પિટલો ભાગ લેશે.

આ પરીક્ષા 5 માર્ચે યોજાઈ હતી

NEET PG 2023 ની પરીક્ષા 5 માર્ચ 2023 ના રોજ લેવામાં આવી હતી. NBEMS દ્વારા 277 શહેરોમાં 902 પરીક્ષા કેન્દ્રો પર એક્ઝામ લેવામાં આવી હતી. 2,08,898 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. પરીક્ષા કોમ્પ્યુટર આધારિત મોડમાં લેવામાં આવી હતી. જનરલ કેટેગરી અને EWS માટે કટ-ઓફ સ્કોર 800 માંથી 291 છે, જ્યારે તે જનરલ કેટેગરી-PwBD માટે 274 અને SC/ST/OBC માટે 257 છે. આ સંબંધમાં વધુ માહિતી માટે ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ પર જાહેર કરાયેલી નોટિસ ચેક કરી શકે છે.

તે જ સમયે FAIMA એ NEET PG 2023 પરીક્ષાને બે થી ત્રણ મહિના માટે મુલતવી રાખવા માટે દિલ્હીના જંતર મંતર પર પ્રદર્શન પણ કર્યું હતું. જે બાદ પરીક્ષા મોકૂફ રાખવાનો મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો હતો. જેના પર સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે અરજી ફગાવી દીધી હતી અને સમયસર પરીક્ષા યોજવા સૂચના આપી હતી.

સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
સંઘપ્રદેશ દાદરામાં લાગી ભીષણ આગ, 4 ફેકટરી બળીને ખાખ
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
જસદણમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે અકસ્માત સર્જાયો, એકનું મોત
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
ઘરમાં સમસ્યાઓ ઊભી થઈ શકે છે, વધુ પડતું ખાવાનું ટાળો
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરતના ખેડૂતોને પાક નુકસાનીની સહાયની કરાઈ ચુકવણી
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
સુરેન્દ્રનગરના MLA પ્રકાશ વરમોરાએ વિવાદી નિવેદન પર કર્યો આ ખૂલાસો
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
કંડલાના મીઠા પોર્ટ પર મેગા ડિમોલિશન, ₹250 કરોડની જમીન ખુલ્લી કરાઈ
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
ભ્રષ્ટાચારના આક્ષેપ સાથેનો વધુ એક પત્ર મળ્યો હોવાનો મનસુખ વસાવાનો દાવો
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: પીડિતોના વકીલે AAIB તપાસ પર સવાલ ઉઠાવ્યા
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
ઈન્ડિગોને લઈને અમદાવાદ એરપોર્ટે મુસાફરો માટે જાહેર કરી એડવાઈઝરી
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
BJP-AAPના નેતાઓ આચરે છે વ્યાપક ભ્રષ્ટાચાર, સાંસદને મળ્યો નનામો પત્ર
g clip-path="url(#clip0_868_265)">