Success Story: યુવા ખેડૂતે ગ્લેડીયોલસ ફૂલની ખેતીથી બનાવી અલગ ઓળખ, રાષ્ટ્રપતિ ભવનની શોભા પણ વધારી ચૂક્યા છે તેમના ફુલો
પ્રગતિશીલ ખેડૂતે (Progressive Farmer) ફૂલોની ખેતી કરીને આખા દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. તેમના ખેતરોના ફૂલો રાષ્ટ્રપતિ ભવનને પણ શોભાવી ચુક્યા છે.
ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાના ગાદીપુખ્તા નગરના પ્રગતિશીલ ખેડૂતે (Progressive Farmer) ફૂલોની ખેતી કરીને આખા દેશમાં પોતાનું નામ રોશન કર્યું છે. તેમના ખેતરોના ફૂલો રાષ્ટ્રપતિ ભવનને પણ શોભાવી ચુક્યા છે. બાબા બદ્રીનાથના કપાટના બે વાર દરવાજાને પણ તેમના ખેતરોના ફૂલોથી શણગારવામાં આવ્યા છે. ગાદીપુખ્તા નગરના મહોલ્લા બિલુચિયાના રહેવાસી યુવાન ખેડૂતે પૈતૃક જમીન પર ફૂલોની ખેતી કરે છે. તેઓ છેલ્લા 22 વર્ષથી રજનીગંધા અને ગ્લેડીયોલસ (Gladiolus)તેમજ મલ્ટીકલર ફૂલોની ખેતી (Floriculture)કરે છે. તેમની પાસે 90 વીઘા જમીન છે. જેમાંથી 70 વીઘામાં ફ્લોરીકલ્ચર થઈ રહ્યું છે.
તેમણે હોલેન્ડથી ગ્લેડીયોલસ બીજ લાવીને ખેતીની શરૂઆત કરી છે. શરૂઆતમાં તેમને મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો, પરંતુ તેમણે હાર ન માની. આખરે તેમની મહેનત રંગ લાવી અને ખેતરોમાં ફૂલો ખીલ્યાં. તેઓ દિલ્હીમાં ગાઝીપુર મંડી, દેહરાદૂન, પટિયાલા, ચંદીગઢમાં ફૂલ લઈ જાય છે. જ્યાં તેમને ફૂલોના મોટા ખેડૂત તરીકે ઓળખ મળી છે.
તેમણે કહ્યું કે રજનીગંધાનું બીજ માર્ચ મહિનામાં વાવવામાં આવે છે, જ્યારે ગ્લેડીયોલસ બીજ જુલાઈ મહિનામાં વાવવામાં આવે છે. ગ્લેડિયોલસનું ફૂલ આખું વર્ષ ચાલે છે, તેનું બીજ માત્ર એક રૂપિયામાં પડે છે. જેમાં પ્રતિ વિધા 12 હજાર રૂપિયા જેવું રોકાણ થાય છે.
વિદેશી ફૂલ ગ્લેડીયોલસની કિંમત પ્રતિ બીજ રૂ. 2 છે. જેમાં રોકાણ લગભગ 24 હજાર રૂપિયા થાય છે. જેમાં તેઓને પ્રતિ બિઘા એકથી દોઢ લાખ રૂપિયાની આવક થાય છે. આ ફૂલોના બંડલ બજારમાં મોકલવામાં આવે છે. જ્યાં તેમને 300 રૂપિયા પ્રતિ બંડલના દરે કિંમત મળે છે. આ બંને ફૂલોની જાતોની દેહરાદૂન, ચંદીગઢ, પટિયાલામાં વધુ માગ છે.
લગ્ન, પાર્ટી કોઈ પણ પ્રસંગ હોય, આ ફૂલોથી બનેલા ગુલદસ્તા જ ભેટ કરવામાં આવે છે. 24 જાન્યુઆરી 2021 ના રોજ શામલીમાં આયોજિત એક કાર્યક્રમમાં સાંસદ પ્રદીપ ચૌધરી અને ડીએમ જસજીત કૌર દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. પ્રગતિશીલ ખેડુતનું કહેવું છે કે તેઓ ઈચ્છે છે કે વિસ્તારના યુવાનો પણ ફ્લોરીકલ્ચર તરફ આગળ વધે અને વિદેશમાં દેશનું નામ રોશન કરે.
30 લોકોને નિયમિત રોજગારી આપે છે
ખેડૂત અનુસાર તેમને શરૂઆતથી જ ફૂલો સાથે ખૂબ પ્રેમ છે. તેઓ ઘરમાં ફૂલોનું વાવેતર કરતા હતા. એક દિવસ જ્યારે તેઓ કૃષિ મેળા અને પ્રદર્શનમાં ફૂલો લઈને મુઝફ્ફરનગર પહોંચ્યા તો ત્યાંના લોકોએ તેની ખૂબ પ્રશંસા કરી. લોકોએ તેને વ્યવસાય તરીકે ફ્લોરીકલ્ચર કરવાની પણ સલાહ આપી. ત્યાંથી પ્રેરણા લઈને તેમણે ફૂલોની ખેતી શરૂ કરી.
તે કહે છે કે અમારો વિસ્તાર શેરડીનું પ્રભુત્વ ધરાવતો વિસ્તાર છે, પરંતુ તેમ છતાં તે ફૂલોની ખેતી કરે છે. કારણ કે શેરડીનો પાક વર્ષમાં માત્ર 15000 રૂપિયા પ્રતિ વીઘા આપે છે. તેને તેના પૈસા પણ એક વર્ષ પછી મળે છે. પરંતુ ફ્લોરીકલ્ચરમાંથી તે ફૂલો વેચે છે અને રોકડ પૈસા કમાઈ છે.
આટલું જ નહીં, આ ખેડૂત લગભગ 25 થી 30 લોકોને રોજગાર પણ આપી રહ્યા છે. જેઓ પોતાના ફૂલોને નીંદામણ, ફૂલોના બંડલ બનાવીને બજારમાં પહોંચાડવાનું કામ કરે છે. તેણે પોતાના બગીચામાં 40-50 જાતના ફૂલો વાવ્યા છે.
આ પણ વાંચો: Tech News: Appleએ રશિયા પર લગાવ્યા મોટા પ્રતિબંધ, વેચાણ અને એપ્લિકેશન પ્રતિબંધ સાથે આ સર્વિસ કરી બેન
આ પણ વાંચો: મિઝોરમની આ તસ્વીરના સોશિયલ મીડિયામાં થઈ રહ્યા છે ખુબ વખાણ, આનંદ મહિન્દ્રાએ રિટ્વીટ કરી કહ્યું Terrific pic