IGNOU Registration 2021: IGNOUએ રી-રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ સુધી વધારી, જુઓ ડિટેલ્સ
આ અભ્યાસક્રમોમાં માસ્ટર ડિગ્રી, ગ્રેજ્યુએશન ડિગ્રી, પીજી ડિપ્લોમા અને પીજી સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ અભ્યાસક્રમોની વિગતો સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાય છે.
IGNOU Registration 2021: ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU)એ ફરી એકવાર પોસ્ટ ગ્રેજ્યુએશન, ગ્રેજ્યુએશન અને અન્ય અભ્યાસક્રમોમાં રી-રજિસ્ટ્રેશનની છેલ્લી તારીખ ફરી એક વખત લંબાવી દીધી છે. હવે વિદ્યાર્થીઓ 31 ઓગસ્ટ સુધી ફરીથી નોંધણી કરાવી શકશે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઈટ ignouadmission.samarth.edu.in પર જઈને અરજી કરવાની રહેશે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી (IGNOU) વિવિધ વિષયોમાં 200થી વધુ કાર્યક્રમો ઓફર કરે છે.
આ અભ્યાસક્રમોમાં માસ્ટર ડિગ્રી, ગ્રેજ્યુએશન ડિગ્રી, પીજી ડિપ્લોમા અને પીજી સર્ટિફિકેટ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ અભ્યાસક્રમોની વિગતો સત્તાવાર વેબસાઈટ પર જોઈ શકાય છે. આ વર્ષે ઈગ્નૂ દ્વારા ઘણા નવા કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. તેમાં સંસ્કૃત, ઉર્દૂ, જ્યોતિષશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએશન અને પરફોર્મિંગ આર્ટ્સમાં ગ્રેજ્યુએશન કોર્સ છે.
Online Re-Registration for July 2021 session extended till 31st August 2021https://t.co/riYt3WqcJi
— IGNOU (@OfficialIGNOU) August 17, 2021
આવી રીતે કરો આવેદન
1. આમાં અરજી કરવા માટે સૌથી પહેલા IGNOUની સત્તાવાર વેબસાઈટ ignou.ac.in પર જાઓ.
2. વેબસાઈટના હોમ પેજ પર આપવામાં આવેલી Admission લિંક પર ક્લિક કરો.
3. હવે લોગઈન કરીને એપ્લીકેશન ફોર્મ ભરો અને વિવરણ વાંચો.
4. ફી પે કરો અને ફોર્મ સબમિટ કરો.
5. ભવિષ્ય માટે એપ્લીકેશન ફોર્મની પ્રિન્ટ લઈ લો.
IGNOUએ અસાઈનમેન્ટ, પ્રોજેક્ટ વર્ક વગેરે જમા કરાવવાની તારીખ વધારી દીધી છે. ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યૂનિવર્સિટીએ જૂન ટર્મ એન્ડ એક્ઝામ (TEE) 2021 સંબંધિત અલગ અલગ શૈક્ષણિક અસાઈનમેન્ટ જમા કરાવવાની છેલ્લી તારીખ 31 ઑગસ્ટ સુધી વધારી દીધી છે. IGNOUએ કહ્યું કે વિદ્યાર્થીઓ સોફ્ટ કૉપી અથવા હાર્ડ કૉપીમાં ઈન્ટર્નશિપ પ્રોજેક્ટ રિપોર્ટ, રિસર્ચ, ફિલ્ડ વર્ક જર્નલ સહિત પોતાના અસાઈનમેન્ટ જમા કરાવી શકે છે.
ઈગ્નૂએ (IGNOU) વિદ્યાર્થીઓને આ એક્સટેન્શન એટલે આપ્યુ છે કારણ કે વિદ્યાર્થીઓ સમય પર પોતાનું અસાઈનમેન્ટ જમા નહોતા કરાવી શકતા યૂનિવર્સિટીએ પોતાના ઓફિશિયલ ટ્વીટર હેન્ડલ પર આ વાતની જાહેરાત કરી. ઈગ્નૂએ ટ્વીટ કરીને લખ્યુ કે ઈગ્નૂ એક વિશેષ કેસના રુપમાં ટીટીઈ જૂન 2021 માટે 31 ઑગસ્ટ 2021 સુધી અસાઈનમેન્ટ, પ્રોજેક્ટ,રિપોર્ટ, નિબંધ,ફીલ્ડ વર્ક, જર્નલ ઈન્ટર્નશિપ વગેરે જમા કરાવવા માટે અનુમતિ આપી રહ્યું છે.
આ પણ વાંચો : SBI SO Recruitment 2021: સ્ટેટ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર સહિતાના પદ પર જાહેર થઈ ભરતી, સ્નાતક ઉમેદવાર કરી શકે છે અરજી
આ પણ વાંચો : Mumbai University Admission 2021 : મુંબઈ યુનિવર્સિટીનું યુજી કોર્સનુ પ્રથમ મેરિટ લિસ્ટ જાહેર, આ રીતે કરો ડાઉનલોડ